Main Menu

બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રસિધ્ધ કરાયું જાહેરનામું

લોકસભા સામાન્ય-૨૦૧૯ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં
મુકવામા આવી છે. તેના સુચારૂ અમલ માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માતે બોટાદ જીલ્લા
મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
આ જાહેરનામામા જણાવ્યા મુજબ હથિયાર પરવાના ધારકો પૈકી ચુંટણીને અનુલક્ષી જે હથિયાર ધારકોના જેમાં
કરાવવાનું જરૂરી જણાતું હોય તેવા ઈસમોની યાદી તૈયાર કરી હથિયારો જમા કરાવવા અંગેની કાર્યવાહી, ચુંટણી અનુલક્ષીને
સભા – સરઘસની પરવાનગી માંગતી અરજીઓ આવે તેનો નિષ્પક્ષ રીતે સમયસર રીતે સમયસર નિકાલ થાય તે માટે સમયસર
અભિપ્રાયો આપવા, ચુંટણી આયોગને મોકલવાના કાયદો અને વ્યવસ્થાના દૈનિક રીપોર્ટ અંગેની માહિતી જિલ્લા ચુંટણી
અધિકારીશ્રીને દરરોજ સવારે ૧૦-૩૦ કલાક સુધીમાં મુદ્દ્રામ મળી જાય તે રીતે મોકલી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવી,
ચુંટણી આયોગ તરફથી આચારસંહિતાને લગતી સુચના તથા તેના અમલ માટે અત્રેથી બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો
અમલ યોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવી, મતદાનના દિવસે મતદાન મથકો ઉપર ગોઠવવા ધારેલા બંદોબસ્ત માટેની સ્કીમ
તેમજ મતગણતરીના કેન્દ્રો ઉપર ગોઠવવા ધારેલ બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી મોકલી આપવા વ્યવસ્થા કરવી. છેલ્લી
ઓછામાં ઓછી બે ચુંટણીઓ દરમ્યાન પોલીસ મથકમાં ચુંટણી વિષયક ગુન્હામાં સંડૉવાયેલા હોવાની જેમના વિરૂધ્ધ ફરિયાદ
નોંધવામાં આવેલી વ્યકિતઓની એક યાદી તૈયાર કરી તેની બબ્બે નકલો અત્રે તુરત જ મોકલી આપવી અને આવી યાદીની નકલ
સબંધીત પોલીસ સ્ટેશનને તથા આપની પાસે ઉપલબ્ધ રાખવા તેમજ બોટાદ જિલ્લાના દરેક પોલીસ મથકમાં અગાઉ
ગુન્હેગાર તરીકે નોંધાયેલી હોય તેવી વ્યકિતઓ ફરાર જાહેર કરવામાં આવેલી વ્યકિતઓ, ભાગેડુ ગુન્હેગારોની અધતન યાદીઓ
તૈયાર કરી અત્રે જુદા જુદા પોલીસ સ્ટેશનવાર મોકલી આપવી અને આપની પાસે તથા તમામ પોલીસ સ્ટેશને આવી યાદીની
નકલ ઉપલબ્ધ રાખવા વ્યવસ્થા કરવી, બોટાદ જિલ્લાના પોલીસ મથકમાં તમામ બાકી વોરન્ટ અને સમન્સની બજવણી
કરવાની એક ખાસ ઝુંબેશ શરૂ કરી તેનો અમલ કરાવવા માટે જરૂરી સુચના આપી દર અઠવાડીયે અધતન બનાવાયેલી “મતદાર
વિભાગ” માટેની માહિતી બે નકલમાં મોકલી આપવાની રહેશે. બોટાદ જિલ્લામાં પોલીસ મથકમાં અગાઉ ચુંટણીઓમાં
નોંધાયેલા તમામ ચુંટણી વિષયક ગુન્હાઓની શોધ, તપાસ અને તે અંગે મુકદમો ચલાવવાની પ્રવૃત્તિને ઝડપી બનાવવાની એક
ખાસ ઝુંબેશ શરૂ કરવી અને પેન્ડીંગ કેસોમાં તાત્કાલીક તપાસ પૂર્ણ કરી કરવા અને તે અંગેનો “પ્રગતિ અહેવાલ દર અઠવાડીયે” મોકલી આપવા વ્યવસ્થા કરવી. જિલ્લામાં આવેલા
શસ્ત્રો અને દારૂગોળાની દુકાનોના પરવાનેદારની બાબતમાં ૧૦૦% ચકાસણી હાથ ધરી ખાત્રી કરવી તથા તેમની દુકાનોમાં
શાસ્ત્રોન જથ્થાનું રેકર્ડ છેલ્લામાં છેલ્લી તારીખ સુધીનું રાખવામાં આવ્યું છે તેની ખાત્રી કરવી. પરવાનેદારનો પૂર્વ ઈતિહાસ
તપાસી તાજેતરમાં કોઈ અનિયમિતતામાં સંડોવાયેલા હોય તો એ બાબત અને કોઈ રાજકીય જોક ધરાવતા હોય તો એ હકીકત
ધ્યાને રાખી સક્રીય ચુંટણી પ્રચારલક્ષી ઝુંબેહ્શના દિવસો દરમ્યાન આવા વેપારીની ઝીણવટ ભરી ચકાસણી કરવી, ગેરકાયદે
શસ્ત્રો અને દારૂગોળો કાઢવા માટેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવા અને તે જપ્ત કર્યા અંગેની અઠવાડીક માહિતી મતદાર વિભાગ
પ્રમાણે બે નકલમાં તુરત જ મોકલી આપવા વ્યવસ્થા કરવી, દારૂ બનાવવાના ગેરકાયદેસર કારખાના – ભઠ્ઠીઓ શોધી કાઢવા
માટેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવી અને ગેરકાયદેસર દારૂની જપ્તીની માહિતી તુરત જ મોકલી આપવી તેમજ ઉક્ત મુજબના
પ્રતિબંધક પગલા તાત્કાલીક લેવાની કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


error: Content is protected !!