Main Menu

Saturday, March 23rd, 2019

 

છ જીલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ ઇસમને હદપારી હુકમ ભંગ બદલ પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ

            આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ યોજાનાર હોય જે ચુંટણી અંતર્ગત આજરોજ તા.૨૩/૦૩/૨૦૧૯ ના રોજ ડી.જી.પી. દ્રારા ડે-નાઇટ કોમ્બીંગ ડ્રાઇવનુ આયોજન થયેલ હોય જે અંતર્ગત ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર  તથા બોટાદ પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતાની સુચના મુજબ વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવ અંતર્ગત ગઢડા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહીલ તથા હેડ કોન્સ. રામદેવસિંહ ચાવડા તથા પો.કોન્સ. કુલદિપસિંહ ખેર તથા પો.કોન્સ. અગરસંગભાઇ મકવાણા એ રીતેના સ્ટાફના માણસો ગઢડા પો.સ્ટે. વિસ્તારમાં કોમ્બીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસRead More


રાજકોટ જેલમાંથી પેરોલ જંપ થયેલ ઇસમને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ

 ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે જેલમાંથી ફરાર થયેલ કેદીઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આર.આર.સેલના સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે બોરતળાવ પોલીસ ઇ.પી.કો. કલમ ૩૦૬ વિ. મુજબના ગુન્હાના કામે કેદી નાસીરભાઇ ઉર્ફે ભુરો સલીમભાઇ પઠાણ ઉ.વ.૩૨ રહેવાસી-કુંભારવાડા, મોતીતળાવ શેરીનં-૬, બોરડીવાળી શેરીવાળો ખાંચો ભાવનગર વાળો કેદી નંબર ૪૪૭૦૧ થી કેદની સજા રાજકોટ મધ્યસ્થ જેલમાં ભોગવી રહેલ હતો અને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ નંબર-૮૭/૨૦૧૮ તારીખ ૨૧/૦૧/૨૦૧૯ થી પ્રથમ દિન-૧૦Read More


બોટાદ એલ.સી.બી તથા બરવાળા પોલીસ દ્વારા વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે ધકેલવામાં આવ્યો

અશોક કુમાર નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાઓએ બોટાદ જીલ્લામાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અનુસંધાને ગઇ તારીખ ૦૬/૦૨/૨૦૧૯ ના રોજ આરોપી સહદેવસિંહ ગંભીરસિંહ રાઠોડ રહે.વૈયા તા.બરવાળા જી.બોટાદ વાળાને અલગ અલગ બ્રાંડના ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ. ૧,૨૪,૬૦૦/- તથા એક ઇકો ગાડી કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૫૦૦/- મળી કુલ રૂપીયા ૨,૭૬,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી બરવાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહીRead More


SUPRABHAT SAURASHTRA 23-03-2019


મહાપાલિકાનું બજેટ સર્વસંમતિથી મંજુર

ભાવનગર તા. રર ભાવનગર મહાપાલીકા સાધારણ સમગ્ર સભાની બેઠક રૅ૦૧૯-ર૦નું અંદાજપત્ર પાસ કરવા મેયર મનભા મોરીના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં પુર્વ ડે. મેયર ગોવિંદભાઈ કુકરેજીયાના અવસાન અંગે સભા ગૃહે મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પી હતી. બાદમાં તા. ર૦-રની કાર્યનોંધ બહાલ રાખી હતી. ત્યાર બાદ મેયરે લોકસભાની ચૂંટણી અને આચાર સહિતા હોય બજેટ સર્વ સંમતિથી મંજુર પાસ કર્યાની ઘોષણા કરતા મહાપાલિકા કોંગ્રેસ પાર્ટીના નેતા જયદિપસિંહ ગોહિલે ઉઠીને એવી વાત કરી કે ચર્ચા વીચારણા કરવા નથી માંગતા બજેટ અંગે અમે ચર્ચા કરતા જ નથી… આવી વાત કરીને વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ મેયરનેRead More


રૂ. ૪.૧૬ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેતી અલંગ પોલીસ

અલંગ તા. રર અલંગ પોલીસ સ્ટાફ સાથે સરકારી જીપમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન ફરતાં-ફરતાં ત્રાપજ ગામે આવતાં ઇ/ચા. પોલીસ ઇન્સ.વી.એ.સેંગલ અલંગ પો.સ્ટે.ને ખાનગીરાહે બાતમી મળેલ કે, ત્રાપજ ગામે ત્રાપજ થી સથરા જવાના રસ્તે બપાડા ખાતા તરીકે ઓળખાતી સીમમાં આવેલ ત્રાપજ ગામના હરપાલસિંહ ટપુભા ગોહીલ તથા દિવ્યરાજસિંહ ઉર્ફે કડી બળભદ્દ્રસિંહ ગોહીલ રહે.બંન્ને ત્રાપજવાળાએ પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં ગે.કા. પાસ પરમીટ વગર ભારતિય બનાવટનો ઇગ્લીંશ દારૂનો જથ્થો વેંચાણ અર્થે રાખેલ છે. જેથી તુરંત જ બાતમીવાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતાં આરોપી હરપાલસિંહ ટપુભા ગોહીલ રહે.ત્રાપજવાળો કાંટાની વાડ કુદી ભાગી ગયેલ છે. અનેRead More


શહેર અને જિલ્લામાં રંગ પર્વની હર્ષભેર ઉજવણી

બાળકો અને યુવાનોનાં પ્રીય એવો રંગોત્સવ પર્વ ધુળેટીની ભાવેણામાં રંગભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરનાં વિવીધ વિસ્તારોમાં સવારથી જ બાળકો ઘરની બહાર ફળીયામાં કે શેરી, મહોલ્લામાં અને એપાર્ટમેન્ટનાં પા‹કગમાં પહોચી એક બીજાઓ ઉપર પીચકારી વડે પાણી અને રંગ છાંટીને ધુળેટી રમ્યા હતા તો.યુવાનો અને યુવતીઓ પણ એક બીજાને કલર છાંટીને રંગે રમ્યા હતા. અને એક સાથે ગ્રૃપમાં એકબીજાનાં ઘેર જઈને તેમની સાથે પણ ધુળેટી રમ્યા હતા. તો રસ્તા ઉપર પણ લોકો રંગે રમતા જાવા મળ્યા હતા જ્યારે પોલીસ ગ્રાઉન્ડ ખાતે આઈ.જી., એસ.પી. સહિત પોલીસ અધિકારીએ પણ રંગોત્સવ પર્વ મનાવ્યો હતોRead More


સાળંગપુર ખાતે ભવ્ય ફૂલદોલ ઉત્સવ ઉજવાયો

બરવાળા તા. રર ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતની ચરણરજથી પાવન થયેલ સાળંગપુર ગામમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ફૂલદોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વવંદનીય પ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા આ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો. જેમાં દેશ પરદેશથી ૫૦ હજારથી વધુ ભાવિક ભક્તો તેમજ ૭૦૦થી વધુ સંતો લાભ લેવા પધાર્યા હતા. વિશ્વવિખ્યાત બનેલ સાળંગપુરના પુષ્પદોલોત્સવની તા.૨૧-૦૩-૨૦૧૯ ના રોજ સાંજે ૫.૦૦ કલાકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી જ સમગ્ર સારંગપુર ગામ ભાવિક ભક્તોના માનવ મહેરામણથી હિલોળે ચડ્યું હતું. હરિભક્તોના વિશાળ પ્રવાહથી ગામની ગલીઓ ઉભરાઈ ગયેલ હતી. મંદિર પરિસરમાંRead More


નંદકુંવરબા કોલેજમાં ધુળેટીની ઉજવણી

નંદકુંવરબા મહિલા કોજ દેવરાજનગર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ તહેવારનું મહત્વ છે. જેમાં ધુળેટી પર્વ્‌ એટલે એક બીજાને રંગ લગાડીને આ તહેવારની ઉજવણી કવામાં આવે છે. નંદ કુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ માત્ર ગુલાબલ દ્વારા આ તહેવારની ઉજવણી કરી હતી.


રાજુલાની વિકટર પે સેન્ટર શાળાના બાળકો  રાજ્ય પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઝળક્યાં

રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્રારા લેવાયેલી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળાના ધોરણ 6 નાં વિદ્યાર્થીઓ વાળા હિર્વીતા, વેલારી વિભૂતિ , સાંસલા ભાવેશ,શિયાળ મેહુલ એ જ્વલંત સફળતા હાંસલ કરી.. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ને સફળતા અપાવવામાં વર્ગ શિક્ષક અનીલાબેન પરમાર  તથા જે કહેવું એ કરી બતાવવાની નેમ રાખનાર આચાર્ય શ્રી રાજુભાઇ સાકરિયા  તથા તમામ શિક્ષકોએ માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ..તમામ સ્ટાફે શુભેચ્છા સહ બાળકોની પ્રગતીમાં સતત પ્રેરક બળ પુરુ પાડો તેવી અભિલાષા. રિપોર્ટર: અજય શિયાળ વિકટર


error: Content is protected !!