Main Menu

જનધન ખાતાથી મહિને માત્ર ૧૦,૦૦૦ જ ઉપાડી શકાશે

નવી દિલ્હી,
ભારતીય રિઝર્વ બેંકે જનધન ખાતાઓથી રોકડ ઉપાડની મર્યાદા ૧૦૦૦૦ રૂપિયા પ્રતિ મહિના કરી દીધી છે. કાળા નાણા ધરાવનાર લોકો દ્વારા જનધન ખાતાના દુરુપયોગને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે આ સંબંધમાં જાહેરનામુ જારી કરી દીધું છે અને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા ધારક ખેડૂતો અને ગ્રામીણોની સુરક્ષાને ધ્યાનમાં લઇને આ પગલા લેવામાં આવ્યા હતા. તેમના ખાતાના મની લોન્ડરિંગ ગતિવિધિઓના ઉપયોગ કરવા અને તેના પરિણામ સ્વરુપે બેનામી સંપત્તિ લેવડદેવડ અને મની લોન્ડરિંગ કાયદાની કઠોર જાગવાઈને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવાયો છે. સાવધાનીના પગલા રૂપે આવા ખાતાના સંચાલન ઉપર કેટલીક મર્યાદા લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, હાલમાં આ જાગવાઈ વૈકÂલ્પકરીતે કરવામાં આવી છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે જે જનધન ખાતામાં પોતાના ગ્રાહકોને કેવાયસીની તમામ શરતો પાળવામાં આવી છે તેમાંથી દર મહિને ૧૦૦૦૦ રૂપિયા સુધી અને એવા જનધન ખાતા જેમાં મર્યાદિત અથવા કેવાયસીનું પાલન કરવામાં આવ્યું નથી તેવા ખાતાથી મહિને ૫૦૦૦ રૂપિયા જ ઉપાડી શકાશે. આમા કહેવામાં આવ્યું છે કે, બેંકના બ્રાન્ચ મેનેજર વર્તમાન નક્કી કરવામાં આવેલી મર્યાદાની અંદર રહીને મામલાની ગંભીરતાની તપાસ કરી શકે છે. મામલાની તપાસ કરવામાં આવ્યા બાદ આવા ખાતામાંથી મહિને ૧૦૦૦૦ રૂપિયાની વધારાની રકમ ઉપાડવાની મંજુરી આપી શકે છે. આરબીઆઈએ કહ્યું છે કે, જા કોઇ ખાતા ધારકને મહિને ૧૦૦૦૦થી વધારે ઉપાડવા છે તો તેને પોતાની જરૂરીયાત અંગેની માહિતી આપવી પડશે તે પોતાના પૈસાનો ઉપયોગ કયા હેતુથી કરનાર છે તે અંગે માહિતી આપવી પડશે. રિઝર્વ બેંકનું કહેવું છે કે, જ્યાં સુધી જેમાં રકમના મામલામાં જનધન ખાતા માટે ૫૦૦૦૦ રૂપિયાની વાત છે. કેન્દ્ર સરકારના રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ જનધન ખાતામાં એકાએક પૈસા જમા થઇ રહ્યા છે. કેટલાક ખાતામાં ૪૯ હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા છે. એવા અહેવાલ પણ આવ્યા છે કે, ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક લોકોના ખાતામાં નોટબંધી સુધી કોઇ રકમ ન હતી ત્યારબાદ અચાનક રૂપિયા આવ્યા હતા. નોટબંધી બાદ ૧૪ દિવસના ગાળામાં જ ૨૭૨૦૦ કરોડ રૂપિયાની જમા રકમ થઇ છે. ૨૩મી નવેમ્બર સુધી કુલ જમા રકમનો આંકડો ૭૦૦૦૦ કરોડ થયો હતો. નોટબંધીથી પહેલા ખાતામાં ૪૫૬૩૬.૬૧ કરોડ રૂપિયા હતા.