Main Menu

Tuesday, January 7th, 2020

 

પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઘોઘા ખાતે કરાશે

પ્રજાસત્તાક દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી ઘોઘા ખાતે કરવામાં આવશે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમને સુપેરે યોજવા માટે જવાબદારી સોંપી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્‌યુ હતું. કલેક્ટરએ સરકારી કામગીરીમાં તેમજ રાષ્ટ્રીય સ્તરે વિશેષ સિદ્ધી હાંસલ કરનારને સન્માનિત કરવા, આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા,પરેડ માર્ચ, ઘોઘા ખાતેની તમામ કચેરીઓ તેમજ સમગ્ર ગામને ખાસ ઝુંબેશના ભાગરૂપે કામગીરી હાથ ધરી સ્વચ્છ કરવા, વીજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી વગેરે જેવી બબતોની સુચારૂ વ્યવસ્થા કરવા ઉપસ્થિત અધિકારીશ્રીઓનેRead More


અલંગ તાબેના સથરા ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના  માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે અલંગ તાબેના સથરા ગામના ગોપાલભાઇ સુખાભાઇ બારૈયા તથા જીતુભાઇ સુખાભાઇ બારૈયા પોતાના કબ્જા ભોગવટા   ના રહેણાક મકાનમાં  ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી હકિકત મળતા જે હકિકત આઘારે તુરતજ બાતમી વાળી જગ્યા રેઇડ કરતા રેઇડ દરમ્યાન જીતુભાઇ સુખાભાઇ બારૈયા રહે. સથરા ગામ તા. તળાજા જી.ભાવનગર  વાળો હાજર મળી આવતા તેને સાથે રાખી રહેણાક મકાનમાં ઝડતી તપાસ કરતા રહેણાક મકાન માંથી  ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની  ૭૫૦ એમ.એલ.ની બોટલRead More


ઘરફોડ ચોરીના ગુન્હામાં જેલમાંથી પેરોલ જંપ કરી નાશી ગયેલ આરોપીને ઝડપી લેતી એસઓજી ભાવનગર

ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૈડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે બોટાદ પો.સ્ટે.ના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં ચાર વર્ષની સજા ભોગવતો પાકા કામના કેદી નંબર ૪૫૭૨૧ જગદીશ ઉર્ફે જગો રવજીભાઇ ભાલીયા રહેવાસી મુળ તરસમીયારોડ, બાપા સીતારામ સોસાયટી પ્લોટ નં. ૧૦૪ ભાવનગરRead More


ક્રિમનીલ બાર એસો. દ્વારા નાગિરકો સંશોધન અધિનીયમ કાયદાને સમર્થમાં કાર્યક્રમ યોજાયો

તા. ૭-૧-ર૦ર૦ના રોજ તાજેતરમાં કેન્દ્ર સરકારે નાગરિક સંશોધન અધિનિયમ  – ર૦૧૯ કાયદાના સમર્થનમાં ક્રિમીનલ બાર એસોસીએશન ભાવનગર દ્વારા સમર્થનમાં કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જુનીયર તથા સીનીયર વકીલઓ તેમજ જાહેર જનતાએ ખુબ જ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ તથા સમર્થન આપેલ છે. આ કાર્યક્રમમાં ક્રિમનીલ બાર એસોસીએશનના પ્રમુખ શિવભદ્રસિંહ ગોહિલની આગેવાની નીચે કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં મુખ્ય વકિલ શૈલેષભાઈ ભટ્ટ, હીનાબેન પુરોહિત, રૂબીનાબેન કલ્યાણી, શૈલેષભાઈ સોનાણી, જિનલબેન શાહ, આર.સી. ચૌહાણત, અમીનભાઈ જાની, અનીલભાઈ જાષી, અનીતાબેન પટેલ વિગેરે વકિલઓએ કાર્યક્રમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.


નવાપરા કબ્રસ્તાન રોડ પહોળો કરવા મામલે ડખ્ખો ઃ કામગીરી અટકાવી

ભાવનગર મહાપાલિકા વિભાગ દ્વારા નવાપરા કબ્રસ્તાનમાં આવેલ રોડને પહોળો કરવાની કામગીરી શરૂ કરી અને બન્ને સાઈડમાં આવેલુ ફુટપાથ પરના બ્લોક ઉખડી નાખતા આસપાસના રહીશોએ કામગીરીને રોકડ લાગી દીધી હતી. થોડીવાર મહાપાલિકાના અધિકારીઓે અને રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પુર્વ કમિશ્નર પ્રદિપ શર્મા દ્વારા રાતોરાત નવપરા કબ્રસ્તાનના દબાણો દુર કરી કબ્રસ્તાનને વિધી પાકો રસ્તો બનાવી દીધો  હતો. ભાવનગરવાસીઓ સવારે ઉઠ્યા ત્યારે સ્ટ્રીટ લાઈટ સાથેનો રસ્તો જાવા મળ્યો હતો. આજ નવાપરા કબ્રસ્તાનના રોડને પહોળો કરવા માટે મહાપાલિકાના રોડ વિભાગના અધિકારીઓએ આસપાસમાં આવેલી ફુટપાથ પરના બ્લોક ઉખડી નાખ્યા દરમિયાનમાં આ કામગીરીનો પ્રારંભ સાથેRead More


મોરારીબાપુ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ – ૨૦૧૯ થી નવાજવામાં આવશે

તલગાજરડા ( તા. મહુવા) ખાતે આગામી તાઃ ૧૫ ને બુધવારે સવારે નવ કલાકે રાજ્યભરમાંથી પસંદ થયેલા ૩૩ પ્રાથમિક શિક્ષક ભાઈ/બહેનોને પૂ. મોરારીબાપુ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ – ૨૦૧૯ થી નવાજવામાં આવશે. ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લામાંથી પ્રત્યેક જીલ્લા દીઠ એક, એ મુજબ આ વર્ષે તેત્રીશ નિષ્ઠાવાન શિક્ષકોને  ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ – ગાંધીનગર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. જેના નામોની તાજેતરમાં થયેલી નામોની ઘોષણા મુજબ રજનીભાઈ કુંવર ( ડાંગ ), મહેન્દ્રસિંહ પરમાર ( વલસાડ ), તરુણકુમાર કાટબામણા ( જુનાગઢ ), ચંદુલાલ ધાનાણી ( ગીર સોમનાથ ), પ્રદીપકુમાર ચૌધરી ( તાપીRead More


ગઢડા(સ્વામિના) નવજાત મૃત બાળકી ત્યજી દિધેલ હાલતમાં મળી આવતા અરેરાટી

બોટાદ જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર નગરી ગઢપુરમા કલંકિત કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ગઢડા(સ્વામિના) મુકામે આવેલ શ્રીજી સિનેમા પાછળ ના વિસ્તાર માં આવેલા ખુલ્લા અવાવરૂ પ્લોટમાં નગર પાલિકા ની કચરા પેટીમાંથી સાંજે નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા આ વિસ્તારના લોકોને જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્‌યા હતા અને સમગ્ર શહેરમા અરેરાટી ફેલાઈ જવા પામેલ ત્યારે  આ બાબતે કોઈ એ પોલીસ ને જાણ કરતા  ગઢડાના પી.એસ.આઈ. પ્રજાપતિ તથા સ્ટાફે ધટના સ્થળે પહોંચી નગર પાલિકા ની કચરા પેટી માં ત્યજી દિધેલ મૃત હાલતમાં મળી આવેલ નવજાત બાળકી નો કબજો મેળવી સરકારીRead More


રાણપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મનહરભાઈ પંચાળા સરપચ તરીકે બિન હરીફ થયા

બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તારીખ ૧૯ જાન્યુઆરી ના રોજ યોજાવાની હતી જેમાં ઉમેદવારીપત્ર પાછી ખેંચવાની તારીખ ૭ જાન્યુઆરી હતી. ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મનહરભાઈ પંચાલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે . રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે વર્ષો બાદ બિન હરીફ વરણી કરવામાં રાણપુરના ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ અને રાણપુર  શહેરના તમામ સમાજના લોકો દ્વારા નિર્ણય કરવામાં હતો.  અને  મનહરભાઈ પંચાલ ચૂંટણી કર્યા વગર સર્વાનુમતે સરપંચ બનાવવામાં આવ્યા હતા ત્યારે મનહરભાઈ પંચાળા દ્વારા રાણપુર શહેરના તમામ લોકોનો આભાર માન્યો હતો.


ગઢડા નગરપાલીકા દ્વારા કોન્ટ્રાકટ બેજ ના ૩૦ મહિલા સફાઈ કામદારોને છુટા કરવાના મામલે મહિલા સફાઈ કામદારો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા

ગઢડા નગરપાલીકા મા કોન્ટ્રાકટ બેઝપર કામકરતા ૩૦ મહિલા સફાઈ કામદારો કે જેઓને છુટા કરરીદેવામા આવતા નગરપાલીકા સામે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલીકા મા છેલ્લા ૧૫ વર્ષ થી કોન્ટ્રાકટ બેઝપર કામકરતી મહિલા સફાઈ કામદારો કે જેઓના વિવિધ પ્રશ્નો જેવાકે પગાર સ્લીપ, હાજરી કાર્ડ, ભરતી પ્રક્રિયા, ફુલ ટાઈમ કામગીરી વિગેરે પ્રશ્નોને લઈ ને રજુઆતો કરવામા આવી હતી પરંતુ પ્રશ્નો નો નિકાલ કરવાના બદલે તમામ કોન્ટ્રાકટ બેઝપર કામકરતી ૩૦ મહિલા સફાઈ કામદારોને છુટા કરી દેવામાં આવતા આ તમામ મહિલા સફાઈ કામદારો નગરપાલીકા કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેસીRead More


તીડગ્રસ્ત ક્ષેત્રોના ૧૧ હજાર ખેડૂતોને વળતરની જાહેરાત

રાજ્યના જુદા જુદા વિસ્તારમાં તીડના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આવી Âસ્થતિમાં સરકારે હવે સાવધાનીપૂર્વકનું વલણ અપનાવીને ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરુપે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનનો સામનો કરી ચુકેલા ખેડૂતોને વળતર ચુકવવાનો આજે નિર્ણય કરાયો હતો. રાજ્ય સરકારે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં તીડે નોંતરેલા નુકસાનનું વળતર જાહેર કર્યુ હતું. બે જિલ્લામાં પાટણના ૭૫૦ હેક્ટર અને બનાસકાંઠાના ૨૪૪૭૨ હેક્ટરમાં પાકનું નુકસાન થયું હતું. જેમાં સરકાર કુલ ૧૧ હજાર ખેડૂતોને કુલ રૂ. ૩૧.૫૦ કરોડ ચૂકવણી કરશે. સરકાર દ્વારા આ બંને જિલ્લાના ૧૧ હજારથી વધુRead More


error: Content is protected !!