Main Menu

Wednesday, January 1st, 2020

 

સુરક્ષા સેતુ અંતર્ગત ગઢડાની કેન્દ્રવર્તી શાળા નં-૩ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

બાળકોમાં પોલીસ પ્રત્યેનો ડર દૂર થાય અને બાળકો ભવિષ્યમાં ગુના કરતા અટકે તે આશયથી સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રવર્તી શાળા નં-૩ ના બાળકોએ ગઢડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી જેમાં ગઢડા પીએસઆઇ આર.કે.પ્રજાપતિ અને મહિલા કોન્સ્ટેબલ ઉષાબેન વેલાણી તેમજ ગઢડા પોલીસ સ્ટાફ દ્વારા શાળના બાળકોને પોલીસની કામગીરી જેવીકે હ્લૈંઇ કઈ રીતે નોંધાઇ, વાયરલેસ દ્વારા તાલુકા અને જિલ્લામાં માહિતીની આપલે કઈ રીતે થાય, લોકઅપ અને હથિયાર અંગે માહિતી આપેલ હતી. જેમાં કેન્દ્રવર્તીશાળા નં-૩ના શિક્ષિકા પરમાર હિરલબેન અને હિતેક્ષાબેન દ્વારા ખાસ જહેમત ઉઠાવી હતી.


ભાવનગર ખાતે ૩૧ ડિસેમ્બરની ડાન્સ પાર્ટી સહિતના કાર્યક્રમો યોજાયા

ભાવનગર ખાતે ૩૧મી ડિસેમ્બરની ડાન્સ પાર્ટી સહિતના કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની ઈસ્કોન કલબ સહિતના સ્થળોએ ડાન્સ્‌ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈસ્કોન કલબ દ્વારા ૩૧ ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને આવકારવા માટે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં નાના બાળકોથી લઈને વડિલો સુધીના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેર અને જિલ્લામાં વિવિધ સંસ્થાઓ, મંડળો ઉપરાંત હોટલ, પાર્ટી પ્લોટ, ફાર્મહાઉસ સહિતના સ્થળોએ ડાન્સ્‌ પાર્ટી, રાસ-ગરબા સહિતના કાર્યક્રમો સાથે ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી.


ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા શહેરના એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ ખાતે ખાદી-ગ્રામોદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન યોજાશે

ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા શહેરના એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ ખાતે તા. ૩ થી ૧ર જાન્યુઆરી દરમ્યાન ખાદી-ગ્રામોદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન યોજાનાર છે. ખાદી ગ્રામોદ્યોગ કમીશન – અમદાવાદના સૌજન્ય્થી યોજવામાં આવનાર પ્રદર્શનના આયોજન અંગે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં જવલંતભાઈ દેસાઈ, પ્રદિપભાઈ દેસાઈ, બકુલભાઈ ચાતુર્વેદી, જીતુભાઈ ઉપાધ્યાય, પુર્ણેન્દુભાઈ પારેખ, ધીરૂભાઈ કરમટીયા, મુકેશભાઈ શાહ સહિતના હોદ્દેદારો ઉપÂસ્થત રહ્યા હતાં. ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા લોકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.


૩૧મી ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષી પોલીસ તંત્ર દ્વારા મોડીરાત સુધી ચેકીંગ, બંદોબસ્ત તેમજ પેટ્રોલીંગ કરાયું

૩૧મી ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ ચેકીંગ, બંદોબસ્ત તેમજ મોડીરાત્રી સુધી પેટ્રોલી કરવામાં આવ્યું હતું. ભાવનગર વાઘાવાડી રોડ સહિતના સ્થળોએ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ તથા એલસીબી, એસઓજી તથા તમામ ડીવીઝનની ટીમ દ્વારા સઘન વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા જાહેર રોડ રોયોગીરી, નશો કરી ફરતા લોકો અને ઓવરસ્પીડમાં વાહન ચલાવતા લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના પ્રવેશ દ્વારો પર આવતા -જતા વાહનોનું ચકીંગ કરવામાં આવ્યું હતું. ભાવનગર ઉપરાંત જિલ્લામાં પણ પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકીંગ, પેટ્રોલીંગ ઉપરા ફાર્મ હાઉસ, હોટલRead More


ગારીયાધાર પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ગારીયાધાર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૪૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૦, ૪૦૧ વિ. મુજબના  ગુન્હાના કામનો આરોપી રોહીતભાઇ ઉર્ફે ભુરો  રમેશભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે. ચોગઠ ગામ,Read More


ભાવનગરના શિક્ષિકાના આંગણે ઉજવાયો ગ્લોબલ ફેમિલી ડે

‘ચલના હી ઝિંદગી હૈ’ છેલ્લા આઠ માસથી અન્નનો દાણો પણ જમી નહીં શકતા હોવા છતાં ભાવનગરના નિવૃત્ત પ્રિન્સિપાલ રંજનબેન વોરા આ ટૂંકાક્ષરી ફિલોસોફીને બરાબર પચાવી ગયા છે. કેન્સરના ભયમાત્રથી ફફડીને મૃતઃપાય થઇ જતા અનેક લોકોએ આ આજીવન શિક્ષિકા પાસેથી એ ખાસ શીખવા જેવું છે કે ‘આશાઓ સે નાતા જોડ લે, યે નિરાશાઓ કે બંધન તોડ દે’. હા, અન્નનળીના કેન્સર સામે ઝઝૂમતા- ઝઝૂમતા તમામ પ્રકારની સારવાર જાતે જ પડતી મૂકીને ક્ષણે- ક્ષણને ભરપૂર માણી રહેલા આ ગૃહિણી માટે ઝિંદગી ચલતી હી જા રહી હૈ… ભાવનગરની ઘરશાળામાં સેંકડો વિદ્યાર્થીઓના લાડકા- પણ કડકRead More


ખેડુતોને લાભ લેવાની મુદત ૧૪મી જાન્યુઆરી સુધી વધી

ગુજરાતમાં હાલમાં પડેલા કમોસમી વરસાદથી ખેડુતોને થયેલા નુકસાન સંદર્ભે જાહેર કરાયેલા ૩૭૯૫ કરોડ રૂપિયાના પેકેજનો લાભ લેવાની મુદત ૧૪મી જાન્યુઆરી ૨૦૨૦ સુધી લંબાવી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આજે આ અંગેની જાહેરાત કરી હતી. બાકી રહી જતા ખેડુતોએ આ પેકેજનો મહત્તમ લાભ લેવા ઓનલાઈન અરજી કરવાની રહેશે. અત્યાર સુધીમાં ૮.૨૮ લાખ ખેડુતોને ૬૧૭.૯૨ કરોડ રૂપિયાની રકમ તેમના ખાતામાં સીધી રીતે જમા કરવામાં આવી ચુકી છે. સમયસર ઓનલાઈન અરજી કરી પેકેજનો લાભ લેવા સરકારે અપીલ કરી છે. ૩૦.૨૮ લાખ જેટલા ખેડુતો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી ચુકી છે. જેRead More


પાંચ ટકા મોંઘવારી ભથ્થાનો લાભ આપવા ગુજરાત સરકારનો નિર્ણય

નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાત સરકારે નવ લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને આજે મોટી ભેટ આપી હતી અને આ ભેંટના ભાગરૂપે પાંચ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ના પગાર સાથે ચુકવવામાં આવશે. પહેલી જુલાઈ-૨૦૧૯થી પાંચ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. ડિસેમ્બર-૨૦૧૯ સુધીના છ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકાવવામાં આવશે. જેનો નિર્ણય હવે પછી કરાશે. નાણાંમંત્રી નિતિન પટેલે આજે આ અંગેની જાહેરાત કરી હતી. સરકારે રાજયના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપતાં તેમના મોંઘવારી ભથ્થામાંRead More


હોટ ઇશા ગુપ્તા નવા વર્ષમાં સાઉથની ફિલ્મમાં દેખાશે

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તા હવે હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ કામ કરવાની ઇચ્છા ધરાવે છે. તેની પાસે કેટલાક પ્રોજેક્ટ પણ હાથમાં આવ્યા છે.જા કે તે હાલમાં વિગત આપવા માટે તૈયાર નથી. તે મલ્ટી સ્ટાર ફિલ્મોને લઇને પણ પરેશાન નથી. તેનુ કહેવુ છે કે તે પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે પ્રયાસ કરે છે. તેના હાલમાં જ જારી કરવામાં આવેલા સેક્સી ફોટાને લઇને ફરી ચર્ચામાં છે.  તેની પાસે હવે હિન્દીની સાથે સાથે તમિળ અને તેલુગુ ફિલ્મ પણ આવી રહી છે. તેની હિન્દી ફિલ્મ બાદશાહો Read More


સારા અલી ખાને ‘સર્વધર્મ સમભાવ’ના સંદેશ સાથે નવા વર્ષની શુભકામના આપી

નવા વર્ષની શરૂઆત બોલિવૂડ સેલેબ્સે પાર્ટી અને વેકેશન ઇન્જાય કરીને કરી છે. પરંતુ સારા અલી ખાને હંમેશાંની જેમ જ એકદમ અલગ અંદાજમાં શુભકામનાઓ આપી છે. સારાએ પોતાના વેકેશન દરમ્યાન લીધેલ ફોટો સાથે ફેન્સને ન્યૂ યર વિશ કર્યું છે. આ બધા ફોટો તેણે મંદિર, ગુરુદ્વારા, ચર્ચ અને મÂસ્જદની બહાર પડાવ્યા છે. સારા અલી ખાને ‘કેદારનાથ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ‘સિમ્બા’માં રણવીર સિંહ સાથે દેખાઈ હતી. ૨૦૨૦માં સારા બે ફિલ્મોમાં દેખાશે. વરુણ ધવન સાથે ‘ફૂલી નંબર ૧’માં અને કાર્તિક આર્યન સાથે ‘લવ આજ કલ ૨’માં જાવા


error: Content is protected !!