Main Menu

બોટાદ જિલ્લાની ત્રિમાસિક ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લાની ત્રિમાસિક ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની સમીક્ષા બેઠક અધ્યક્ષ સાંસદશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા – સુરેન્દ્રનગર અને શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ – ભાવનગરની વિશેષ ઉપસ્થિતમાં કલેકટર કચેરી, બોટાદ ખાતે યોજાઈ હતી.

આ સમીક્ષા બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા દિશાની ગાઈડ લાઈન મુજબ ૪૨ વિવિધ વિભાગોની યોજનાકીય સમીક્ષા કરવામાં આવી હતી. વિશેષ કામગીરી અને યોજનોની લક્ષ્યાંક સિદ્ધિઓ માટે સુક્ષ્મ આયોજન કરી છેવાડાના લોકો સુધી યોજનાકીય લાભો પહોચાડવા માટે દિશાના અધ્યક્ષશ્રી દ્વારા જીલ્લા વહીવટી તંત્રને બંને સાંસદશ્રી દ્વારા પુરતો સહયોગ આપવા જણાવ્યું હતું તેમજ  બંન્ને  સાંસદશ્રી દ્વારા શહેરી વિસ્તારના લોકો માંટેની તમામ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

બોટાદ જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તાએ જિલ્લા વહીવટી તંત્રને ચાલુ વર્ષમાં સરકારશ્રી દ્વારા મળેલ લક્ષ્યાંકોમાં ૧૦૦% સિદ્ધિ મેળવી જિલ્લાને રાજ્યમાં મોખરાનું સ્થાન અપાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.  બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણસિંઘ સાદું દ્વારા જીલ્લા પંચાયતને લગતી  યોજનાઓમાં સરકારશ્રી તરફથી  નાણાંકીય ગ્રાન્ટની સરળતા મળે અને યોજનાની પ્રગતિમાં ઝડપ લાવવા જણાવ્યું હતું.   આ બેઠકમાં જે વિભાગો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી  તેઓને બીરદારવવામાં આવ્યા હતા તેમજ ગ્રામ્ય કક્ષાએ અમલવારી થઈ રહેલી મનરેગા યોજના, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને મિશન મંગલમ,  વોટરશેડ ઉપરાંત ગ્રામ્ય સડક, વીજળી, આરોગ્ય, ખેતી, શિક્ષણ, બાળવિકાસ, મધ્યાહન ભોજન અને બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમોની યોજનાકીય સમીક્ષા કરવામાં આવી હતી.

આ સમગ્ર બેઠક દરમ્યાન બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના  નિયામકશ્રી  બી.એમ.પટેલ દ્વારા દિશા બેઠકનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બેઠકમાં પધારેલ અધ્યક્ષશ્રી તમામ તાલુકા અને નગર પાલિકાઓના પ્રમુખશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ તમામ વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓનો આભાર વ્યકત કર્યો હતો.






error: Content is protected !!