Main Menu

બોટાદ નવહથ્થા હનુમાનજી મંદિર જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાની બેઠક યોજાઈ

બોટાદ શહેરના નવહથ્થા હનુમાનજી મંદિરે જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાની બેઠક યોજાઈ હતી .જેમાં ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ નાગરિકતા સંશોધન કાયદો ૨૦૧૯ (ઈંઝ્રછછ)ને સમર્થન અતર્ગત માહિતી આપવામાં આવી હતી . જેમાં મોટી સખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ નાગરિકતા સંશોધન કાયદો ૨૦૧૯ (ઈંઝ્રછછ) ને સમર્થન આપતા પ્રદેશ કાર્યાલય ગાંધીનગરની સૂચના પ્રમાણેના આગામી કાર્યક્રમોના આયોજન માટે બોટાદ જિલ્લા યુવા મોરચાની બેઠક યોજાઇ.જેમાં બોટાદ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, મહામંત્રી બ્રિજરાજસિંહ ઝાલા, બોટાદ શહેર મહામંત્રી કિરીટભાઈ, જગદીશભાઈ, નગરપાલિકા પ્રમુખ જેસિંગભાઈ, જિલ્લા યુવા મોરચાના પ્રભારી ચંદ્રજીતસિંહ ચુડાસમા, બોટાદ જિલ્લા યુવા પ્રમુખ ગૌતમભાઈ ખસિયા, મહામંત્રીહરેશભાઇ ધાધલ, અને જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારશ્રીઓ, ઉપરાંત બોટાદ શહેર ભાજપના વરિષ્ઠ આગેવાનો ગણપતભાઈ, ભીખુભા, રૂપાભાઈ,અને બોટાદ જિલ્લાના તમામ શહેર અને મંડળના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં યુવા પ્રમુખ ગૌતમભાઈ ખસિયા દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓને આવકાર્યા બાદ પ્રભારી ચંદ્રજીતસિંહ એ યુવા મોરચાને આગામી કાર્યક્રમોના આયોજન અંગે માહિતી આપી હતી, તેમજ જિલ્લા મહામંત્રી બ્રિજરાજસિંહ એ ઝ્રછછ વિશે માહિતી આપી હતી. જિલ્લા પ્રમુખએ પોતાના જોશીલા વક્તવ્યથી પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા દેશહિતના કાર્યોની માહિતી આપી યુવા કાર્યકરોને જુસ્સો અને પ્રેરણા આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ ધાધલએ કર્યું હતું.


error: Content is protected !!