Main Menu

‘કેસરી’નું ધમાકેદાર ઓપનિંગ, પ્રથમ દિવસે ૨૧.૫૦ કરોડની કમાણી

મુંબઈ,તા.૨૨
અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર ‘કેસરી’એ રિલીઝ થતા જ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ સાબિત થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે ભારતમાં ૨૧.૫૦ કરોડની કમાણી કરી લીધી છે. આ વાતની જાણકારી ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના Âટ્‌વટર અકાઉન્ટ પર શેર કરી હતી.
તરણ આદર્શે Âટ્‌વટ કરતા લખ્યું, ‘કેસરી’એ બોક્સઓફિસ પર આગ લગાડી દીધી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯ની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર રહી છે. હોળીના કારણે સવારે અને બપોરે લિમિટેડ શોઝ હતા પણ સાંજના શોમાં ફિલ્મે ધમાકેદાર કલેક્શન કર્યું છે. આ ફિલ્મે પહેલા જ દિવસે ૨૧.૫૦ કરોડ કમાઈ લીધા છે.’






error: Content is protected !!