Main Menu

૬૦૨૪ અસંગઠિત ક્ષેત્રના કામદારો અનેનાના વ્યવસાયકારોના ખાતા ખોલાયા

 

બોટાદ :

બોટાદ જિલ્લામાં બેંક ખાતાથી વંચિત અસંગઠિત ક્ષેત્રના કામદારો તથા વ્યવસાયકારોના વર્ગ – સમૂહને બેંકના છત્ર નીચે આવરી લેવા અને તમામ લોકોનાં બેંક ખાતા ખોલાવવા માટે બોટાદ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી. કે. ના માર્ગદર્શન નિચે જિલ્લામાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ માટે સબંધિત ક્ષેત્ર સાથે સંકળાયેલ નાના કામદારો – વ્યવસાયકારોને બેંક ખાતા ખોલાવવામાં કોઈ તકલીફ ન પડે અને તેમના ખાતા ઝડપથી ખુલ્લે તે માટે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓની નોડલ અધિકારી તરીકેની નિમણૂક પણ કરવામા આવી છે.

દેશને કેશલેશ ટ્રાન્ઝેક્શન તરફ લઈ જવામાં ગુજરાત રોલ મોડેલ બને તેવી વડા પ્રધાનશ્રીની અપેક્ષાને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે બોટાદ જિલ્લામાં પણ બેંક ખાતાથી વંચિત અસંગઠિત ક્ષેત્રના કામદારો તથા વ્યવસાયકારોના વર્ગ – સમૂહનાં બેંક ખાતા ખોલાવવા માટેનું કાર્ય આરંભાયું છે. જેના ફળ સ્વરૂપે તા. ૨૭/૧૧/૨૦૧૬ થી તા. ૨૯/૧૧/૨૦૧૬ના ત્રણ દિવસ  દરમિયાન જિલ્લામાં વિવિધ સ્થળોએ ૫૭ જેટલા કેમ્પ યોજીને ૬૦૨૪ જેટલા લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.

આ ઝૂંબેશ અન્વયે તા. ૨૭/૧૧/૨૦૧૬ ના પ્રથમ દિવસે ૧૦ કેમ્પ યોજી ૧૧૦૦ લોકોના ખાતા ખોલવામાં આવ્યા હતા. જ્યારે તા. ૨૮/૧૧/૨૦૧૬ના રોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી દ્વારા બે કેમ્પ યોજી ૨૮૦ જેટલા જી.આઈ.ડી.સી, જીનીંગ ક્ષેત્રના મજુરો તથા સ્પીનીંગ ક્ષેત્રના મજુરોના,સરકારી મજૂર અધિકારીશ્રી દ્વારા બે કેમ્પમાં ૩૦ બાંધકામ મજૂર, યુ-વીન કાર્ડ હોલ્ડર્સ અને ગ્રામીણ કક્ષાના ખેત મજુરોના, જિલ્લા રજીસ્ટારશ્રી દ્વારા૧૮ કેમ્પ યોજી ૧૭૩૨ દૂધ મંડળી સાથે સંકળાયેલ પશુપાલકો, સહકારી મંડળી અને સંસ્થાના કર્મચારીઓના, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા ૧ કેમ્પમાં  પેટ્રોલપંપના ૩૬ કર્મચારી – ઓપરેટરો અને ઓઈલમીલના કર્મચારીઓના,બોટાદ પ્રાંત અધિકારીશ્રી દ્વારા ૧ કેમ્પમાં એપીએમસીના ૧૦ લોકોનાઅનેસહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા ૧ કેમ્પ યોજીને  ઓટોરીક્ષા, ઓપરેટરો તથા વાહન રીપેરીંગ અને ગેરેજીંગ વગેરે સબંધિત ક્ષેત્ર સાથે સંકળાયેલ ૪૦ લોકો મળી કુલ ૨૫ કેમ્પમાં ૨૧૨૮ લોકોના ખાતા સબંધિત બેંકના અધિકારી – કર્મચારીશ્રીઓને સાથે રાખીને ખોલાવવામાં આવ્યા છે.

જ્યારે તા. ૨૯/૧૧/૨૦૧૬ના રોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી દ્વારા ૩ કેમ્પ યોજી ૫૧૮ જેટલા જી.આઈ.ડી.સી, જીનીંગ ક્ષેત્રના મજુરો તથા સ્પીનીંગ ક્ષેત્રના મજુરોના, સરકારી મજૂર અધિકારીશ્રી દ્વારા પાંચ કેમ્પમાં ૫૨૦ બાંધકામ મજૂર, યુ-વીન કાર્ડ હોલ્ડર્સ અને ગ્રામીણ કક્ષાના ખેત મજુરોના, જિલ્લા રજીસ્ટારશ્રી દ્વારા ૪ કેમ્પ યોજી ૫૨૬ દૂધ મંડળી સાથે સંકળાયેલ પશુપાલકો, સહકારી મંડળી અને સંસ્થાના કર્મચારીઓના, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા બે કેમ્પમાં  પેટ્રોલપંપના કર્મચારી – ઓપરેટરો અને ઓઈલમીલના મળી ૮૮ કર્મચારીઓના, બોટાદ પ્રાંત અધિકારીશ્રી દ્વારા ૧ કેમ્પમાં એપીએમસીના ૩૮૭ લોકોના, જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારાબે કેમ્પ યોજીને હિરા ઉદ્યોગના મજુરો તેમજ અન્ય તમામ પ્રકારના ઉદ્યોગોના ૧૫૫ મજુરોના ખાતા, જિલ્લા મ્યુનિસીપલ અધિકારીશ્રી દ્વારા ૪ કેમ્પ યોજીને પરચૂરણ વ્યાપારી એકમોના કર્મચારી તેમજ કિરાણા વેપારીઓના મળી ૩૯૨ ખાતા અનેસહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા ૧ કેમ્પ યોજીને  ઓટોરીક્ષા, ઓપરેટરો તથા વાહન રીપેરીંગ અને ગેરેજીંગ વગેરે સબંધિત ક્ષેત્ર સાથે સંકળાયેલ ૨૧૦ લોકોના મળી કુલ ૨૨ કેમ્પમાં ૨૭૯૬ લોકોના ખાતા સબંધિત બેંકના અધિકારી – કર્મચારીશ્રીઓને સાથે રાખીને ખોલાવવામાં આવ્યા છે.