Main Menu

Sunday, March 24th, 2019

 

સસ્પેન્સનનો અંત ઃ ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર ડો.ભારતીબેન શિયાળ રિપીટ

જાગાનુજાગ આજે ડો.ભારતીબેન શિયાળનો જન્મ દિવસ હોય ત્યારે જ લોકસભાના ઉમેદવાર તરીકે મોડી સાંજે નામ જાહેર થતા જન્મદિવસની ખુશી બેવડાઈ ભાવનગર,તા.ર3 દેશભરમાં જયારે લોકસભા ચુંટણીનું બ્યુગલ ફુંકાઈ ગયુ છે ત્યારે ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર આખરે ભારતીબેન કપાશે કે રિપીટ થશે જા કપાઈ તો નવો ચહેરો કોણ ? તે અંગે જાત જાતની ચર્ચાઓ વચ્ચે આજે લગભગ સાડા આઠ વાગે ભારતીબેનના નામ પર મંજુરીની મ્હોર લાગતા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયુ છે. ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પરથી ચુંટણી જાહેર થતા જ જાત જાતની ચર્ચાઓએ જાર પકડયુ હતુ.Read More


ભાવનગર-બોટાદના સાંસદ પદના ઉમેદવાર ડો.ભારતીબેનના જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા શુભેચ્છકો…

ભાવનગર-બોટાદના સાંસદ પદના ઉમેદવાર ડો.ભારતીબેન શિયાળના જન્મદિવસ પ્રસંગે આજે તેમના નિવાસ સ્થાને ડો.ભારતીબેનને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉમટી પડયા હતા. સાથે સાથે જન્મ દિવસની ઉજવણી વેળાએ જ ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળનું નામ રિપીટ થતા ખુશી બેવડાઈ ગઈ હતી. આ તકે ‘સુપ્રભાત સૌરાષ્ટ્ર’ના તંત્રી વિષ્ણુભાઈ યાદવે ખાસ ઉપસ્થિત રહી ડો.ભારતીબેન શિયાળ ભાવનગર-બોટાદની બેઠક પર જંગી લીડથી ચુંટાઈ આવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે ‘સુપ્રભાત સૌરાષ્ટ્ર’ દૈનિકના બોટાદના બ્યુરો ચીફ વિજયસિંહ ચુડાસમા, બોટાદ સમાચારના તંત્રી નિરજભાઈ દવે, વી નાઈન ન્યુઝ ચેનલના ચેરમેન ઈમરાનભાઈ જાખીયા ઉપસ્થિત રહ્યા હતા.


પીએમ કિસાન ઃ કુલ ૪.૭૪ કરોડ ખેડૂતોને રકમ ચુકવાશે

નવી દિલ્હી, તા. ૨૩ સામાન્ય ચૂંટણી માટે આચારસંહિતા ૧૦મી માર્ચના દિવસે અમલી બને તે પહેલા પીએમ કિસાન સ્કીમ હેઠળ નોંધણી કરાવી ચુકેલા આશરે ૪.૭૪ કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને તેમના બેંક ખાતામાં બે હજાર રૂપિયાની બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ હવે મળનાર છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ આજે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૪.૭૪ કરોડ લાભાર્થીઓ પૈકીના ૨.૭૪ કરોડ ખેડૂતોને પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની રકમ મળી ચુકી છે. બાકીના ખેડૂતોને આ મહિનામાં આવરી લેવામાં આવશે. ચૂંટણી પંચે ૧૦મી માર્ચ પહેલા સ્કીમ હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને પ્રથમ અને બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ ટ્રાન્સફરRead More


કોંગ્રેસ શહીદોના લોહી પર રાજકારણ રમે છે,રાહુલ ગાંધી દેશની માફી માંગેઃ અમિત શાહ

નવીદિલ્હી, તા. ૨૩ પુલવામા ત્રાસવાદી હુમલાને રુટિન એટેક તરીકે ગણાવનાર કોંગ્રેસી નેતા શામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે પત્રકાર પરિષદ યોજીને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે શામ પિત્રોડાના નિવેદન ઉપર રાહુલની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના સભ્યોના નિવેદન પર દેશની પ્રજાની માફી માંગે તે જરૂરી છે. દેશના શહીદોનું અપમાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમિત શાહે કહ્યું હતું કે, શહીદોના પરિવાર અને જનતાની રાહુલે માફી માંગવી જાઇએ. માત્ર શામ પિત્રોડાના નિવેદનથી પીછેહઠRead More


એક ના ડબલ આપવાની લાલચ આપી લોકોને ઠગતી ટોળકીને મહુવામાંથી દબોચી દેતી ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ

     બે-ત્રણ દિવસ પુર્વે  ભાવનગર એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ હતી કે, એક આંતર જીલ્લા ગેંગ છે જે લોકોને એકના ડબલ આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઇ કરી પૈસા પડાવી લેવાનો ધંધો છેલ્લા ઘણા સમયથી સક્રિય થયેલ છે. આ ગેંગમાં ઇમરાન દિનુભાઇ ભુરાણી રહે. સાંવરકુંડલા, બસ સ્ટેશનની પાછળ કાપડીયા સોસાયટીવાળો તેની ગેંગ સાથે મળી લોકો પાસેથી સાચા પૈસા લઇ તેની ડબલ પૈસા કેમીકલથી કાળા રંગના કાગળમાંથી પૈસા બનાવી આપવાનો વિશ્ર્વાસ આપી લોકોને છેતરે છે. અને હાલ આ ગેંગ ભાવનગર જીલ્લામાં આવેલ છે અને શિકારની શોધમાં છે.   ભાવનગર જીલ્લાના પોલીસRead More


દામનગર શહેર માં સિક્સ બટાલિયન ગ્રૂપ દ્વારા બાઇક રેલી યોજી શહીદો ને શ્રધાંજલિ આપી હતી

દામનગર શહેર ની સિક્સ બટાલિયન ગ્રૂપ દ્વારા શહીદ દીને બાઇક રેલી યોજી હતી શહેર ના સરદાર ચોક થી પ્રસ્થાન થયેલ બાઇક રેલી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ફરી હતી અને પુરા અદબ સાથે  શહીદો ને શ્રધાંજલિ અર્પિ હતી ૨૩ માર્ચ ના શહીદ વીર ભગતસિંહ વીર સુખદેવ અને વીર રાજ્યગુરૂ એ દેશ માટે શહાદત થઈ દેશ ને ગુલામી ના ગૂંગળામણ માં થી મુક્ત કરવા અંગ્રેજ હુકુમત સામે ખુલ્લી બગાવત કરી અંગ્રેજ સલ્તનત સામે બગાવત કરી અને શહીદી વહોરી હતી વીર સપૂતો ને શહેર ની સિક્સ બટાલિયન દ્વારા પુરા અદબ સાથેRead More


સાવરકુંડલા ટાઉન વિસ્તારના મારૂતિનગરમાંથી દેશી જામગરી બંદુક સાથે આરોપી ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ

​ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય  દ્વારા આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અનુસંધાને ભયમુક્ત અને તટસ્થ મતદાન થાય તે હેતુથી ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ.આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ તા.૨૩/૦૩/૨૦૧૯ ના રોજ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમી રાહે હકિકત મળેલ સાવરકુંડલા મારૂતી નગરમાં રહેતો એક ઇસમ પોતાની પાસે જામગીરી દેશી બંદુક રાખે  છે. તેવી ચોક્કસ બાતમી મળતા મારૂતીનગર વિસ્તારમાંથી બાતમીમાં જણાવેલ વર્ણન વાળા ઇસમને દેશી બનાવટની જામગરી બંદુક (હથિયાર) સાથે ઝડપી પાડેલ છે. દાઉદભાઇ કાળુભાઇRead More


ચુંટણીને લઈ બોટાદ જીલ્લા પોલીસ એલર્ટ :  ઢસામાં ચેકીંગ કામગીરી શરૂ 

રાજ્યમાં કડક આચારસંહિતા નો અમલ શરૂ થયો નણાકિય વ્યવહારો  ગેરકાયદેસર હથિયારો તથા સ્ફોટક પદાર્થ તથા નશીલા પદાર્થો ની હેરાફેરી ઉપર બાજ નજર રખાશે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારતથા બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના મુજબ વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણી ને લઇને રાજ્ય મા કડક આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે ઢસામાં મેઈન હાઇવે રોડ આવેલ હોવાથી અને આવા સમયે દારૂ રોકડ રકમ ગેરકાયદેસર હથિયારો તથા સ્ફોટક પદાર્થ તથા નશીલા પદાર્થો ની હેરાફેરી ન થાય તે માટે ઢસા પોલીસે ઠેર ઠેર ચાંપતોRead More


ભાવનગર ભાજપ યુવા મોરચા દ્વારા શહિદ દીને પુષ્પાંજલિ કાર્યક્રમ

ભાવનગર શહેરમાં આજે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહિદ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો શહેરના હલુરીયા ચોક ખાતે આવેલ શહિદ સ્મારક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શહેર ભાજપના મહામંત્રી મહેશભાઈ રાવળ. યુવા મોરચાના પ્રમુખ કે સી ભાલ. કમલેશભાઈ ઉલવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીર તોફીક આરબ ભાવનગર)


error: Content is protected !!