Main Menu

સાવરકુંડલા ટાઉન વિસ્તારના મારૂતિનગરમાંથી દેશી જામગરી બંદુક સાથે આરોપી ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ

​ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય  દ્વારા આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અનુસંધાને ભયમુક્ત અને તટસ્થ મતદાન થાય તે હેતુથી ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ.આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ તા.૨૩/૦૩/૨૦૧૯ ના રોજ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમી રાહે હકિકત મળેલ સાવરકુંડલા મારૂતી નગરમાં રહેતો એક ઇસમ પોતાની પાસે જામગીરી દેશી બંદુક રાખે  છે. તેવી ચોક્કસ બાતમી મળતા મારૂતીનગર વિસ્તારમાંથી બાતમીમાં જણાવેલ વર્ણન વાળા ઇસમને દેશી બનાવટની જામગરી બંદુક (હથિયાર) સાથે ઝડપી પાડેલ છે.
દાઉદભાઇ કાળુભાઇ મોરી(ડફેર) ઉ.વ-૨૨ ધંધો.મજુરી રહે. સાવરકુંડલા મારૂતીનગર  જેમાં  એક દેશી જામગરી બંદુક  (હથિયાર) કિ.રૂ.૫૦૦/- સાથે પકડાયેલ ઇસમ વિરુધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એસ.ઓ.જી.ના પો.સબ ઇન્સ. આર.કે કરમટા તથા ટીમ એસ.ઓ.જી દ્વારા કરવામાં આવેલ છે





error: Content is protected !!