Main Menu

સસ્પેન્સનનો અંત ઃ ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર ડો.ભારતીબેન શિયાળ રિપીટ

જાગાનુજાગ આજે ડો.ભારતીબેન શિયાળનો જન્મ દિવસ હોય ત્યારે જ લોકસભાના ઉમેદવાર તરીકે મોડી સાંજે નામ જાહેર થતા જન્મદિવસની ખુશી બેવડાઈ
ભાવનગર,તા.ર3
દેશભરમાં જયારે લોકસભા ચુંટણીનું બ્યુગલ ફુંકાઈ ગયુ છે ત્યારે ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર આખરે ભારતીબેન કપાશે કે રિપીટ થશે જા કપાઈ તો નવો ચહેરો કોણ ? તે અંગે જાત જાતની ચર્ચાઓ વચ્ચે આજે લગભગ સાડા આઠ વાગે ભારતીબેનના નામ પર મંજુરીની મ્હોર લાગતા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયુ છે.
ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પરથી ચુંટણી જાહેર થતા જ જાત જાતની ચર્ચાઓએ જાર પકડયુ હતુ. જયારે સાથે સાથે એવી પણ વાતે જાર પકડયુ હતુ કે ભારતીય જનતા પાર્ટીના ગત ટર્મના ઉમેદવારોમાં મોટાભાગના ઉમેદવારો કપાઈ જશે. જેથી ભાજપના પ્રતિનિધિઓ જયારે ભાવનગર-બોટાદ બેઠક પર નામ પસંદગીના સેન્સ લેવા આવ્યા ત્યારે અધધ…ર૬ જેટલા ઉમેદવારોએ આ બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. જયારે લગભગ મોટાભાગના ચર્ચાતા નામોમાં રાજુભાઈ રાણા, મહેન્દ્ર પનોત, મહેન્દ્રસિંહ સરવૈયા અને હિરાભાઈ સોલંકીના નામો મુખ્ય ગણાતા હતા જયારે એક અટકળો એવી પણ હતી કે કોળી સમાજ ફેકટર તેમજ ભારતીબેને કરેલા વિકાસ કાર્યાેને જાતા આ બેઠક પર ભારતીબેન રિપીટ થાય તેવી અટકળો પણ સાથે ચાલતી તો હતી જ. જયારે મોડી સાંજે ડો.ભારતીબેનના નામ પર મંજુરી વાગતા અટકળોનો અંત આવી ગયો છે. જયારે જાગાનુજાગ ડો.ભારતીબેન શિયાળનો આજે જન્મ દિવસ હોય જન્મદિવસની શુભકામના પાઠવવા મોટી સંખ્યામાં શુભેચ્છકો સ્નેહીજનો હાજર થતા તે વેળાએ જ ડો.ભારતીબેનનું નામ જાહેર થતા આ ખુશી બેવડાઈ ગઈ હતી. અને ઉપસ્થિત લોકોએ ભારતીબેનનું મોં મીઠુ કરાવીને શુભકામના પાઠવી હતી.
અત્રે એ નોંધનીય છે કે ડો.ભારતીબેન શિયાળના વિકાસ કામો અને કોળી સમાજમાં સારૂ એવુ પ્રભુત્વના પોઝીટીવ પાસાને લઈને પ્રબળ દાવેદાર તો મનાતા હતા જ સાથો સાથ ડો.ભારતીબેન શિયાળની સંસદમાં ૯૪ હાજરી તેમજ લગભગ તેમના કાર્યકાળ દરમ્યાન ૧૦ હજાર કરોડથી પણ વધારેની ગ્રાન્ટના વિકાસ કાર્યાે થયા જેનાથી પાર્ટીએ તેની નોંધ લઈને ભારતીબેન શિયાળને આ બેઠક પર રીપીટ કરી દીધા છે.






error: Content is protected !!