Main Menu

December, 2019

 

ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી

ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂ.ે૬ કરોડ ઉપરાંતના વિકાસ કામ સહીતના ઠરાવ મંજુર કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજુઆત કરવામાં આવી હતી. સ્ટઠેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સભ્યો દ્વારા સિદસરમાં ગટર યોજનાનું અધુરૂ છોડી દેવામાં આવેલ કામ, સિદસર રોડની અવદશાં કચરાના પોઈન્ટ, ઘરવેરાની રીકવરી સહીતના મુદ્દાઓ અંગે રજુઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત શહેરના ગંગાજળીયા તળાવમાં આવેલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન્ટ અન્ય સ્થળે ખસેડવા તેમજ ચાવડીગેટ વિસ્તારમાં આર.ટી.એસ. પ્લાન્ટનો વિરોધ હોય અમલવારી ન કરવા સભ્યોએ રજુઆત કરી હતી.આ બેઠકમાં ઝવેરચંદRead More


ગઢેચી વડલા નજીક આવેલ રામજીની વાડીમાં આવેલ રહેણાંકી મકાનમાં ચોરી

ભાવનગરના ગઢેચી વડલા નજીક આવેલ રામજીની વાડીમાં આવેલ રહેણાંકી મકાનમાં ચોરીની ઘટના બનતા ડી.ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના ગઢેચી વડલા નજીક આવેલ રામજીની વાડીમાં રહેતા અજીતસિંહ ગોહીલના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ ચોરીના ઈરાદે પ્રવેશેલા તસ્કરોએ ઘરધણી સુતા હતા તે રૂમને બહારથી બંધ કરી દઈ બાજુના રૂમમાં રાખેલા સોના-ચાંદીના ઘરેણા મકાનનો દસ્તાવેજ લઈને ફરરાર થઈ ગયા હતા. અજીતસિંહના મકાનના અવાજ થતા જાગી ગયેલ પડોશમાં રહેતા સુરેશભાઈએ બે તસ્કરોને ચોરી કરીને જતા જાયા હતા. ચોરીની ઘટના અંગે દિલહરબા ગોહીલ તથા પાડોશમાં રહેતા સુરેશરભાઈએ માહિતીRead More


 પાલીતાણા નાગરિક બેન્કના સભાસદના વારસદારને મૃત્યુ સહાય યોજનાના ચેક અપાયા

પાલીતાણા નાગરિક શરાફી સહકારી મંડળી ના બે મુત્ક સભા સદો ના પરીવાર ના સભ્ય સભ્યો ને નાગરિક બેન્ક ની મુત્યુ સહાય યોજના હેઠળ ૧સભાસદ રતિલાલભાઈ જીવાભાઈ ગોહીલ તેમનું મુત્યુ કુદરતી રીતે થયુ હતું તેના વારસદાર વિક્રમભાઈ રતિલાલભાઈ ગોહીલ ને રુપિયા ૧૦.૦૦૦  નો ચેક તેમજ બીજા સભાસદ જમાલભાઈ જીવાભાઈ ટાંક નુ મુત્યુ કુદરતી રીતે થયુ હતું તેના વારસદાર અબ્દુલભાઈ દાઉદભાઈ ટાંક ને રુપિયા ૧૦.૦૦૦ નો ચેક નાગરીક શરાફી સહકારી મંડળી ના કર્મચારી દ્વારા આપવા મા આવ્યો હતો.


 સાતેક મહીના પહેલા ચોરી કરેલ એકટીવા સાથે એક ઝડપાયો

જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે કુંભારવાડા સર્કલ તરફથી ગઢેચી વડલા તરફ ના રસ્તે એક ઇસમ શંકાસ્પદ હોન્ડા એકટીવા સ્કુટર ગ્રે/સીલ્વર કલરનુ નંબર પ્લેટ વગરની સાથે આવવાનો છે તે મોટર સાયકલ ચોરી કરી લાવેલ છે તેવી હકિકત મળતા પંચો સાથે બાતમી વાળી જગ્યાએ જઇ ખરાય કરતા બાતમી તથા વર્ણન વાળો ઇસમ મળી આવતા નામ સરનામું કરશનભાઇ ઉર્ફે ઘોહો દેવજીભાઇ શિયાળ જાતે કોળી ઉ.વ.૩૦ રહે.ભારાપરા ગામ તા.તળાજા જી.ભાવનગર વાળો હોવાનું જણાવેલ તેની પાસેના હોન્ડા એકટીવા મો.સા.ગ્રે/સિલ્વર કલરનુRead More


પાલીતાણા મામલતદાર કચેરીમા  ઓનલાઈન સેવા અવાર નવાર ઠપ થતા અરજદારો પરેશાન

પાલીતાણા મામલતદાર કચેરી નું  છાશ વારે ઈન્ટરનેટ લાઈન માં ફોલ્ટ સજાતા ઓનલાઈન સેવાઓ બંધ થઈ ગયેલ આજે સવાર થી ઈનટરનેટ કનેક્શન મા કનેકટીવીટી ન મળતા ૭ ૧૨ ૮ અ સોગંદનામા રેશનકાર્ડ  આધારકાડ સ્ટેમ પેપર તેમજ  તમામ પ્રકારના દાખલા તમામ વિદ્યાર્થી ખેડુતો અમુક પ્રજાનુ કોઈ કામ થવા પામ્યું ન હતું મહીના મા અમુક દિવસો ઈન્ટરનેટ બંધ રહેતા પ્રજા ના અગત્યના કામો ઠપ થઈ જાય છે તાલુકા ના ગામડે થી આવતા લોકો ને ધરમ ધકો થવા પામ્યો હતો આ અંગે અધીકારી ને પુછતા રોડના કામો ચાલતા હોય તેથી અવાર નવાર કેબલ ટુટીRead More


અધેવાડા નજીક બે કાર વચ્ચે અકસ્માત

નેશનલ હાઇવે રોડ અધેવાડા ગામ નજીક શિવકુંજ આશ્રમ પાસે ક્રિષ્ણા ફાર્મ સામે વેગેનાર એન્ડ ઇનોવા કાર સામસામે ધડાકાભેર અથડાતાં બંને ફોરવિલ ગાડીઓને જોરદાર નુકસાન તેમજ વેગેનાર કારમાં બેઠેલ લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ…


બોટાદ BAPS સ્વામિ. મદિરમાં ભવ્ય શાકોત્સવ કાર્યક્રમ યોજાયો

સાળંગપુર મદિર ના સંત પૂજ્ય જ્ઞાનનયન સ્વામી દ્વારા વેશ્વિક સમસ્યાઓ અને સમાધાન પર માર્ગદર્શન આપ્યું .મોટી સખ્યામાં હરીભક્તો રહ્યા હાજર. બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ  મદિરમાં ભવ્ય   શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સાળંગપુર મદિર ના સંત પૂજ્ય જ્ઞાનનયન સ્વામી દ્વારા વેશ્વિક સમસ્યાઓ અને સમાધાન પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . જ્યાં આ માર્ગદર્શન શિબિર અને  શાકોત્સવ માં મોટી સખ્યામાં હરી ભક્તો હાજર રહ્યા હતા .


બોટાદ કુષ્ણસાગર તળાવે  સ્ટ્રીટ લાઈટો બધ  રહેતા  વોકીગ કરવા આવતા લોકો પરેશાન

બોટાદ શહેરના કુષ્ણસાગર  તળાવ પાસેની તમામ  સ્ટ્રીટ લાઈટો બધ   રહેવાથી વહેલી તકે વોકીગ કરવા અને જીમ જવા માટે આવતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે .તેમજ તળાવની પાળો ઉપર ફૂટપાથ બનાવી દેવામાં આવી છે પરતું બને બાજુ  બાવળો ના ઝુડ હોવાથી  વોકીગ કરવા જતા લોકોને જીવ જતું નીકળવાની બીક રહે છે . બોટાદ નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે કુષ્ણસાગર તળાવ ઉપર ફૂટપાથ બનાવામાં આવી છે .પરતું અહિયાં સુવિધા ના નામે મીડું હોઈ તેવું લાગી રહ્યું છે.અહિયાં તળાવ ની ફૂટપાથ ઉપર બનાવેલ છે ત્યાં બને બાજુ મોટી સખ્યામાં બાવલોRead More


જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસનો સફાયોઃ ભાજપની બલ્લેબલ્લે

આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પેટાચૂંટણી યોજાઈ હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ૩૩માંથી ૨૯ બેઠક પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ચૂંટણીમાં ભવ્ય વિજય થતા મુખ્યમંત્રી રૂપાણીએ ટ્‌વીટર પર ખુશી વ્યક્ત કરી આભાર – નિહારીકા રવિયા  છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પેટાચૂંટણીના પરિણામ અંગે બે ટ્‌વીટર કર્યા હતા. પ્રથમ ટ્‌વીટમાં તેમણે લખ્યું“ગુજરાતના અલગ અલગ વિસ્તારોની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ૩૩ માંથી ૨૯ સીટ પર ભાજપના ઉમેદવારોને જીતાડવા બદલ જનતાનો અને તમામ કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર. આ ચૂંટણીનો ભવ્ય વિજય આગામીRead More


મોડાસામાં એક તરફી પ્રેમમાં યુવકે ધોળા દિવસે યુવતીનું અપહરણ કર્યું

માલપુર ગામની યુવતી આજે સવારે કોલેજમાં જતી હતી ત્યારે સફેદ રંગની બોલેરો કારમાં આવેલા બે યુવકોએ અપહરણ કર્યું છે. તેની સાથે રહેલી યુવતીની બહેનપણીએ યુવતીને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહી. કારમાં આવેલા બે યુવાનો અને આ બંન્ને યુવતીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જે બાદ યુવાનો યુવતીનું અપહરણ કરીને મોડાસાથી બેરુંડા રોડ તરફ ફરાર થઇ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થઇ ગયો હતો. જાકે, ગણતરીનાં જ કલાકોમાં યુવતીનો છૂટકારો થયો છે. અપહરણકારો યુવતીને માલપુર તાલુકામાં મુકીને ફરાર થઇ ગયા છે. હાલ સ્થાનિક પોલીસ ગુનોRead More


error: Content is protected !!