Main Menu

બોટાદ એલ.સી.બી તથા બરવાળા પોલીસ દ્વારા વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે ધકેલવામાં આવ્યો

અશોક કુમાર નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાઓએ બોટાદ જીલ્લામાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અનુસંધાને ગઇ તારીખ ૦૬/૦૨/૨૦૧૯ ના રોજ આરોપી સહદેવસિંહ ગંભીરસિંહ રાઠોડ રહે.વૈયા તા.બરવાળા જી.બોટાદ વાળાને અલગ અલગ બ્રાંડના ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ. ૧,૨૪,૬૦૦/- તથા એક ઇકો ગાડી કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૫૦૦/- મળી કુલ રૂપીયા ૨,૭૬,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી બરવાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુ.ર.નં. ૧૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૯૮(ડી), ૧૧૬(બી), ૮૧, મુજબ ગુન્હો દાખલ થયેલ હોય જે આરોપી જામીન ઉપર મુક્ત થતા આ આરોપી વિરૂધ્ધ બરવાળા પો.સબ.ઇન્સ. આર.કે.પ્રજાપતિ નાઓ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ સુજિતકુમાર નાઓએ પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી સ્ટાફના હે.કો.લક્ષ્મણદેવસિંહ ચુડાસમાં તથા  આર.કે.પ્રજાપતિ પો.સ.ઇ. બરવાળા તથા બરવાળા પોલીસ સ્ટાફના હે.કો. કિરણસિંહ દાયમાં તથા પો.કો.રાજુભાઇ વેદાણી તથા પો.કો.બહાદુરસિંહ રાઠોડ તથા પો.કો. પ્રદ્યુમનસિંહ વાળા  દ્વારા ગઇ તા. ૨૩/૦૩/૨૦૧૯ ના રોજ વહેલી સવારમાં મજકુર આરોપીના વોરંટની બજવણી કરી લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે ધકેલી આપેલ છે.





error: Content is protected !!