Main Menu

જેટલીની હાજરીમાં ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં જાડાયા ઃ કહ્યું વડાપ્રધાન મોદીના વિઝનથી પ્રભાવિત હતો

ન્યુ દિલ્હી,તા.૨૨
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે રાજકીય ઇનિંગ શરૂ કરી દીધી છે. ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ગંભીરે પાર્ટીની સભ્યતા લીધી. ત્યાર બાદ ગૌતમ ગંભીરે બીજેપીના રાષ્ટÙીય અધ્યક્ષ અમિત શાહની પણ મુલાકાત લીધી.
ગંભીર બીજેપીમાં સામેલ થઇ ગયા બાદ હવે તે નિશ્ચિત માનવામાં આવી રÌšં છે કે તેને દિલ્હીથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ મળી શકે છે. જાકે, પ્રેસ કોન્ફરન્સમાં અરૂણ જેટલીએ આ વાત પર જવાબ આપ્યો નહીં. તેમણે કÌšં કે આ નિર્ણય પાર્ટી હાઇકમાન્ડ પર છોડી દો.
બીજેપીની સભ્યતા લીધા બાદ ગૌતમ ગંભીરે મીડિયા સાથે વાતચીતમાં કÌšં કે હું વડાપ્રધાનના વિઝનથી પ્રભાવિત હતો માટે બીજેપીમાં સામેલ થયો છું. ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીરે બીજેપીમાં સામેલ થઇ શકે છે તેવા અહેવાલો ઘણા સમયથી મીડિયામાં સામે આવી રહ્યા હતા. જાકે ફક્ત ઔપચારિક જાહેરાત જ બાકી હતી.
ગૌતમ ગંભીરને તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગૌતમ ગંભીરે ડિસેમ્બર ૨૦૧૮માં ક્રિકેટ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેણે છેલ્લે ૨૦૧૬માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ રમી હતી. ગંભીરે ૨૦૦૩માં બાંગ્લાદેશ સામે વન-ડે તથા ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યૂ કર્યા હતા. તે એક સમયે વીરેન્દ્ર સેહવાગ સાથે ભારતીય ટીમનો રેગ્યુલર ઓપનર હતો. ગંભીર ૨૦૦૭માં ટી૨૦ અને ૨૦૧૧માં વન-ડે વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ રહી ચૂક્્યો છે.


error: Content is protected !!