Main Menu

‘હું ચૂંટણી નહિ લડું, કોઈ પાર્ટી માટે પ્રચાર પણ નહિ કરૂ’ઃ સલમાન ખાન

મુંબઈ,તા.૨૨
પોતે લોકસભાની ચૂંટણી લડવાનો છે એવી અફવાઓનું બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ખંડન કર્યું છે. એણે કÌšં છે કે રાજકારણમાં પડવાનો એનો કોઈ પ્લાન નથી અને એ કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણીપ્રચાર પણ કરવાનો નથી. સલમાને આ સ્પષ્ટતા Âટ્‌વટર મારફત કરી છે.
એક ટ્‌વીટમાં એણે લખ્યું છે કે અફવાઓથી વિપરીત, હું ચૂંટણી લડવાનો નથી અને કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણીપ્રચાર પણ કરવાનો નથી.
અગાઉ એવી અફવા હતી કે મધ્ય પ્રદેશ કોંગ્રેસ ઈન્દોર શહેરમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે સલમાનનો સાથ લેવા વિચારે છે. ઉલ્લેખનીય છે કે સલમાનનો જન્મ ઈન્દોરમાં જ થયો હતો.
કોંગ્રેસનાં પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ એમ કÌšં હતું કે ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે કોંગ્રેસના નેતાઓ સલમાન ખાનના સંપર્કમાં છે અને સલમાન કોંગ્રેસ માટે પ્રચાર કરશે એ લગભગ નિશ્ચિત છે. કારણ કે સલમાનનું બાળપણ ઈન્દોરમાં વિત્યું હતું. એનાં દાદા ઈન્દોરમાં સિનિયર પોલીસ અધિકારી હતા.


error: Content is protected !!