Main Menu

Wednesday, January 8th, 2020

 

૧પ.પ૩ લાખના ઈંગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપી લેતી વેળાવદર પોલીસ 

ડી.આઇ.જી.પી.અશોકકુમાર યાદવ દ્વારા રેન્જમાં પ્રોહી બુટલેગરો ઉપર સફળ રેઇડો કરી પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવાં અંગેની સુચના કરતાં ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે દ્વારા ખાસ પ્રોહી અંગે કેસો શોધી કાઢવા સુચન કરેલ જે સુચન મુજબ ભાવનગર ડિવિઝનનાં ના.પો.અધિ.એમ.એચ.ઠાકર સા.ના.માર્ગદર્શન હેઠળ વેળાવદર પોલીસ સ્ટેશનના  પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આઈ.ડી.જાડેજા સાહેબ દ્વારા પોલીસ સ્ટાફનાં માણસોને જરૂરી માર્ગદર્શન આપી વિદેશી દારૂ અંગે બાતમી મેળવવાં સુચના કરેલ જે સુચના અને માર્ગદર્શન મુજબ વેળાવદર પોલીસ સ્ટેશન સ્ટાફના આઈ.ડી.જાડેજા તથા  બી.વી.જાડેજા, ડી.એન.રાણા, અનિરૂસિંહ રામદેવસિંહ, રાજુભાઇ ગુણુંભાઈ, શક્તિસિંહ વિરામદેવસિંહ,  તેજપાલસિંહ રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ વનરાજસિંહ, રાજુભાઇ ધનજીભાઈ  વિગેરે પોલીસRead More


ભાવનગર ખાતે સીટુની આગેવાની હેઠળ રેલી દેખાવો યોજી હડતાલને સફળ બનાવાઈ

સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના સંયુકત મંચ દ્વારા કેન્દ્ર સરકારની શ્રીમજીવી વિરોધીનતિ, ખાનગીકરણ, બેરોજગારી, લઘુત્તમ વેતન સહિતના મુદ્દાઓ અંગે રાષ્ટ્ર વ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતે સીટુની આગેવાની હેઠળ રેલી, દેખાવો યોજી હડતાલને સફળ બનાવવામાં આવી હતી.  સીટુની આગેવાની હેઠળ શહેરના મોતિબાગ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ટ્રેડ યુનિયન ફેડરેશન તથા મંડળના હોદ્દેદારો, કામદારો- કર્મચારીઓ મોટી સંખ્યામાં જાડાયા હતાં.  આ રેલી ઘોઘાગેટ ખાતે પહોંચી હતી અને માનવ સાંકળ રચી સુત્રોચ્ચાર કર્યો હતો. રેલી અને માનવ સાંકળ કાર્ય્ક્રમ અગે આગેવાનોએ માહિતી આપી હતી. રાષ્ટ્ર વ્યાપી હડતાલમાં બેંક કર્મચારીઓRead More


ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તથા હજે દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તથા એનએસયુઆઈ દ્વારા દિલ્હી જે.એન. યુનિવર્સિટી એનએસુઆઈના વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાના વિરોધમાં કલેકટર કચેરી સમક્ષ ધરણા કરવામાં આવ્યા હતાં. કલેકટર કચેરી સમક્ષ યોજવામાં આવેલા ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ તથા એનએસયુઆઈના આગેવાનો તથા કાર્યકરો જાડાયા હતાં.  આ કાર્યક્રમમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા, શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, પુર્વ શહેર પ્રમુખ રાજેશભાઈ જાષી, લાલભા ગોહિલ, પારૂલબેન ત્રિવેદી, દર્શનાબેન જાષી સહિતના આગેવાનો જાડાયા હતાં.


ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ ભાવનગરનો ઉત્કૃષ્ટ દેખાવ

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોટ્‌ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની પાછળ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોની ખેલદિલીને આગળ વધારવા એક વાર્ષિક રમોત્સવ તરીકે ખેલ મહાકુંભને સંસ્થાકીય સ્વરૂપ આપવાનો હતો. ખેલ મહાકુંભ થકી ખેલકૂદનું વાતાવરણ નિર્માણ થાય છે. જે સ્વાસ્થ્યલક્ષી બાબતોને જાગૃત કરી ખેલાડીઓની સુષુપ્ત પડેલી પ્રતિભાઓને બહાર લાવવા મહ્‌ત્વનુ યોગદાન પ્રદાન કરે છે. ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ ૨૦૧૦ થી કરવામાં આવી હતી અને તાજેતરમાં ૧૦મો ખેલ મહાકુંભ સમગ્ર રાજ્યમાં યોજાઈ ગયો. જેમાંRead More


સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ

આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે દાઠા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૨૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનાભાઇ ભુપતભાઇ બારૈયા ઉ.વ.ઃ-૨૨ રહેવાસી- ઉંચા કોટડા, તા.મહુવા જી.ભાવનગર વાળાને નીચા કોટડા ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલRead More


બાળ વિકાસ  યોજના કચેરી દ્વારા એક દિવસીય વર્કશોપ નું આયોજન કરાયું

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી બરવાળા ઘટક માં તારીખ ૦૬/૦૧/૨૦૨૦ ના રોજ ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટ પોષણ અભિયાન અંતર્ગત એક દિવસીય વર્કશોપ નું આયોજન કમલમ હોલ નગરપાલિકા બરવાળા ખાતે  કરવામાં આવેલ હતું જેમાં આઈ. સી. ડી. એસ. વિભાગ /શિક્ષણ વિભાગ /અને આરોગ્ય વિભાગ ના તમામ  સ્ટાફ હાજર રહેલ હતા જિલ્લા કક્ષા એથી જિલ્લા પ્રોગ્રામ ઓફીસર તેમજ આરોગ્ય અધિકારી તેમજ તાલુકા ક્ક્ષા એ તાલુકા વિકાસ અધિકારી અને બાળ વિકાસ યોજના અધિકારી હાજર  રહી ને એનીમિયા વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ વર્કશોપ માં આગણવાડી કાર્યકર તમામ  અને આશા કાર્યકર તમામ હાજર રહ્યાRead More


બોટાદ નવહથ્થા હનુમાનજી મંદિર જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાની બેઠક યોજાઈ

બોટાદ શહેરના નવહથ્થા હનુમાનજી મંદિરે જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાની બેઠક યોજાઈ હતી .જેમાં ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ નાગરિકતા સંશોધન કાયદો ૨૦૧૯ (ઈંઝ્રછછ)ને સમર્થન અતર્ગત માહિતી આપવામાં આવી હતી . જેમાં મોટી સખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ નાગરિકતા સંશોધન કાયદો ૨૦૧૯ (ઈંઝ્રછછ) ને સમર્થન આપતા પ્રદેશ કાર્યાલય ગાંધીનગરની સૂચના પ્રમાણેના આગામી કાર્યક્રમોના આયોજન માટે બોટાદ જિલ્લા યુવા મોરચાની બેઠક યોજાઇ.જેમાં બોટાદ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, મહામંત્રી બ્રિજરાજસિંહ ઝાલા, બોટાદ શહેર મહામંત્રી કિરીટભાઈ, જગદીશભાઈ, નગરપાલિકા પ્રમુખ જેસિંગભાઈ, જિલ્લા યુવા મોરચાનાRead More


ગઢડામા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ ચક્કાજામ કરી નોધાવીયો વિરોધ

અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરો અને એબીવીપી ના કાર્યકરો વચ્ચે થયેલ મારામારીમા એનએસયુઆઈના કાર્યકરો ને હથિયારો વડે મારમરાતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્‌યા છે અને કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજયમાં સરકારનો વિરોધ કરવામા આવી રહ્યો છે ત્યારે ગઢડા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ ગઢડા એમ એમ હાઈસ્કુલ ચાર રસ્તા પર આવીને ચક્કાજામ કરી ભાજપ અને એબીવીપી ના વિરોધમાં સુત્રોચાર કરી વિરોધ કરવામા આવ્યો હતો ત્યારે પોલીસ આવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી આ ચક્કાજામ કાર્યકરમ દરમિયાન ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ છૈયા, મહામંત્રી કિશોરભાઈ વેલાણી,Read More


ગુજરાતભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાળની મિશ્ર અસર રહી

ગુજરાતભરમાં જાહેર ક્ષેત્રની સેવાઓ આજે રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે ખોરવાઈ ગઈ હતી. મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના આશરે ૪૦૦૦૦ કર્મચારીઓ હડતાળમાં જાડાયા હતા. બેંકરો તેમના પગારમાં સુધારો ન થતાં દેખાવો ઉપર ઉતર્યા હતા. બીજી બાજુ અન્ય  કેટલાક ક્ષેત્રોના કારોબારીઓ પણ હડતાળમાં જાડાયા હતા. ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી બોડી દ્વારા જાહેર ક્ષેત્રની બેંકો રાજ્યમાં બંધ થઇ ગઇ છે ત્યારે આને લઇને પણ ચિંતા વ્યક્ત કરીને હડતાળમાં જાડાયા હતા. હડતાળના કારણે ગુજરાતમાં કેટલીક સેવાઓ ખોરવાઈ હતી. બીજી બાજુ ઓલ ઇÂન્ડયા રેલવે મેનના ફેડરેશન, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા મંગળવારના દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે,Read More


પૂર્વમંત્રી કોડનાનીને રાજ્ય છોડવાની કોર્ટની લીલીઝંડી

નરોડા ગામના ચકચારભર્યા રમખાણ કેસમાં પૂર્વ મંત્રી ડોક્ટર માયાબેન કોડનાને સ્પેશ્યલ કોર્ટે આખરે ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે. વર્ષ ૨૦૦૨ નરોડા ગામમાં કોમી રમખાણ મામલે ડોકટર માયાબેન કોડનાનીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે કેટલીક શરતોને આધીન મંજૂર રાખી હતી. અરજદાર ડો.માયાબહેન કોડનાની તરફથી વિદેશ જવાની પરવાનગી આપવાની વિનંતી સાથે જામીનની શરતોમાં રાહત આપવા માટે અદાલતને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ અરજીમાં ગુજરાત બહાર જવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી. સેશન્સ કોર્ટે કેટલીક શરતો પર માયાબહેનની અરજીને મંજૂર રાખી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, અરજદાર ગુજરાત બહાર ક્યાંRead More


error: Content is protected !!