Main Menu

હવે કરણ જાહરની ફિલ્મને લઇને શ્રદ્ધા કપુર ઉત્સાહિત

 

મુંબઇ,
બોલિવુડની આશાસ્પદ સ્ટાર શ્રદ્ધા કપુર હાલમાં શાદ અલી દ્વારા નિર્દેશિત અને કરણ જાહર દ્વારા નિર્મિત ફિલ્મ ઓકે જાનુ ફિલ્મને લઇને આશાવાદી છે. સાથે સાથે ફિલ્મને લઇને ખુશ પણ છે. કારણ કે તેને લાંબા ગાળા બાદ એક મોટા બેનરની ફિલ્મ હાથ લાગી છે. આ ફિલ્મ ૧૩મી જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર  છે. આ જાડી વિતેલા વર્ષોની તેમની ફિલ્મ આંશિકી-૨ જેવો કમાલ બોક્સ ઓફિસ પર કરી શકશે કે કેમ તેને લઇને હાલ વાત કરવી યોગ્ય રહેશે નહી. જા કે આ ફિલ્મની રાહ જાવામાં આવી રહી છે. કારણ કે ફિલ્મ કરણ જાહર બનાવી રહ્યા છે. તેમની ફિલ્મો મોટા ભાગે બોક્સ ઓફિસ પર સફળ પુરવાર થાય છે. નવી ફિલ્મને લઇને યુવા વર્ગમાં ભારે ચર્ચા જાવા મળી રહી છે. આદિત્ય રોય કપુર અને શ્રદ્ધા કપુર વચ્ચેના સંબંધોની ફરીએકવાર નવેસરથી ચર્ચા છેડાઇ ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી તેમની વચ્ચે ખુબ નજીકની મિત્રતા રહેલી છે. જેના કારણે પ્રેમ સંબંધોની ભારે ચર્ચા જાવા મળી રહી છે. ટેકસ્ટ મેસેજા મારફતે હાલમાં આ બન્ને એકબીજાના સંપર્કમાં રહે છે. આંશિકી-૨માં સાથે કામ કર્યા બાદ બન્ને રાતોરાત સુપરસ્ટાર થઇ ગયા હતા. કારણ કે આ ફિલ્મ ગીતોના કારણે રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સાથે સાથે ફિલ્મની પટકથા લોકોનોને પસંદ પડી હતી. આ ફિલ્મ વેળા બન્ને વચ્ચે મિત્રતા વધી ગઇ હતી. જે હજુ પણ અકબંધ રહી છે.  મળેલી માહિતી મુજબ આદિત્ય રોય કપુર અને શ્રદ્ધાને લઇને કરણ જાહર જે ફિલ્મ બનાવી રહ્યા છે તે ફિલ્મનુ લુક જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા રહી હતી. ફોટોગ્રાફીની શરૂઆત માર્ચ ૨૦૧૬માં શરૂ કરવામાં આવી હતી.



(Next News) »