Main Menu

ફિલ્મ કભી ખુશી કભી ગમ સમયે મિસકૈરેજ થઇ ગયું હતુઃ કાજાલ

કાજાલ અને અજય દેવગણ ૧૧ વર્ષ પછી ફરીથી ફિલ્મ તાનાજીમાં એક સાથે જાવા મળવાના છે. આ ફિલ્મ માટે દર્શકો પણ ઉત્સાહમાં છે. કાજાલ અને અજય બન્ને ફિલ્મ માટે જારદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમા સૈફ અલી ખાન પણ જાવા મળવાનો છે. ત્યારે પ્રમોશન વખતે અજય અને કાજાલે પોતાની લાઈફ વિશે ઘણા નવા નવા ખુલાસા કર્યા હતા.

કાજાલે એક પોસ્ટ શેર કરી છે. એમાં તેણે જણાવ્યું કે ફિલ્મ કભી ખુશી કભી ગમ સમયે તેનું મિસકૈરેજ થઈ ગયું હતું. તેણે આગળ જણાવ્યું કે, હું અને અજય ૨૫ વર્ષ પહેલા હલચલ ફિલ્મના સેટ પર મળ્યા હતા. હું શૂટ માટે તૈયાર હતી અને પુછી રહી હતી કે મારો હિરો  કોણ છે? તો કોઈએ અજય દેવગણ તરફ ઈશારો કર્યો હતો.

કાજાલે કÌšં કે, તે એક ખુણામાં બેઠેલો હતો. હું અજયને મળી એના ૧૦ મિનિટ પહેલા એના વિશે ખરાબ બોલતી હતી. પછી સેટ પર અમે વાત કરવાનું શરૂ કર્યું અને સારા મિત્ર બની ગયા. ત્યારે અમે બન્ને કોઈ બીજાને ડેટ કરતાં હતા. ત્યારે મે મારા બોયફ્રેન્ડ વિશે અજયને ફરિયાદ કરી હતી. જલ્દી જ અમારૂ બ્રેકઅપ થઈ ગયું. અમે બન્નેમાંથી કોઈએ એકબીજાને પ્રપોઝ નથી કર્યું. ૪ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

આગળ કાજાલે વાત કરી કે, ફિલ્મ કભી ખુશી કભી ગમ વખતે હું પ્રેગ્નેન્ટ હતી. તે સમયે મારુ મિસકૈરેજ થઈ ગયું. ફિલ્મ થિયેટરમાં કમાણી કરી રહી હતી પરંતુ હું દવાખાનામાં હતી. આ પછી મારે બીજી એક વખત મિસકૈરેજ થઈ ગયું. હું ખુબ દુઃખી થઈ ગઈ હતી. ત્યારબાદ મે નિશા અને યુગને જન્મ આપ્યો. અમે બન્ને વધારે રોમાÂન્ટક નથી પણ એકબીજાનો ખ્યાલ જરૂર રાખીએ છીએ.






error: Content is protected !!