Main Menu

બાળ વિકાસ  યોજના કચેરી દ્વારા એક દિવસીય વર્કશોપ નું આયોજન કરાયું

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી બરવાળા ઘટક માં તારીખ ૦૬/૦૧/૨૦૨૦ ના રોજ ઇનોવેશન પાયલોટ પ્રોજેક્ટ પોષણ અભિયાન અંતર્ગત એક દિવસીય વર્કશોપ નું આયોજન કમલમ હોલ નગરપાલિકા બરવાળા ખાતે  કરવામાં આવેલ હતું જેમાં આઈ. સી. ડી. એસ. વિભાગ /શિક્ષણ વિભાગ /અને આરોગ્ય વિભાગ ના તમામ  સ્ટાફ હાજર રહેલ હતા જિલ્લા કક્ષા એથી જિલ્લા પ્રોગ્રામ ઓફીસર તેમજ આરોગ્ય અધિકારી તેમજ તાલુકા ક્ક્ષા એ તાલુકા વિકાસ અધિકારી અને બાળ વિકાસ યોજના અધિકારી હાજર  રહી ને એનીમિયા વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ વર્કશોપ માં આગણવાડી કાર્યકર તમામ  અને આશા કાર્યકર તમામ હાજર રહ્યા હતા આ વર્કશોપ માં લોહતત્વ આયર્ન ની ઉણપ નો રહે તેના માટે સગર્ભા માતાઓ ને લોખંડ ની કડાઈ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા આ કાર્યક્રમ માં એનીમિયા વિષે  જિલ્લા ક્ક્ષા એથી ફાલ્ગુન ભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું તેમજ બાળ વિકાસ યોજના અધિકારી શ્રી દક્ષા ઠક્કર દ્વ્રારા સત્વ મીઠા ના ઉપયોગ તેમજ તેના દ્વારા થતા ફાયદા વિષે માહિતી પૂરી પાડી હતી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી હસીના મન્સૂરી દ્વ્રારા બરવાળા તાલુકાને એનીમિયા મુક્ત બનાવવા માટે તમામ ના સાથ અને સહકારની જરૂર હોય જેમાં આચાર્ય શ્રીઓ એ તમામે શાળા માં રહેલ કિશોરીઓ ને એનીમિયા વિષે જાગૃતતા લાવવા માટે ના પ્રયત્ન કરવા જોઈએ  આ વર્કશોપ માં ૨૦૦ લોકો હાજર રહેલ હતા સમગ્ર વર્કશોપ નું  આયોજન આઈ. સી. ડી. એસ. ટીમ  બરવાળા તરફથી કરવામાં આવેલ હતું.






error: Content is protected !!