Main Menu

ssnews_bvn

 

દક્ષિણ ગુજરાતના લાભાર્થીને જુદી જુદી સહાયનું વિતરણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની  વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વિતરણ કરતાં અંત્યોદય વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, નયા ભારતના નિર્માણમાં લીડ લઇ રહેલું ગુજરાત છેવાડાના ગરીબ, વંચિત, વનબંધુ અને અંત્યોદયના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહી ગરીબીમુકત, શોષણરહિત, બેકારીમુકત, ભ્રષ્ટાચાર રહિત નયા ભારતના નિર્માણમાં પણ લીડ લેવાનું છે. મુખ્યમંત્રીએ સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લાના આદિજાતિ લાભાર્થીઓને હળપતિ આવાસ યોજનાના મંજૂરી પ્રમાણપત્રો, આવાસની ચાવી, રસ્તા અને વીજળીનાRead More


પીએસઆઇ ચાવડા સાપરાધ મનુષ્ય વધ ગુના સાથે સસ્પેન્ડ

રાજકોટ શહેરના એસ.ટી.બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ગઇકાલે પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું. સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. બીજીબાજુ, હિમાંશુના પિતા દિનેશભાઇએ જણાવ્યું હતું કે, લાશ તો નહીં જ લઇએ, મારા દીકરાની ગોળી મારીને હત્યાRead More


ગુજરાતના તમામ પૂર્વ ધારાસભ્યોએ રૂપાણી સરકાર સામે ચડાવી બાયો

એક્સ એમએલએ કાઉન્સિલ ગુજરાતના ચેરમેન બાબુભાઇ મેઘજી શાહે જાહેરાત કરી છે કે, આગામી ૨૭ જાન્યુઆરીના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. તેમની મુખ્ય માંગ છે કે, ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળવું જોઈએ. ગુજરાતના ૧૦૦થી વધુ પૂર્વ ધારાસભ્યોની આર્થિક સ્થિતિ દયનિય છે, ત્યારે તેમને જીવન નિર્વાણ માટે માનદ ભથ્થું આપવું જોઈએ. એટલું જ નહીં તેમને ધારાસભ્યોની જેમ મેડિકલની સુવિધા આપવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમના દ્વારા અનેક વખત મુખ્યપ્રધાનને આ બાબતે પત્ર લખ્યો છે પણ તેનો પણ સંવેદનશીલ સરકારમાં પૂર્વ ધારાસભ્યોને સમય આપવાની  વાત તો દૂર જવાબRead More


સુભાષબ્રિજમાં ગંદકી બદલ બે કોમ્પ્લેક્ષની ૧૦૦ દુકાનો સીલ

સ્વચ્છતા મામલે અમદાવાદ દેશભરમાં છઠ્ઠા નંબર રહ્યું હોવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયું છે. ઉત્તરાયણના બીજા દિવસથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આજે સુભાષબ્રિજ પાસે આવેલા નંદનવન કોમ્પ્લેક્સ અને કાવેરી કોમ્પ્લેક્સમાં પુષ્કળ ગંદકી કરવા બદલ તેમાં આવેલી ૧૦૦ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી, જેને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. ખાસ કરીને વેપાર-ધંધા અને રોજગાર ધરાવતા લોકો અને એકમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તદુપરાંત, જાહેરમાંRead More


કેબિનેટ મંત્રી રાદડિયા અને ટોલ કર્મીઓ વચ્ચે માથાકૂટ

ગોંડલના રાજકોટ-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલનાકા પર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. ભરૂડી ટોલ પ્લાઝા પર કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ ટોલ કર્મચારીઓને લાંબી લાઇન ક્લિયર કરાવવા માટે ટકોર કરી હતી. જેના કારણે માથાકુટ થઇ હતી. આ બબાલને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો. ભરૂડી ટોલનાકા પર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે થયેલી માથાકૂટને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટોલનાકાના જવાબદાર અધિકારીઓના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા હતા, જેને લઇ કેબિનેટ મંત્રીએ ગંભીર નોંધ લઇ ટોલબુથના અધિકારીઓના બેજવાબદાર વલણની પણ ભારેRead More


વોટ બેંક માટે ઘણા નેતા સીએએનો વિરોધ કરી રહ્યા છે ઃ અમિત શાહ

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નાગરિકતા કાનૂન (સીએએ) પર સંસદમાં ચર્ચા કરવાની માંગ વચ્ચે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે, કેટલાક લોકો વોટ બેંક માટે આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. શાહએ રેલી દરમિયાન કહ્યું હતું કે, સીએએને રાજ્યમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સીએએના વિરોધને લઇને લાલૂ પ્રસાદ યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ નેતા દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, રાહુલRead More


ભારતીય વિચાર ગતિશીલ, વિવિધતા વાળો છે ઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, નફરત, હિંસા, સંઘર્ષ અને આતંકવાદથી મુÂક્તની રાહ જાઈ રહેલી દુનિયા માટે ભારતીય જીવન શૈલી આશાની કિરણ છે. તેમણે કહ્યું હતું કે, સંઘર્ષોને તાકાતની જગ્યાએ વાતચીતની શÂક્તથી ટાળવાની ભારતીય શૈલી છે. આઈઆઈએમ કોઝીકોડેમાં ગ્લોબલાઇઝિંગ ઇÂન્ડયન થોટ વિષય પર બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે, સદીઓથી ભારતની ધરતીએ દુનિયાનું સ્વાગત કર્યું છે. જ્યાં તમામ સભ્યતાઓ સમૃદ્ધ થઇ શકી નથી જ્યારે આપણી સભ્યતા ફુલી-ફાલી રહી છે કારણ કે, અહીં શાંતિ અને સદ્‌ભાવના દર્શન થાય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ઘૃણા, હિંસા, સંઘર્ષ અને આતંકવાદથી મુÂક્તની રાહRead More


દેવિન્દરની પુછપરછ ઃ ઘણા નવા  ચોંકાવનારા ધડાકા થયા

જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનમાં સક્રિય ખતરનાક ત્રાસવાદી સંગઠન હિઝબુલના ત્રાસવાદીઓને પોતાની કારમાં જમ્મુ લઇ જતી વેળા ઝડપાઇ ગયેલા જમ્મુ કાશ્મીર પોલીસના બરખાસ્ત ડીએસપી દેવિન્દર સિંહની પુછપરછ કરવામાં આવી રહી છે. દેવિન્દરની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. દેવિન્દરે આરોપ કરતા કહ્યુ છે કે પોલીસ દળમાં તૈનાત રહેલા અન્ય એક પોલીસ અધિકારી ત્રાસવાદીઓ માટે કામ કરી રહ્યા છે. દેવિન્દરસિંહે કબુલાત કરી છે કે તેઓએ ત્રાસવાદીઓની મદદ કરીને મોટી ભુલ કરી છે. જમ્મુ કાશ્મીર પોલીસના ઉચ્ચ સુત્રોએ કહ્યુ છે કે દેવિન્દર સિંહે ત્રાસવાદીઓને જમ્મુ લઇ જવા માટે ૧૦ લાખ રૂપિયાRead More


જમ્મુ કાશ્મીર ઃ જૈશના ૫ આતંકવાદી ઝડપાઇ ગયા

૨૬ જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરમાં એક મોટી આતંકી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓને આજે દબોચવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે હાથ ધરેલી એક મોટી કાર્યવાહીમાં આ આતંકીઓ શ્રીનગરના હજરતબલ વિસ્તારથી ધરપકડ કરાયા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને અન્ય સામાન મળી આવ્યો છે.મળતી માહિતી મુજબ આતંકીઓના એક મોટા મોડ્‌યુલનો પર્દાફાશ કરતા પોલીસે આજે સાંજે હજરતબલ પાસેથી આ આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા આતંકીઓ શ્રીનગરમાં ૨૬ જાન્યુઆરીની આસપાસ ફિદાયિન કે આઈઈડી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં. આ આતંકીઓRead More


ભુવનેશ્વર-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી, ૪૦ ઘાયલ

ઓરિસાના કટક વિસ્તારમાં ગુરૂવારે સવારે ગાઢ ધૂમ્મસના પગલે મુંબઇ-ભુવનેશ્વર ટ્રેન આગળ ઊભેલી એક માલગાડી સાથે ટકરાઇ જતાં ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૪૦ ઉતારુને નાનીમોટી ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને નજીકની હાÂસ્પટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. કટક પાસે આવેલા નરગુંડી રેલવે સ્ટેશને મુંબઇ-ભુવનેસ્વર લોકમાન્ય ટિળક ટ્રેને એજ ટ્રેક પર આગળ ઊભેલી એક માલગાડીને જારદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જારદાર હતી કે મુંબઇ ભુવનેશ્વર ટ્રેનના સાત ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. સાતમાંના પાંચ ડબ્બા પૂરેપૂરા ટ્રેક પરથી ઊતરી ગયા હતા જ્યારે બીજા બે અર્ધાપર્ધા ઊતરી ગયા હતા.Read More


error: Content is protected !!