Main Menu

ભારતીય ટીમનું જાન્યુઆરી મહિનાનું શિડયુલ જાહેર, કુલ ૧૦ મેચ રમશે

ભારતીય ક્રિકેટ ટીમ માટે ૨૦૧૯ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. ભારતીય ટીમે આ વર્ષે સૌથી વધુ વનડે મેચમાં જીત મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે અજેય રહી અને ટી૨૦માં ટેસ્ટ ટીમોમાં સૌથી વધુ જીત મેળવી છે. હવે ૨૦૨૦ શરૂ થઈ ચૂક્્યું છે. આ વર્ષે ભારતીય ટીમનો કાર્યક્રમ એકદમ બિઝી છે. તેની પહેલી ઝલક જાન્યુઆરીમાં જ જાવા મળે છે. ભારતીય ટીમ આ મહિનામાં ત્રણ ટીમોની સામે કુલ ૧૦ મેચ રમશે. ભારતીય ટીમ ૨૦૨૦ની પહેલી મેચ ૫ જાન્યુઆરીના રોજ શ્રીલંકાની સામે રમશે. આ મેચ ગુવાહાટીમાં ખેલાશે. તેના બાદ ભારત અને શ્રીલંકાની ટીમ ૭ જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં અને ૧૦ જાન્યુઆરીના રોજ પૂણેમાં ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ આમ તો વર્ષોથી વ્યસ્ત રહ્યો છે. પરંતુ એવુ ઓછું જ થયું છે કે, એક મહિનામાં ત્રણ અલગ અલગ દેશોની સાથે સીરીઝ રમાશે. જાકે, આ વર્ષે આવું થવા જઈ રÌšં છે. શ્રીલંકા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચ વનડે સીરીઝ રમશે. આ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવશે. આ સીરિઝ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ જશે. ટીમ ઈÂન્ડયા ન્યૂઝીલેન્ડ મુલાકાતમાં ૫ ટી૨૦ મેચ, ૩ વનડે મેચ અને ૨ ટેસ્ટ મેચ રમશે. આ સીરિઝની પહેલી ચાર મેચ જાન્યુઆરીમાં રમાશે.






error: Content is protected !!