Main Menu

બોટાદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી : અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

લોકસભા સામાન્ય-૨૦૧૯ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં
મુકવામા આવી છે. તેના સુચારૂ અમલ માટે બોટાદ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી. વી. લીંબાસીયાએ એક
જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર બોટાદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે સભા કે સરઘસો યોજી તેમા માઈકનો
ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવા અત્યંત આવશ્યક અને અનિવાર્ય જણાતા તેમજ લાઉડ સ્પીકર
વગાડવાથી ધ્વનિ પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત અસર પહોંચે છે તેમજ લાઉડ સ્પીકરથી
લોકોને ખલેલ ન પહોંચે અને લોકો – જાહેર પ્રજાને ધ્વનિ પ્રદુષણથી મુક્ત રાખવા માટે લાઉડ
સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો કે
તેમના ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત ચૂંટણી પ્રચાર માટે વાહનમાં લાઉડ સ્પીકર
વગાડવા માટે સબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસે વાહન રજીસ્ટર્ડ કરાવી, વાહનના ઉપયોગ અંગેની
મંજુરી મેળવી સબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસેથી લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી – પરમીટ
લેવાની રહેશે. અને અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઈથી દેખાય આવે તે રીતે વિન્ડસ્ક્રીન પર
ચોંડવાની રહેશે. કોઈપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ, ઉપરાંત પરમીટ મેળવ્યા
સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચુંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે
નહિ, આ નિયંત્રણો યાંત્રિક શકિત થી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે, સક્ષમ
અધિકારીની પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર કે વાહન પર માઈક રાખી માઈક વગાડી શકાશે નહિ,
સવારના ૬.૦૦ કલાકથી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી જ માઈકનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની
પરવાનગી મેળવીને જ કરી શકશે તેમજ ઉક્ત સમય સિવાય ઉપયોગમાં લાઉડ સ્પીકર કે અન્ય
જોડાયેલ ઉપકરણો સહિત જપ્ત કરવામાં આવશે, લેખિત પરવાનગી વગર જે વાહનમાં લાઉડ
સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર અને તમામ
ઉપકરણો સહિત જપ્ત કરવામાં આવશે, ઉમેદવારે કે કાર્યકરે ઉપરોક્ત જણાવ્યા મુજબની પરવાનગી
મેળવી તેની જાણ ચુંટણી અધિકારી અને સ્થાનિક પોલીસ અધિકારીને કરવાની રહેશે, કોઈ પણ
મતવિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમય પહેલાના ૪૮ કલાક
દરમ્યાન વાહન પર ગોઠવેલ કે અન્ય પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહિ, તેમજ
રાજકીય પક્ષે – ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજિસ્ટરમાં નોંધવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.






error: Content is protected !!