Main Menu

Tuesday, March 20th, 2018

 

21-03-2018


આલેલે : અમરેલીમાં સાંતલી જળાશય નથી છતાં પણ સરકારે તેનો સૌની યોજનામાં સમાવેશ કર્યો

કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમરે વિધાનસભામાં બોલાવી સટાસટી અમરેલી, તા. 19 આજે વિધાનસભા ગૃહમાં સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગ, જળસંપત્તિ વિભાગ અને પાણીપુરવઠા વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં અમરેલી જિલ્‍લાના લાઠી વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્‍યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ જે સરકાર ભૂલી જતી હોય અને નાણાં ન ફાળવી શકતી હોય તેવી સરકાર પાસે અમે આશાઓ લઈને આવ્‍યા હતા, ગુજરાતની પ્રજા પણ આશા રાખી રહી હતી, હવે એ આશાઓ કયારે પૂર્ણ થશે તે અંગે ગુજરાતની પ્રજા શંકા વ્‍યકત કરી રહી છે. વધુમાં જણાવ્‍યું હતું કે, સૌનીRead More


સીરિયાના ઘોઉટામાં એક શાળા પર ૩ મિસાઈલ ઝિંકાઈ,૧૫ બાળકોના મોત

ઘોઉટા,તા.૨૦ યુદ્ધગ્રસ્ત સીરિયાના પૂર્વે ઘોઉટા શહેરમાં એક શાળા પર થયેલા હવાઈ હુમલામાં ૧૫ માસુમ બાળકોના મોત થયાં છે. આ હુમલામાં બે મહિલાઓ પણ મોતને ભેટી છે. બોમ્બ હુમલાથી બચવા આ તમામ શાળાના ભોંયતળિયામાં છુપાયેલા હતાં તે દરમિયાન જ આ ઘટના ઘટી હતી. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઈટ્‌સના જણાવ્યા પ્રમાણે ઘૌટામાં વિદ્રોહીઓ જ્યાં પોતાનો કબજા જમાવીને બેઠા છે તે અરબીનમાં આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. અહીં સીરિયન દળો સતત હુમલા કરી રÌšં છે. બ્રિટનની ઓબ્ઝેર્વરી સંસ્થાના પ્રમુખ રમી અબ્દેલ રહેમાને કÌšં હતું કે, આજે એક હવાઈ હુમલામાં ત્રણ મિસાઈલો શાળાનાRead More


પેપર બૅલટ તરફ પાછા વળવાનું પગલું અધોગામીઃ માજી મુખ્ય ચૂંટણી કમિશનર

હૈદરાબાદ,તા.૨૦ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી એસ કૃષ્ણમૂર્તિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈવીએમ)નો ઉપયોગ અત્યંત વિશ્ર્વસનીય છે. પેપર બૅલટ તરફ પાછા વળવાની પદ્ધતિ અપનાવવાનું પગલું અધોગામી છે. આ પદ્ધતિમાં ઘણી ગેરરીતિઓ આચરવાની શંકા છે. આને પરિણામે કાગળનો વેડફાટ થાય છે. અને પરિણામોની જાહેરાતમાં વિલંબ થાય છે. ઈવીએમને દેશના ગૌરવ અને અત્યંત વિશ્ર્વસનીય લેખાવતાં તેમણે વધુમાં જણાવ્યું કે કમનસીબે કેટલાક રાજકીય પક્ષો પેપર બૅલટની પદ્ધતિ ફરી દાખલ કરવાનું જણાવી રહ્યા છે. કેટલાક રાજકીય પક્ષો ચૂંટણીમાં સારો દેખાવ કરી શક્્યા ન હોવાનો અર્થ એવો નથી કે મશીન ખરાબ છે. એટલેRead More


વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે પરેશ ધાનાણીએ પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ કર્યો

ગાંધીનગર,તા.૨૦ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉપÂસ્થત કર્યો છે.અધ્યક્ષ સામે અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ કરાયો છે. શૈલેષ પરમારે ૨૮ ફેબ્રુઆરીએ અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. દરખાસ્ત રજૂ થવા છતાં પણ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો નથી. પરેશ ધાનાણીએ કÌšં કે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ બાબતે ચર્ચા કરવી જાઇએ. વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ગૃહમાં પ્રદીપ સિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. નિયમ પ્રમાણે ૧૪ દિવસની નોટિસ આપી છે. ચર્ચા માટે સરકાર સંપૂર્ણ તૈયાર છે.કોંગ્રેસે ગૃહમાં હોબાળો કર્યો તેમ છતાં અધ્યક્ષે સંચાલન કર્યુ છે.Read More


ઈરાકમાં અપહરણ થયેલ ૩૯ ભારતીયોની ISIS એ હત્યા કરી : સુષ્મા સ્વરાજ

વિદેશપ્રધાને રાજ્યસભામાં માહિતી આપી,તમામ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ સાબિત થયા રાજ્યસભામાં વિદેશ મંત્રીના ખુલાસા બાદ સંસદમાં મૌન પાળી તમામ મૃતકને શ્રદ્ધાંજલી અર્પણ કરી,મૃતકોના નશ્વર અવશેષોને પાછા લાવવા જનરલ વીકે સિંહ ઇરાકમાં જશે ૨૦૧૪માં અપહરણ થયેલ,પર્વત ખોદીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા,ઇરાકી સરકારનો આભાર માન્યો,૩ વર્ષ સુધી તપાસ ચાલી,મૃતકોમાં ૩૧ લોકો હિમાચલ – પંજાબના, અન્ય બંગાળના છે ન્યુ દિલ્હી,તા.૨૦ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં ઇાકમાં બંધક બનાયેલ ૩૯ ભારતીયોના મોતની પુÂષ્ટ કરી. રાજ્યસભામાં જવાબ આપતા સુષ્મા સ્વરાજે કÌšં કે એકદમ કઠણ હૃદયની સાથે સાચું, પરંતુ ૩ વર્ષ બાદ ૩૯ બંધક ભારતીયોના ઇરાકમાંRead More


આરબીઆઈની નવી યોજના : રૂ.૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટોની ઇંટો બનશે..??

ન્યુ દિલ્હી,તા.૧૯ નોટબંધી બાદ રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની જૂની નોટોમાં અસલી-નકલી નોટોની ઓળખ થઇ ચુકી છે અને તેની ગણતરી પણ થઇ ચુકી છે. તેના ટુકડા કરીને ઇંટનું રૂપ આપ્યા બાદ ટેન્ડરના માધ્યમ દ્વારા તેનો નિવેડો લાવવામાં આવશે. ભારતીય રિઝર્વ બેન્કે સૂચનાના અધિકારના કાયદા હેઠળ આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે ૩૦ જૂન ૨૦૧૭ના રોજ પ્રારંભિક આકલનમાં રિઝર્વ બેન્કે જૂની ૫૦૦ અને ૧૦૦૦ની નોટોનું કુલ મૂલ્ય ૧૫.૨૮ લાખ કરોડ રૂપિયા જણાવવામાં આવી રÌšં છે. એક આરટીઆઇના જવાબમાં રિઝર્વ બેન્કે કÌšં, નોટબંધી બાદ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની બંધ થયેલી જૂનીRead More


છૂટાછેડા બાદ ઋતિક-સુઝેન એકબીજા સાથે હાલિડે પર જશે..!!

ઋત્વક રોશન-સુજૈન કાનની પ્રેમકહાણી તલાક બાદ પણ જાવા મળે છે. જ્યાં બંનેના ફરી લગ્નની વાતે સામે આવી રહી છે. તો બીજી તરફ બંને જલ્દી હાલિડે પર જવાનો પ્લાન બનાવી રહ્યાંના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. એક મળતા અહેવાલ મુજબ ઋÂત્વક અને સુજૈન એકસાથે ગોવા ફરવા જઇ રહ્યાં છે. આમ પણ છુટાછેડા લીધા બાદ પણ બાળકો માટે બંને ઘણીવખત એકસાથ જાવા મળ્યાં છે. પંરતુ આ પહેલી વાર હશે કે કે તેઓ બંને બાળકો વગર હાલિડે પર જશે. આ પ્રવાસ એટલા માટે પણ ખાસ છે કે આ બંને એક-બીજાને સમય આપવા ઇચ્છેRead More


રણવીર સિંહને બોલીવુડ સ્ટાર બનાવવા પાછળ રણબીર કપૂરનો હાથ..!!

મુંબઈ,તા.૧૯ રણવીર સિંહે ૮ વર્ષમાં સફળતાની એ ઊંચાઇઓને આંબી લીધી છે જ્યાં પહોંચવું દરેક અભિનેતાનું સપનું હોય છે. રણવીરે તેના દરેક પાત્રને બખુબી નિભાવ્યું છે. એ પછી ‘ગોલીયોં કી રાસલીલા રામલીલા’માં ગુજરાતી છોકરાનું પાત્ર હોય કે ‘પદ્માવત’માં અલાઉદ્દીન ખિલજીનું. રણવીરે એવા પાત્રો નિભાવ્યા છે જે યાદગાર બની ગયા છે. આ દરમિયાન રણવીર એક ઇવેન્ટમાં પહોંચ્યો હતો અને ત્યાં તેણે ૮ સાલ જુની પોતાના કેરિઅર વિશેની એક વાત કહી હતી. રણવીર સિંહે બોલિવુડમાં ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી શરૂઆત કરી હતી. રણવીરે પોતાની આ પ્રથમ ફિલ્મ વિશે એવી વાત જણાવી જે લોકોRead More


કાર્તિકે ૩૨ વર્ષ બાદ મિયાદાંદના પ્રખ્યાત છક્કાને ફીકો પાડી દીધો

કોલંબો,તા.૧૯ રવિવારે રાત્રે દિનેશ કાર્તિકની જાદુઈ બેટિંગના કારણે ક્રિકેટ જગતમાં ધૂમ મચી ગઈ હતી. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં કાર્તિકે ૮ બાલમાં ૨૯ રન બનાવી બાંગ્લાદેશની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. છેલ્લા બાલ પર કાર્તિકે છક્કો માર્યો હતો અને ટીમ ઈÂન્ડયાને નિદહાસ ટ્રોફી અપાવી હતી. ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર બીજા અવસર છે, જ્યાં કોઈ ટીમે છેલ્લા બાલ પર છક્કો મારીને કોઈ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જીત મેળવી હોય. તેની પહેલા ૧૯૮૬માં જાવેદ મિયાંદાદે શારજહામાં ભારત વિરુદ્ધ આ રીતે છક્કો માર્યો હતો. ત્યારબાદ કાર્તિકે ૩૨ વર્ષ બાદ મિયાદાંદના પ્રખ્યાત છક્કાને ફીકો પાડી દીધોRead More