Main Menu

જેસર પો.સ્ટે માં પ્રોહિબિશન ના ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ

પાલીતાણા ટાઉન પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર એન.એમ.ચૌધરી સાહેબ ની સુચનાથી પો.સબ.ઈન્સ આર.પી.ચુડાસમા સાહેબ તથા ડી-સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ડી-સ્ટાફ નાં  પો.કોન્સ તરુણભાઈ બારોટ તથા જીગ્નેશભાઈ મારૂ ને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે પાલીતાણા ટાઉન પોસ્ટે પ્રોહી ગુ.ર.ન નં-૪૮૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એ,ઈ,૧૧૬ બી,૮૧, ૮૩,૯૮(૨) મુજબના ગુન્હા નાં કામે નાસતો ફરતો આરોપી હાથીભાઈ રાણીંગભાઈ કામળીયા રહે-કદમ્બગીરી ગામ તા-જેસર જી-ભાવનગર વાળો હાલ પાલીતાણા જેસર રોડ ઉપર થી કદમ્બગીરી ગામ તરફ નીકળવાનો છે અને મજકુરે શરીરે સફેદ કલરનો ટીપકી વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા તાત્કાલિક હકીકત વાળા કદમ્બગીરી ગામ ગયેલ દરમ્યાન કદમ્બગીરી ગામ નાં બસ સ્ટેન્ડ પાસે ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ જોવામાં મળી આવતા મજકુર ની પૂછપરછ કરતા ઉપરોક્ત ગુન્હા માં સંડોવાયેલ હોવાની કબુલાત કરેલ હતી તેમજ જેસર પોસ્ટે નાં પ્રોહી ગુન્હામાં નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ને પાલીતાણા ટાઉન પોસ્ટે પ્રોહી ગુ.ર.ન નં-૪૮૦/ ૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એ,ઈ,૧૧૬બી, ૮૧,૮૩,૯૮ (૨)  મુજબના ગુન્હા નાં કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે આમ પાલીતાણા ટાઉન પોલીસ ને ત્રણ માસથી પ્રોહિના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડી પાડવામાં સફળતા મળેલ છે

આ કાર્યવાહીમા પો.ઈન્સ એન.એમ.ચૌધરી   પી એસ આઈ  આર.પી.ચુડાસમા સાહેબ તથા સ્ટાફ ના લોકો આ કામગીરી મા જોડાયા હતા






error: Content is protected !!