Main Menu

Friday, January 10th, 2020

 

11-1-2020


શહેર ભાજપા દ્વારા સાઇકલ રેલી યોજાઈ – સાંજે મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશ માટે ઐતિહાસિક નાગરિકતા કાનૂન અંગે કાયદો સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો જેના સમર્થનમાં રાષ્ટ્રના નાગરિકોને આ અંગે સાચી સમજ અને જાગૃતિ આવે એ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો થકી દેશના નાગરિકોની વ્યાપક સમજણ અને જાગૃતિ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જન સમર્થન રેલી બાદ, બૌદ્ધિક સંમેલન અને વોર્ડ સહ પત્રિકા વિતરણ રાઉન્ડ, ખાટલા બેઠકો, પોસ્ટકાર્ડ ઝુંબેશ, સહી ઝુંબેશ, મિસકોલ ઝુંબેશ, પદયાત્રા, જાહેર સભાઓ બાદ આજે તા.૧૦મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧/૦૦ કલાકે શહેર ભા.જ.પા. દ્વારા નાગરિકતા કાનૂનના સમર્થનમાં જનજાગૃતિ માટે સાઇકલ રેલી યોજાઈRead More


તળાજા મહુવા ચોકડી નજીક એસ.ટી અને અમુલ દુધ ના  ટેન્કરનો ગંભીર અકસ્માત

તળાજા ની મહુવા ચોકડી પર આજે સવારે સાત વાગ્યે એસ.ટી બસ અને અમુલ દૂધના ટ્રાન્સપોર્ટેશન વાહન સામસામે અથડાયા હતા.જેમાં એસ.ટી ચાલક નેપેટના ભાગે મૂંઢ ઈજાઓ થવા પામેલ.ભાવનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. મહુવાથી અમુલ દૂધ ની ડિલિવરી દઈ ભાવનગર તરફ જતા દુધવાહન જીજે ૦૮ઝેડ  ૧૧૩૪ અને બારડોલી જાફરાબાદ રૂટની એસ.ટી ની લકઝરી બસ જીજે  ૧૮ઝેડ   ૨૨૫૧  સામસામે ધડાકા ભેર સવારે સાતેક વાગ્યે અથડાયા હતા. જેમાં એસ.ટી ના ચાલક ડોડીયા વિક્રમભાઈ સોમાભાઈ રે વિજયનગર ને પેટના ભાગે મૂંઢ ઈજાઓ થતા પ્રાથમિક તળાજા અને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ હતા.Read More


છેલ્લા ત્રણ વરસથી મોબાઇલ ફોનમા ધમકી આપ્યાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ઘોઘારોડ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં-૫૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪, ૫૦૭ વિ. મુજબના  ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી યશોધરભાઇ ગંગાધરભાઇ પટેલ ઉ.વ.૫૫ રહેવાસી-આઇ-૦૦૨, સામ્રાજય ફલેટસ,Read More


ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં રાત્રી ના સમયે કોઈ પણ ડોક્ટર હાજર નહિ

ઘોઘા સી.એચ.સી હોસ્પિટલમાં રાત્રી ના સમયે કોઈ પણ ડોક્ટર હાજર હોતું નથી જેના કારણે ઇમરજન્સી કેસ ના દર્દી ને નાછૂટકે ભાવનગર ખાતે રેફરલ થવું પડે છે, ઘોઘા ના મોરકવાડા વિસ્તાર માં રહેતા સુલ્તાનાબેન અબુબક્કરભાઈ શેખ ને અચાનક છાતી માં દુખાવો થતા તેમને ધોઘા સી.એચ.સી ખાતે લઇ જવામાં આવેલ જ્યાં ફરજ પર હાજર નર્સ યામીનીબેન ને કયા ડોક્ટર ની ડ્‌યુટી છે તેવું પૂછતાં ડોક્ટર મલ્હાર ની ડ્‌યુટી છે અને તપાસ કરતા ડોક્ટર મલ્હાર ફરજ પર હાજર નહોતા,પરિણામે દર્દી ને ૧૦૮ મારફતે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા દર્દીઓ રોજ રોજ ની આવી તકલીફોRead More


ઉતરાયણ દરમિયાન એક પણ પક્ષીનો જીવ ન જાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ

ઉત્તરાયણ પર્વ દરમિયાન સામાજિક વનીકણ વિભાગ ભાવનગર દ્વારા કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. આ અભિયાન અન્વયે તા.૧૦ થી તા.૨૦ જાન્યુઆરી- ૨૦૨૦ પક્ષી બચાવવાની કામગીરી ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવનાર છે. જેના અનુસંધાને નિવાસી અધિક કલેક્ટરશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે સમિક્ષા બેઠક યોજવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી વન વિભાગ દર વર્ષે પક્ષી સુરક્ષા માટે રાજયવ્યાપી કરૂણા અભિયાન યોજે છે, જેને જીવદયાપ્રેમીઓ અને નાગરિકોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો છે. કરૂણા અભિયાનમાં સામાજિક વનીકરણ, વન સંરક્ષણ કચેરી ભાવનગર, ભાવનગર શહેરના એનજીઓ અને તેના સ્વયંસેવકો સહિતનાRead More


આઈટીઆઈ બોટાદ ખાતે બાળ સુરક્ષા શિબિર યોજાઈ

બોટાદ આઈટીઆઈ ખાતે જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. બોટાદ આઈટીઆઈના તાલીમાર્થીઓને બાળ સુરક્ષા અંગે જાગૃતતા આવે અને તે આશયથી બોટાદ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી બોટાદ આઈટીઆઈ ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના તાલીમાર્થીઓને બાળ લગ્ન , પોસ્કો કલમ, શારીરિક શોષણ અટકાવવા અંગે કાયદાકીય રીતે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં કાનૂની સત્તા મંડળના પ્રમુખ ધર્મેશભાઈ ધાંધલ, ઉપ્રમુખ કશ્યપભાઈ યાદવ,વિનોદભાઈ ખાસિયા અને એડવોકેટ પી.બી રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા..તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં બોટાદ આઈટીઆઈનાRead More


બોટાદ જિલ્લા મહિલા અને બાલ કલ્યાણ અધિકારી ની કચેરી દ્વારા  જાગૃતિ શિબિર યોજાઈ

બોટાદ જિલ્લા મહિલા અને બાલ કલ્યાણ અધિકારી ની કચેરી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ હેઠળ મહિલા કાનૂની જાગૃતિ શિબિર નું આયોજન કરવા માં આવ્યું જેમાંઆશાવર્કર બહેનો ને ઘરેલુ હિંસા ૧૮૧ પોલિસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેંટર ઓ એસ સી વી એમ કે વહાલી દીકરી યોજના વિશે તેમજ મહિલાઓ ને લગતા કાયદાઓ વિશે જાગૃત કરવા માં આવ્યા જેમાં અતિથિ વિશેસ તરીકે સી ડી એચ ઓ ડાક્ટર અનિલ વર્મા સાહેબ મહિલા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પીઆઇ રસના ચૌહાણ મેડમ ડાક્ટર કિરીટ સાહેબ પી એચ એન મધુ બેન પંડિત હાજર રહેલા .. સમગ્ર કાર્યક્રમRead More


બોટાદની રામાનંદાચાર્ય પ્રા.શાળામાં સ્કૂલ ટિ્‌વનિંગ કાર્યક્રમ યોજાયો

આજ રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાળા નંબર ૧ દ્વારા રામાનંદાચાર્ય પ્રા.શાળા નંબર ૨૩ ની મુલાકાત લેવામાં આવી. કાર્યક્રમની શરૂઆત બાળકોને એક સુંદર વિચાર પુષ્પ સાથે પારલે બિસ્કિટ આપી સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ સુંદર પ્રાર્થના કાર્યક્રમ અને આવેલ શિક્ષકો નું ગાંધીજી ના પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું.ત્યારબાદ શાળાના આચાર્ય દર્શનભાઈ દ્વારા પ્રાસંગીક ઉદબોધન અને શાળાની પ્રવૃતિઓ અને સિદ્ધઓ વિશે વાત કરવામાં આવી.વર્ગ ખંડ માં બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ભાષાદીપ અને વર્ગખંડમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી.ત્યારબાદ શાળા પ્રવાસ અને વિજ્ઞાન પ્રયોગ ની સાથે સ્માર્ટ રૂમમાં બાળકોને વિજ્ઞાન વિષયક વીડિયો નું નિદર્શન કરવામાંRead More


બોટાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સિદ્ધિઓ

ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયોજિત બોટાદ જિલ્લાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર થયો સંપ્પન.  ઉલ્લેખનીય રહેશે કે વર્ષ ૨૦૨૦ના પ્રથમ માસમાં ૮ જાન્યુઆરીના રોજ ગોરડકા મુકામે બોટાદ જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાયો હતો. શિક્ષણમાં નવતર પ્રયોગની બળવત્તર રજૂઆત માટે પ્રતિ વર્ષ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર દ્વારા અને ય્ઝ્રઈઇ્‌ના માર્ગદર્શન તળે યોજવામાં આવે છે.  જેમાં વર્ગમાં થયેલ નવતર પ્રયોગની રજૂઆત શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. આ દિવસે બોટાદ જિલ્લાના ૨૨ જેટલાં એજ્યુકેશન ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બોટાદ જિલ્લાના સમાહર્તા જિલ્લા મેજીસ્ટ્રેટ કલેકટર Read More


error: Content is protected !!