Main Menu

ગઢડા નગરપાલિકાના ભાજપી મહિલા સદસ્યનું રાજીનામું

ગઢડા,

 

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગત ચુંટણી દરમ્યાન કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલ અને વોર્ડ નં.૧માંથી બિનહરિફ ચુંટાયેલા મહિલા સદસ્ય વર્ષાબેન ચૌહાણ દ્વારા આજે મંગળવારના રોજ નગરપાલિકા કચેરીએ મોટી સંખ્યામાં ટેકેદારોને સાથે રાખી પોતાની તબિયતની સાનુકુળતા નહી હોવાના સોગંદનામા સાથે રાજીનામુ આપ્યું હતું. આ રાજીનામુ પ્રમુખ દ્વારા મંજુર કરી શેરો મારી ક્લેક્ટરને મોકલવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગાંધીનગર પાલિકાનું ગત ગત અઢી વર્ષની ટર્મ પુરી થતા બક્ષીપંચની જગ્યા ઉપર રચનાબેન સોઢાતરને પ્રમુખ તરીકે પાર્ટી તરફથી નિમવામાં આવેલ છે. પરંતુ આ પ્રમુખ સ્થાન પછી અઢી વરસ નહી પણ સવા વર્ષે વારો બદલાવવા માટે શરૃ થયેલા લોબીંગના કારણે પ્રમુખની ટર્મમાં ભાગ પડાવવા માટેના સમીકરણો કારણભુત બનવા પામેલ છે. આ બ્બતે વર્તમાન પ્રમુખનો સંપર્ક કરતા જણાવેલ કે અમોને પાર્ટી તરફથી અઢી વર્ષની ટર્મ માટેનો મેન્ડેટ આપવામાં આવ્યો છે. જેમાં અધ્ધ વચ્ચેથી રાજીનામુ આપવાની કે અન્ય કોઇ સમાજને પ્રમુખ બનાવવાની શરત નથી. ત્યારે વિશાળ સંખ્યામાં કોળી સમાજને પ્રતિનિધીત્વ આપવાની માંગણી સાથે ગઢડા નગરપાલિકાના રાજકારણમાં અવનવા ખેલના કારણે રાજકીય માવઠું સર્જાવા પામેલ છે.