Main Menu

આજથી આઇપીએલ મેચનો પ્રારંભઃ ધોની અને કોહલી વચ્ચે ટક્કર રાત્રે ૮.૦૦ વાગ્યાથી શરૂ, ચેન્નાઈ સુપર કિંગ્સ તેની કમાણી શહીદોનાં પરિવારજનોને આપશે

ચેન્નાઈ,તા.૨૨
આજે આઇપીએલ (ઇÂન્ડયન પ્રીમિયર લીગ)ની ૧૨મી સિઝનની શરૂઆત થશે. આજે પ્રથમ મૅચ ડિફેÂન્ડંગ ચૅÂમ્પયન તેમ જ કુલ ત્રણ વખત ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને એક પણ વાર ટાઇટલ ન જીતી શકનાર રાયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) વચ્ચે રમાશે. મૅચ રાત્રે ૮.૦૦ વાગ્યે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્‌ સ્ટેડિયમ ખાતે થશે.
સીએસકેની ટીમ ત્રણ વખત ટાઇટલ જીતી છે, જ્યારે આરસીબીના નસીબમાં એક પણ તાજ હજી સુધી નથી આવ્યો.
આ મેચમાં ટિકિટોના વેચાણમાંથી ચેન્નાઈ ટીમને જે કમાણી થશે એ તે સીઆરપીએફના એ જવાનોનાં પરિવારજનોને દાનમાં આપી દેશે જેમણે ગયા ફેબ્રુઆરીમાં જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલામાં એમના જાન ગુમાવ્યા હતા. આ જાહેરાત સીએસકે ટીમના ડાયરેક્ટર રાકેશ સિંહે કરી છે.
સિંહે ટીમના Âટ્‌વટર હેન્ડલ પર જણાવ્યું છે કે, ચેન્નાઈ ટીમ તેની પહેલી મેચની ટિકિટોના વેચાણની કમાણી પુલવામા હુમલાનો ભોગ બનેલા જવાનોનાં પરિવારજનોને આપશે. ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, જે ભારતીય ભૂમિદળનો માનદ્દ લેફ્ટેનન્ટ કર્નલ છે, તે રકમનો ચેક શહીદોનાં પરિવારજનોને સુપરત કરશે.
આ વખતની આઇપીએલમાં ભાગ લેનારી બીજી છ ટીમોમાં મુંબઈ ઇÂન્ડયન્સ, રાજસ્થાન રાયલ્સ, દિલ્હી કેપિટલ્સ (અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ), કોલકતા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબનો સમાવેશ છે. મુંબઈ ઇÂન્ડયન્સની પ્રથમ મૅચ રવિવારે મુંબઈના વાનખેડેમાં દિલ્હી કેપિટલ્સ સામે રાત્રે ૮.૦૦ વાગ્યાથી રમાશે.
ચેન્નઈ સુપર કિંગ્સઃ
એમ. એસ. ધોની (કેપ્ટન), સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, મુરલી વિજય, રવીન્દ્ર જાડેજા, સેમ બિલિંગ્સ, મિચેલ સેન્ટનર, ડેવિડ વિલી, ડ્‌વેન બ્રાવો, શેન વોટસન, ઇમરાન તાહિર, કેદાર જાધવ, અંબાતી રાયડુ, હરભજનસિંહ, દીપક ચહર, કે. એમ. આસિફ, કર્ણ શર્મા, ધ્રુવ શૌરી, એન. જગદીશન, શાર્દુલ ઠાકુર, મોનુકુમાર, ચૈતન્ય વિશ્નોઇ, મોહિત શર્મા, ઋૃતુરાજ ગાયકવાડ. લૂંગી એÂન્ગડી ઈજાગ્રસ્ત થવાને કારણે આઈપીએલની બહાર થઈ ગયો છે, તેના વિકલ્પની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ
વિરાટ કોહલી (કેપ્ટન), એ. બી. ડિ’વિલિયર્સ, પાર્થિવ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, પવન નેગી, નાથન કોલ્ટરનાઇલ, મોઈન અલી, મોહંમદ સિરાઝ, કોલિન ડી ગ્રેન્ડહોમ, ટિમ સાઉદી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલવંત ખેજાલિયા, માર્કસ સ્ટોઈનિસ, સિમરોન હેટમાયર, ગુરકિરત માન, શરફરાઝ ખાન, શિવમ દુબે, હેનરિક ક્લાકેન, હિમંતસિંહ, મિલિંદ કુમાર, પ્રાસરાય બર્મન, અક્ષદીપ નાથ.


error: Content is protected !!