Main Menu

આઇપીએલમાં કોઇ ખેલાડી ક્રિઝ છોડશે તો માંકડ રીતે આઉટ કરીશઃ અશ્વિન

ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને હાલમાં જ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્‌વીટર પર ફેન્સનાં સવાલોનાં જવાબ આપ્યા હતા. જેમાં તેણે કÌšં કે, આગામી આઈપીએલમાં જા કોઈ બેટ્‌સમેન ક્રીઝની બહાર નીકળશે તો તે ફરી ‘માંકડ’ની જેમ તેને આઉટ કરશે. ગત આઈપીએલ સિઝનમાં અશ્વિને આ જ રીતે ક્રીઝની બહાર નીકળેલાં બેટ્‌સમેનને આઉટ કર્યો હતો. જે બાદ તેની ભારે ટીકા થઈ હતી.

અનુભવી ઓફ Âસ્પનર અશ્વિને સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સને સવાલો પૂછવા માટે આમંત્રિત કર્યા હતા. જેમાં એક ફેને અશ્વિનને પુછ્યું કે, એવો કયો બેટ્‌સમેન છે, જેને આ આઈપીએલમાં તમે માંકડ કરી શકો છો? અશ્વિને આ સવાલનો જવાબ આપતા કÌšં કે, કોઈપણ, જે પણ ક્રીઝની બહાર નીકળશે. અશ્વિને ગત વર્ષે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સના જાસ બટલરને માંકડ પ્રકારે રન આઉટ કર્યો હતો.

૨૦૧૯માં આઈપીએલ સિઝન સમયે રાજસ્થાન રોયલ્સનો જાસ બટલર નોન સ્ટ્રાઈકર્સ એન્ડ પર પોતાની ક્રીઝ છોડીને આગળ ઉભો હતો. તે જ સમયે બોલિંગ કરવા આગળ આવી રહેલાં અશ્વિને બોલિંગ છોડી બટલરને સ્ટમ્પ આઉટ કર્યો હતો. અશ્વિનને આ રીતે સ્ટમ્પ આઉટ કરતાં લોકોએ તેની ભારે ટીકા કરી હતી. પણ અશ્વિને કÌšં કે. મેં જે કર્યું એ નિયમ હેઠળ જ કર્યું છે. અને આ સમયે પણ ફેન્સના સવાલનો જવાબ આપતાં અશ્વિને કÌšં કે, હું ફરીથી આ રીતે સ્ટમ્પ આઉટ કરતાં પાછળ નહીં પડું.






error: Content is protected !!