Main Menu

એક ના ડબલ આપવાની લાલચ આપી લોકોને ઠગતી ટોળકીને મહુવામાંથી દબોચી દેતી ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસ

     બે-ત્રણ દિવસ પુર્વે  ભાવનગર એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ હતી કે, એક આંતર જીલ્લા ગેંગ છે જે લોકોને એકના ડબલ આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઇ કરી પૈસા પડાવી લેવાનો ધંધો છેલ્લા ઘણા સમયથી સક્રિય થયેલ છે. આ ગેંગમાં ઇમરાન દિનુભાઇ ભુરાણી રહે. સાંવરકુંડલા, બસ સ્ટેશનની પાછળ કાપડીયા સોસાયટીવાળો તેની ગેંગ સાથે મળી લોકો પાસેથી સાચા પૈસા લઇ તેની ડબલ પૈસા કેમીકલથી કાળા રંગના કાગળમાંથી પૈસા બનાવી આપવાનો વિશ્ર્વાસ આપી લોકોને છેતરે છે. અને હાલ આ ગેંગ ભાવનગર જીલ્લામાં આવેલ છે અને શિકારની શોધમાં છે.
  ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ સાહેબે આ ગેંગને પકડી પાડવા માટે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટને સુચના આપેલ હતી અને બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. યોગીનભાઇ ધાંધલ્યા તથા બાવકુદાન ગઢવીને સંયુક્ત બાતમી હકિકત આધારે આ ગેંગને ઝડપી પાડવા માટે મહુવામાં છટકુ ગોઢવામાં આવેલ જેમા એસ.ઓ.જી. પોલીસ ગ્રાહક બની આ ઇમરાન દિનુભાઇનો સંપર્ક કરેલ અને આ ઇમરાન તેના ગેંગના મેમ્બર સાથે મહુવા મળવા આવેલ અને તેને જણાવેલ કે, પોતાની પાસે એવુ કેમીકલ છે જે પાણીમાં ભેળવી તેમા કાળા રંગના કાગળો બોળવામાં આવે તો તેમાથી રૂપિયા ૫૦૦ ના દરની ભારતીય ચલણની નોટો બની જાય છે અને નોટો બનાવવાનું કેમીકલ તથા કાળા રંગના કાગળો લેવા માટે એડવાન્સ પેટે રૂપિયા ૧૦ લાખ આપવા પડશે અને ડીલ કરવા આવો ત્યારે પૈસા કેવી રીતે બનાવવામાં આવે છે તેનો ડેમો આપવામાં આવશે અને નોટો બનાવતા શીખડાવવામાં આવશે.
  જેથી આજરોજ એસ.ઓ.જી. પોલીસ ડમી ગ્રાહક બની મહુવામાં આ ગેંગને ઝડપી પાડવા માટે છટકુ ગોઠવેલ અને ગેંગના સભ્યોએ મહુવા સરકીટ હાઉસ ખાતે બોલાવતા ત્યા જતા ઇમરાન ભુરાણી તથા તેની સાથે બીજા બે માણસો મળેલ અને આ ઇમરાનને પહેલા ભારતીય ચલણી નોટો બનાવી આપવા ડેમો આપવા જણાવતા આ ઇમરાને પ્લાસ્ટીકની ડોલમાં પાણી ભરી તેમા તેની પાસે રહેલ પ્રવાહી નાખી તેમા કાળા કાગળો નાખી તેમાથી રૂપિયા ૫૦૦ ના દરની ૨૦ નોટો કાઢેલ જેથી તેના ઉપર શંકા જતા આ ડોલમાં રહેલ પ્રવાહી ઢોળી જોતા ડોલમાં નીચે ખોલ-બંધ થાય તેવી ડીસ ફીટ કરવામાં આવેલ હતી અને તેમા રૂપિયા ૫૦૦ ના દરની નોટો છુપાવેલ હતી તેમાથી નોટો કાઢી બતાવતો હતો જેથી અન્ય પોલીસને ઇશારો કરી બોલાવી ત્રણેય ઇસમોને ઝડપી પાડેલ હતા જેમા (૧) ઇમરાન દિલુભાઇ ભુરાણી ઉ.વ.૩૫ રહે. સાંવરકુંડલા બસ સ્ટેશન પાસે કાપડીયા સોસાયટી (૨) અબ્દુલલતીફ મોહમદ હસન કાજી ઉ.વ.૪૭ રહે. રંગાળી મહોલ્લા મસ્જીદની બાજુમાં ધોરાજી. જી. રાજકોટ (૩) અક્ષયભાઇ કિરણભાઇ મુંજપરા ઉ.વ.૨૫ રહે. નાના ભમોદરા તા. સાંવરકુંડલા જી. અમરેલીવાળા છે.
    મજકુર ત્રણેય પાસેથી કાળા કલરના કાગળના બંડલ નંગ-૪૦ તથા યુગોસ્લાવીયા દેશના દિનાર ૨૧૦૦૦ તથા મોબાઇલ ફોન-૫ કિ.રૂ|. ૧૭૦૦૦/- તથા ડોલ-૧ તથા પ્રવાહી ભરેલ બોટલ-૧ તથા હાથમાં પહેરવાની મોજા તથા મોઢે લગાડવાનું માસ્ક કબ્જે કરવામાં આવેલ છે. અને મજકુર ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. યોગીનભાઇ ધાંધલ્યાએ મહુવા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આરોપીઓની પુછપરછમાં અગાઉ ઇમરાન ભુરાણી એક વર્ષ પહેલા વડોદરામાં આવી રીતે રૂપિયા સાડા છ લાખનું ચીટીંગ કરેલ છે. અને અબ્દુલ્લ લતીફ કાજી ૧૦ વર્ષ પહેલા સાંવરકુંડલામાં હીરાના ચીંટીંગના ગુન્હામાં પકડાયેલ હતો હાલ આરોપીઓની વધુ પુછપરછ ચાલુ છે જેમા વધુ વિગતો મળવાની શક્યતા છે.
                   આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટની સુચનાથી પોલીસ હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. યોગીનભાઇ ધાંધલ્યા તથા બાવકુદાન ગઢવી તથા મુકેશભાઇ પરમાર તથા અબ્બાસભાઇ દેવજીયાણી તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. પદુભા ગોહિલ તથા ભયપાલસિંહ ચુડાસમા તથા ડ્રાઇવર જે.જે.ગોહિલ જોડાયા હતા.

error: Content is protected !!