Main Menu

ચૂંટણી આવે એટલે શાસકોને કંસારા શુદ્ધિકરણ યાદ આવે

કંસારા શુધ્ધિકરણની વર્ષોથી વાતો થાય છે. જે તે સમયે વર્તમાન શાસકોના પૂર્વપદાધિકારીઓના પાપે જ પ્રોજેક્ટ ટલે ચડી ગયો છે, જે પ્રોજેકટમાં હવે વોટબેંક બની ગયો છે. જો કામ કરવું જ હોય તો આટલા વર્ષો શું કામ ગુમાવ્યા ? શાસકો એના એ જ છે, પદાધિકારીઓ બદલાયા છે. કંસારામાં દિવસ – રાત દબાણો વધતા જાય છે. આજે વધીને ૪૫૦ નાના મોટા, કાચા – પાકા દબાણો ખડકાઈ ગયા છે. તંત્ર – શાસકો જાણે જ છે, છતા ચૂંટણી નજીક આવતા ફરી આ પ્રોજેકટ શાસકોને યાદ આવ્યો છે.

ભાવનગર શહેરના ત્રણેક લાખ લોકોને સિધ્ધો સ્પર્શતો કંસારા કાઠો છે, મચ્છરો -માખીઓનો એટલો જ ઉપદ્વવ છે, સમયાંતરે રોગચાળો ફેલાય છે. તેમ છતા શાસકો આ પ્રોજેકટને આગળ વધારવામાં નબળા પુરવાર થયા છે. મહાનગર પાલિકાની ચૂંટણી આડે હવે થોડા મહિનાઓ બાકી છે. તે પહેલા કંસારો યાદ

આભાર – નિહારીકા રવિયા  આવ્યો છે. ધારાસભ્યએ સમિક્ષા બેઠકમાં ચર્ચા કરી લિધી હવે કેટલું કામ આગળ વધશે તે સમય આવ્યે ખ્યાલ આવશે.

નવાઈની વાત એ છે કે, વોટબોડી જેવી જગ્યા પણ દબાણકારો પચાવી પાડતા હોય અને શાસકોના મોંઢા સેવાય તે નગરજનો સાથે દ્વોહ કરવાથી ઓછું આંકી શકાય તેમ નથી. કોના કેટલા, કેવા પ્રકારના દબાણો છે તેનું લિસ્ટ હોવા છતા મહિનાઓથી નહીં વર્ષોથી શાસકો – તંત્ર મૂકપ્રેશક બનીને તમાશો નિહાળે છે. માત્ર વચનો આપીને લોકોને ગૂમરાહ કરવામાં આવે છે.

જેવી જ હાલત કંસારા પ્રોજેકટની છે. રિવરફ્રન્ટમાંથી શુધ્ધિકરણ નામકરણ થઈ ગયું, પણ હવે ક્યારે કંસારા નદી જ માત્ર નામ થઈ જાશે, ત્યારે આ પ્રોજેકટમાં ગતિ નહીં આવે તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ૪૫૦ પૈકીના કેટલા દબાણો દૂર કરાશે તેના પર લોકોની મિટ મંડાયેલી છે.






error: Content is protected !!