Main Menu

Friday, January 3rd, 2020

 

04/1/2020


રાણપુરની ધી જન્મભૂમિ પ્રાથમિક શાળામાં ફનફેરનુ આયોજન કરાયું

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ધી.જન્મભૂમિ પ્રાથમિક શાળામાં ફનફેરનુ આયોજન કરવામાં આવ્યું હતુ.ફનફેર કાર્યક્રમનું રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી ફનફેર ખુલ્લો મુકાયો હતો.જેમાં બાળકો દ્રારા પાણીપુરી,સમોસા,સેવ ઉસળ,દાબેલી,નુડલ્સ,આલુ પરોઠા,ભાજી પાઉ,ભેળ જેવી ૨૩ પ્રકારની જુદી જુદી વાનગીઓ ના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા.અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ સહીત મોટી સંખ્યામાં લોકો આ ફનફેર કાર્યક્રમની મજા માણવા ઉમટી પડ્‌યા હતા.ખુબ આનંદ અને ઉત્સાહ થી વિદ્યાર્થીઓએ ફનફેર કાર્યક્રમમાં ભાગ લીધો.આ પ્રસંગે મધુબેન વઢવાણા,નરેન્દ્રભાઈ દવે,રાજેશભાઈ શાહ,શાળાના આચાર્ય સમતાબેન,ચંપકસિંહ પરમાર તેમજ શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.


જેસરના ઉગલવાણ ગામે ભાઈએ કરી બહેનની હત્યા

જેસર તાલુકાના ઉગલવાણ ગામમાં ભાઈએ કરેલા જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત યુવતિનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. ઉગલવાણ ગામના વાડી વિસ્તારમાં રહેતાવેલજી રામજીભાઈ સીસારાએ સગાઈ ન થવા અંગે તેના ભાભી સોનલબેન પ્રવિણભાઈ સીસારા સાથે ઝઘડો કરી લોખંડની ખંપાળી વડે હુમલો કરતા સોનલબેનનું મોત નિપજયું હતું. આ ઘટનામાં વચ્ચે પડનાર આરોપીના બહેન ત્રિવેણીબેન ઉપર પણ ખંપાળી વડે હુમલો કરતાં તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જયા આજે સવારે તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે ખુંટવડા પોલીસે આરોપી વેલજી સીસારા વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરીRead More


ગારિયાધાર પોલીસ સ્ટેશનના અપહરણ અને ચોરીના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપી ઝડપાયા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગારીયાઘાર પોલીસ સ્ટેશન  વિસ્તાઠરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યા ન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં બાતમીરાહે હકિકત મળેલ કે, ગારીયાઘાર પોલીસ સ્ટેશન ના ઇ.પી.કો. ૩૬૬,૩૮૦ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી હિમતભાઇ ચકુરભાઇ પરમાર તથા નયનાબેન હિમતભાઇ રહે. ચોમલ ગામ તા.ગારીયાઘાર વાળા  ભોરીંગડા ચોકડી એ બસની રાહ જોઇને ઉભા છે.Read More


ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે બનશે ૭ કરોડ લીટર ક્ષમતાનો સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ

નર્મદાના પાણીને સમાંતર વૈકલ્પિક સોર્સ ઉભો કરી પીવાના પાણીની જળ સલામતિ પુરી પાડવા હેતુ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડી-સેલીનેશન પ્લાન્ટોનું પ્રસ્થા૫ન કરવાના હેતુસર નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર ગાંઘીનગર દ્વારા અત્રેના જિલ્લામાં એક ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે વિચારણા કરવામાં આવેલ છે. ડી-સેલીનેશન પ્લાન્ટનો પ્રોજેકટ દરિયા કિનારાના વિસ્તારો કે જયા અન્ય સ્ત્રોતથી પીવાના પાણી ૫હોંચાડવાની મુશ્કેલીઓ છે તેવા વિસ્તારો માટે જાહેર હિતને લગતો પ્રોજેકટ છે. રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ તેમજ નર્મદાના એકમાત્ર પીવાના પાણીના સોર્સ પર અવલંબિત રહેવાને બદલે તેને સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સોર્સRead More


સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે હવે હોર્ન વગાડવા ઉપર પ્રતિબંધ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર રાત્રે ૭-૦૦થી ૮-૦૦ લેસર શોનું પણ આયોજન કરાય છે. આ શો દરમિયાન વાહનોના વાગતા હોર્નને લીધે પ્રવાસીઓને વિક્ષેપ પડતો હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. જેથી નર્મદા જિલ્લા કલેકટરે કેવડિયાના શ્રેષ્ઠ ભારત ભવનથી જંગલ સફારી વિસ્તારને સાયલેન્ટ ઝોન જાહેર કર્યો છે. આ વિસ્તારમાં રાત્રે ૭-૦૦ વાગ્યાથી ૮-૦૦ વાગ્યાના એક કલાક દરમિયાન લેસર શો ચાલશે. તે દરમિયાન કોઈપણ વાહનચાલક જા હોર્ન વગાડશે તો તેની સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. આ જાહેરનામા બાબતે નર્મદા કલેક્ટરે પી.એસ.આઈ સહિત પી.આઈ કક્ષાના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા માટે અધિકૃત કર્યા છે.Read More


રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં ફરી કોલ્ડવેવ

ગુજરાતમાં ફરી એકવાર કોલ્ડવેવ માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના લીધે આગામી બે દિવસ ઠંડીનું જાર રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ૪૮ કલાક દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરાતા તંત્ર અને લોકો સાવચેત થયા છે. રાજ્યના અનેક ભાગોમાં આજે પારો ૧૦થી નીચે પહોંચ્યો હતો જેમાં નલિયામાં ૯.૨, ભુજમાં ૯, રાજકોટમાં ૯.૭નો સમાવેશ થાય છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી રહ્યું હતું. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે.Read More


પાટીદાર સમાજ હવે રોજગાર આપનાર બનશે ઃ નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૦ને શુભેચ્છા આપતાં કહ્યું કે, પાટીદાર સમાજ એ નોકરી મેળવવાની સાથેસાથે નોકરી આપનાર બને એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યો છે. એ જ આ સમિટનું મુખ્ય ધ્યેય છે. પાટીદાર સમાજના લોકો દેશ-વિદેશમાં અનેક સ્થાને છે અને એનેક ક્ષેત્રોમાં આગળ છે પણ આપણે એટલામાં સંતોષ માનવો નથી પરંતુ, વધુને વધુ સુદ્રઢ વારસો આપણા યુવાનોને પણ આપવો છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ આપણે એકબીજાને મદદરૂપ થઇને વધુને વધુ રોજગારી યુવાનોને આપવા માટે પણ આપણે સહિયારા પ્રયાસો કરીએ. પટેલે ઉમેર્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનRead More


પાટીદાર સમાજે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી છે ઃ રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૨૦નો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વિશ્વના પડકારોને ઝિલી શકે તેવી જ્ઞાન-વિજ્ઞાન- ટેક્નોલોજીથી સજ્જ સમાજશક્તિના નિર્માણનું કાર્ય આવી સમિટના માધ્યમથી જ થઈ શકે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાન, ઉન્નતિ અને વિકાસની ચિંતા આખો સમાજ સાથે મળીને કરે ત્યારે જ ‘સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના’નો ભાવ ચરિતાર્થ થાય છે. વિજય રૂપાણીએ પાટીદાર સમાજને મહેનતુ, ઉદ્યમશીલ, ઇમાનદાર અને સમયની સાથે કદમ મિલાવનારો વિકાસશીલ સમાજ ગણાવતા કહ્યું કે વેપાર-ઉદ્યોગ, નોકરી-વ્યવસાય કે સ્પર્ધાત્મક પરીક્ષા – હરેકRead More


અમદાવાદ ઃ રિવરફ્રન્ટ ખાતે આજથી ફલાવર શો શરૂ થશે

અમદાવાદના લાખ્ખો પ્રકૃતીપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે ફ્‌લાવર શો આવતીકાલે તા.૪ થી જાન્યુઆરીથી રિવરફ્રન્ટ  ખાતે જાહેરજનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ ફલાવર શો તા.૧૯ જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. આવતીકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આ ફલાવર શોનું વિધિવત્‌ ઉદ્‌ઘાટન કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સતત આઠમાં વર્ષે આયોજિત કરાયેલો ફ્‌લાવર શો રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારા ઉપર ફ્‌લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં યોજાશે. જેમાં મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદીઓ ખાસ કરીને ફુલ-છોડ પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી જનતાને આ વખતના ફલાવર શોમાંRead More


error: Content is protected !!