Main Menu

મહાપાલિકાનું બજેટ સર્વસંમતિથી મંજુર

ભાવનગર તા. રર
ભાવનગર મહાપાલીકા સાધારણ સમગ્ર સભાની બેઠક રૅ૦૧૯-ર૦નું અંદાજપત્ર પાસ કરવા મેયર મનભા મોરીના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં પુર્વ ડે. મેયર ગોવિંદભાઈ કુકરેજીયાના અવસાન અંગે સભા ગૃહે મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પી હતી. બાદમાં તા. ર૦-રની કાર્યનોંધ બહાલ રાખી હતી. ત્યાર બાદ મેયરે લોકસભાની ચૂંટણી અને આચાર સહિતા હોય બજેટ સર્વ સંમતિથી મંજુર પાસ કર્યાની ઘોષણા કરતા મહાપાલિકા કોંગ્રેસ પાર્ટીના નેતા જયદિપસિંહ ગોહિલે ઉઠીને એવી વાત કરી કે ચર્ચા વીચારણા કરવા નથી માંગતા બજેટ અંગે અમે ચર્ચા કરતા જ નથી… આવી વાત કરીને વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ મેયરને ભીડવવા જતા વાત આગળ ચલાવે તે પહેલા ઉભા થઈને ભરતભાઈબ ુધેલીયાએ સભામાં એવી દલીલ કરી કે તમે એમ કેમ કરી શકો કે બજેટ સર્વ સંમતિથી પાસ, આ વાત પુરી થાય ત્યાં વિપક્ષના સભ્ય અરવિંદ પરમારે બજેટ અને આચાર સહિતા કાનુની મુદ્દે એવી વાત કિધી કે કાયદાની કંઈ કલમ તળે સભામાં વાત કરો છો તેવો સિધ્ધો સવાલ પરમારે મેયરને પૂછતા આમ સભાગૃહમાં વિપક્ષ દ્વારા ત્રિપાંખી રજુઆત અને વિપક્ષી સભ્યો ઉઠીને ચાલતા થતા બજેટ બેઠકમાંથી વિપક્ષનો વોકઆઉટ જેવો દેખાવ થવા પામેલ આમ બજેટ બેઠકમાં આ Âસ્થતિ સર્જાવા પામેલ. જા કે મહાપાલિકાનું આ બજેટ શાસકો દ્વારા રૂ. પ૯ કરોડ ર૬ લાખની પુરાંત દર્શાવતું અંદાજ પત્ર પાસ કરી દિધાની વાત થઈ. વાત એટલેથી ન અટકતા વિપક્ષના સભ્ય ભરતભાઈ બુધેલીયા ફરી મેયર કચેરીએઅ ાવી એવું જાણવા માંગતા હતા કે આજના બોર્ડની વિગત મિનિટમાં શું લખાય છે. તેમણે આ વાત મેયરને રૂબરૂ મળીને રજુઆત પણ કરી હતી. જા કે કોર્પોરેશન બોર્ડ કાર્યવાહીની વધુ જાણકારી ધરાવતા કોંગીના નગરસેવક રહિમભાઈ કુરેશી મૌન્‌ રહ્યા હતાં. પરંતુ મેયરે કહ્યું હતું કે આચાર સહિતાના મુદ્દે મે સભાગૃહમાં મારી ફરજ બજાવી છે. વળી બોર્ડ પુરૂ થયા પછી મેયર, સ્ટે. કમિટિ ચેરમેન, કમિશ્નર અને અન્ય સભ્યો પણ મેયર ચેમ્બરમાં મળ્યા હતાં.


error: Content is protected !!