Main Menu

Monday, January 6th, 2020

 

 પિતા ના અગ્ની સંસ્કાર કરી સમાજને ઉદાહરણ પુરું પાડયું હતું

સાવર કુંડલામા રહેતા  સગર જ્ઞાતિ ના ચાવડા મુકેશભાઈ કરશનભાઈ તાઃ-૪\૧\૨૦૨૦ ના રોજ અવસાન થયું હતું, તેમજ સંતાન  મા ચાર દિકરી જ હોય, તેમા બીજા નંબર ની દીકરી અંકિતાબેને પોતાના પિતા ના અગ્ની સંસ્કાર કર્યા હતા, આજના યુગમાં દિકરી પણ દિકરા સમાન જ છે તે અંકિતાબેને પોતાના પિતા ના અગ્ની સંસ્કાર કરી સમાજ ને ઉદાહરણ પુરું પાડયું હતું


તળાજામાં ચાલતી ક્ષીપ્રાગીરી બાપુની કથાનો લાભ લેતા ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહીતના આગેવાનો

ક્ષીપ્રા ગિરીબાપુની સપ્તાહનું તળાજા ખાતે પંચનાથ મહાદેવના મંદિરમાં તા. ૦૪/૦૧/૨૦૨૦ ના રોજ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, વિરોધપક્ષના નેતા સોયબખાન પઠાણ, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર  હનુભાઈ પિંગળી, શહેર પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી તથા મહામંત્રી ગૌરાંગ બાલધિયા અને ઉપ પ્રમુખ જીલુભાઈ ભમ્મર, હિરેનભાઈ પંડ્‌યા અને નગરસેવક સુનિલ ભાઈ ચૌહાણે હાજરી આપેલ હતી, જેમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા રૂ. ૧૧,૦૦,૦૦૦/ ની ગ્રાન્ટ આપવામાં આવેલ હતી. અને હનુભાઈ પિંગળી દ્વારા રૂ.૧૧,૦૦૦/ નું રોકડ દાન આપવામાં આવેલ હતું. અને સમગ્ર કોંગ્રેસની ટીમે પુજ્ય બાપુના આશીર્વચન લીધા હતા.


જેસર પો.સ્ટે માં પ્રોહિબિશન ના ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ

પાલીતાણા ટાઉન પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર એન.એમ.ચૌધરી સાહેબ ની સુચનાથી પો.સબ.ઈન્સ આર.પી.ચુડાસમા સાહેબ તથા ડી-સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ડી-સ્ટાફ નાં  પો.કોન્સ તરુણભાઈ બારોટ તથા જીગ્નેશભાઈ મારૂ ને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે પાલીતાણા ટાઉન પોસ્ટે પ્રોહી ગુ.ર.ન નં-૪૮૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એ,ઈ,૧૧૬ બી,૮૧, ૮૩,૯૮(૨) મુજબના ગુન્હા નાં કામે નાસતો ફરતો આરોપી હાથીભાઈ રાણીંગભાઈ કામળીયા રહે-કદમ્બગીરી ગામ તા-જેસર જી-ભાવનગર વાળો હાલ પાલીતાણા જેસર રોડ ઉપર થી કદમ્બગીરી ગામ તરફ નીકળવાનો છે અને મજકુરે શરીરે સફેદ કલરનો ટીપકી વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તેવી ચોક્કસ બાતમીRead More


સીદસર-બુધેલ રોડ પર વિદેશી દારૂની ૧૧ર પેટી સહીત ૧૦.૩૨ લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્‌તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર  તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે વરતેજ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. એચ.સી.ચુડાસમા તથા સ્ટાફના માણસોએ સીદસર-બુધેલ રોડ, સુરજ હોટલ પાસેથી ટ્રક નંબર ય્ત્ન.૧૪.ઠ.૪૬૪૩ માં ચોર ખાનુ બનાવીને છુપાવેલ ભારતીય બનાવટની વિદેશીRead More


સંત સાઈનાથ બ્લડ કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

આજરોજ તારીખ ૫=૧=૨૦૨૦ ના રોજ ભાવનગર મેડિકલ કોલેજ ખાતે સંત શ્રી સાઈનાથ બ્લડ કમિટી આયોજીત રકતદાન કેમ્પ નું આયોજન ભાવનગર શહેરમાં આવેલ મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં યુવાનો વડીલો અને બહેનો એ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમ માં ઠાકોર સમાજ ના ધર્મ ગુરુ સહિત નિડર  જાંબાઝ સમાજ સેવક અમદાવાદના રાજભા ઠાકોર રાકેશ ભાઈ પગી તેમજ ભાવનગર જિલ્લાના દરેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના લોકો સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રક્તદાતાઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ આ કાર્યક્રમ મા રક્તદાતાઓ એ રક્તદાન કરીને  માનવRead More


ચૂંટણી આવે એટલે શાસકોને કંસારા શુદ્ધિકરણ યાદ આવે

કંસારા શુધ્ધિકરણની વર્ષોથી વાતો થાય છે. જે તે સમયે વર્તમાન શાસકોના પૂર્વપદાધિકારીઓના પાપે જ પ્રોજેક્ટ ટલે ચડી ગયો છે, જે પ્રોજેકટમાં હવે વોટબેંક બની ગયો છે. જો કામ કરવું જ હોય તો આટલા વર્ષો શું કામ ગુમાવ્યા ? શાસકો એના એ જ છે, પદાધિકારીઓ બદલાયા છે. કંસારામાં દિવસ – રાત દબાણો વધતા જાય છે. આજે વધીને ૪૫૦ નાના મોટા, કાચા – પાકા દબાણો ખડકાઈ ગયા છે. તંત્ર – શાસકો જાણે જ છે, છતા ચૂંટણી નજીક આવતા ફરી આ પ્રોજેકટ શાસકોને યાદ આવ્યો છે. ભાવનગર શહેરના ત્રણેક લાખ લોકોને સિધ્ધો સ્પર્શતોRead More


નવી શિક્ષણ નીતિ ૨૦૧૯ વિશે પ્રશ્નોત્તરી યોજાઇ

પંડિત સુખલાલજી વિદ્યાલય માઈધાર ખાતે આજે નવી શિક્ષણ નીતિ ૨૦૧૯ વિષય અન્વયે એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થા ના ડા અરુણભાઈ દવે અને ડા વિશાલ ભાડાની એ વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.કાર્યક્રમ ના સંકલન માં જગદીશભાઈ ભટ્ટ, રતનસિંહ ગોહિલ તેમજ માઈધાર સંસ્થાના કાર્યકરો રહ્યા હતા.વર્કશોપમાં ભાગ લેનારા સહભાવકો દ્વારા રસપ્રદ પ્રશ્નોત્તરી પણ થઈ હતી.  


તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓનો દિલ્હી ખાતે યોજાયો

તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓનો દિલ્હી ખાતે યોજાયો હતો. શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓએ દિલ્હી ખાતે સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, રાજયસભા અને લોકસભાની મુલાકાત કરી તેની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા.


નાગરિકતા બીલના સમર્થનમા દાઠા ગામે મહુવાના ધારાસભ્ય દ્વારા સભા યોજાય

તળાજા તાલુકાના દાઠા જીલ્લા પંચાયત સીટમાં મહુવાના ધારાસભ્ય આર. સી. મકવાણા દ્વારા નાગરિકતા સંસોધન  બીલ સમર્થનમાં સભા રાખવામાં આવી હતી. મહુવાના ધારાસભ્યએ કોગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતુ કે કોગ્રેસ દેશના લોકોને ગુમરાહ કરે છે, ગેર માર્ગે દોરી દેશ ની સમ્પતિને નુકશાન કરે છે. કોગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકે છે દેશ નો વિકાસ નથી જોય શક્તી માટે વિરોધ કરે છે આ કાર્યક્રમ દાઠા તલ્લી વાલર બાંભોર રોજીયા સહીત ના લોકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.


જુગારના સાહીત્ય તથા રોકડ રકમ ૨૬,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે છ આરોપીઓને પકડી પાડતી પોલીસ

નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતાં તે દરમ્યાન પો.કો.માનદિપસિહ તથા પો.કો.યુવરાજસિહનાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે વડવા તલાવડી મંગળવિહારના ડેલા પાસે અમુક ઇસમો ગોળકુંડાળું વળી જાહેર જગ્યામાં પૈસા પાના વતી તીનપત્તી હારજીતનો જુગાર રમે છે એ રીતેની ચોક્કસ બાતમી રાહે  જુગાર અંગે રેઇડ કરતાં પકડાયેલ નીચે મુજબના આરોપીઓ…) નરેશ ભરતભાઇ સરવૈયા ઉ.વ.૨૬ .રહે.વડવા તલાવડી અલકા રોડ તાલુકા શાળા નં ૦૬ પાસે ભવનગર (૨) વિજય મુળજીભાઇ દેગામા/કો.ઉ.વર્ષ.૨૨ રહે.અલકા ટોકીઝ મોસમ હોટલ બાજુમા ભાવનગર… (૩)મહેશભાઇ બાબુભાઇ ડાબસરા/કો. ઉ.વ.૨૦ રહે.ચાવડીગેટ ભરવાડવાડા વાળા ખાંચામાં ભાવનગર…(૪) ઇસ્માઇલ  ાહિમભાઇ મીર્ઝા. ઉ.વ.૩૨.રહે.મોચી શેરી સુપર મેડીકલ વાળાRead More


error: Content is protected !!