Main Menu

કોહલીની અંદર શ્રેષ્ઠ કરવાની ભૂખ, તોડી શકે છે તેંદુલકરનો રેકોર્ડઃ જેક કેલિસ

કેપટાઉન,તા.૨૨
દક્ષિણ આફ્રિકના ઓલ-રાઉન્ડર જેક કેલિસનું માનવું છે કે ફક્ત વિરાટ કોહલી જ આને જવાબ આપી શકે છે કે તે સચિન તેંડુલકરની ૧૦૦ આંતરરાષ્ટÙીય સદીનો રેકોર્ડ તોડશે કે નહીં, પરંતુ વસ્તુઓને સરળ રાખવાની ક્ષમતા ભારતીય કેપ્ટનની સૌથી મોટી આવડત છે. છે વિરાટ કોહલીએ ૩૦ વર્ષની ઉંમરે ૬૬ આંતરરાષ્ટÙીય સદી ફટકારી છે અને ઘણા માને છે કે તેંડુલકરની બેટિંગ રેકોર્ડને તોડવા માટે તે એક મજબૂત પ્રતિસ્પર્ધી છે.
રમતના મહાન ઓલરાઉન્ડર પૈકી એક, કેલિસે કÌšં કે, “હું માનું છું કે કોહલી જ્યાં સુધી આગળ વધવા માંગે છે ત્યાં જઈ શકે છે. તે એક વિશ્વ કક્ષાના ખેલાડી છે. તેની અંદર શ્રેષ્ઠ કરવાની ભૂખ છે. તે સખત મહેનત કરે છે. તેમણે આટલા વર્ષોમાં આ સાબિત કર્યું છે. તેમના વિશેની સૌથી મહત્વની વાત એ છે કે તે વસ્તુઓને સરળ રાખે છે. લોકો તેમની બેટિંગનો આનંદ માણે છે. “
તો શું વિરાટ કોહલી, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે, તો કેલિસે કÌšં કે, “ફક્ત કોહલી તેનો જવાબ આપી શકે છે. જા તે ફિટ રહે અને આગળ વધવા માટે આતુર હોય, તો તેની પહોંચથી કંઈ દૂર નથી. ”


error: Content is protected !!