Main Menu

ન્યુઝીલેન્ડ પ્રવાસ પડકારરૂપ રહી શકે ઃ સ્ટાર રોહિત શર્મા

હાલમાં જ ટેસ્ટ ઓપનિંગ બેટ્‌સમેનની જવાબદારી અદા કરી રહેલા રોહિત શર્માનું માનવું છે કે, ન્યુઝીલેન્ડમાં ઘાતક ફાસ્ટ બોલિંગ એટેક સામે રમવાની બાબત મુશ્કેલરુપ રહેશે. તેનું કહેવું છે કે, ન્યુઝીલેન્ડના પ્રવાસમાં ઘણી બાબતો સરળ રહેશે નહીં પરંતુ તેઓ ન્યુઝીલેન્ડના પ્રવાસને લઇને સંપૂર્ણપણે તૈયાર છે. નવા લાલ બોલ સાથે પોતાને સાબિત કરવા માટે તે તૈયાર છે. ટેસ્ટમાં ઓપનિંગ તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદથી રોહિત શર્માએ હજુ સુધી એક બેવડી સદી સહિત ત્રણ સદી ફટકારી છે. રોહિત શર્મા આ વખતે ન્યુઝીલેન્ડ જઇને તેના ઘાતક બોલરો વોગનર, હેનરી, બોલ્ટ અને સાઉથી જેવા બોલરોનો સામનો કરશે. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડમાં બે ટેસ્ટ મેચો રમનાર છે જે પૈકી પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટન અને બીજી ટેસ્ટ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. રોહિત શર્માએ વાત કરતા કહ્યું છે કે, ન્યુઝીલેન્ડની વિકેટો હંમેશા ઝડપી બોલરોને મદદ કરે છે. રોહિત શર્માએ હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પૂર્ણ થયેલી ટેસ્ટ શ્રેણીમાં ધરખમ દેખાવ કર્યો હતો જ્યાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ ઉપર ૩-૦થી જીત મેળવી હતી. રોહિત શર્માનું કહેવું છે કે, ભારતીય બોલરો હવે વિશ્વ સ્તરના બની ગયા છે. ૨૦૧૯માં જારદાર દેખાવ કર્યા બાદ વર્ષ ૨૦૨૦માં પણ છવાઈ જવા માટે રોહિત શર્મા તૈયાર છે. આ ખેલના તમામ ફોર્મેટમાં ૨૪૪૨ રન તે બનાવી ચુક્યો છે. તેનું કહેવું છે કે, દરેક શ્રેણીમાં જીત મેળવવાની બાબત ઉપર તે ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે છે. તેનું કહેવું છે કે, ન્યુઝીલેન્ડમાં  દરેક બેટ્‌સમેન માટે પડકારરુપ Âસ્થતિ રહેશે. કારણ કે, ન્યુઝીલેન્ડના બોલરો ખુબ જ કુશળતા ધરાવનાર તરીકે છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડનો ટ્રેક રેકોર્ડ પણ ખુબ શાનદાર રહ્યો છે. આવી Âસ્થતિમાં ન્યુઝીલેન્ડ સામે દરેક ભારતીય ખેલાડીની આકરી કસોટી થનાર છે જેમાં વિરાટ કોહલી પણ સામેલ છે.






error: Content is protected !!