Main Menu

ડબલ મર્ડરના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપી લેતી ખુંટવડા પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ  તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સા. દ્વારા મોટા ખુંટવડા પો.સ્ટે. ના કામનો ડબલ મર્ડરનો  આરોપી વેલજીભાઇ રામજીભાઇ સીસારા રહે ઉગલવાણ તા-જેસરવાળો  ગુન્હો કરી નાસી ગયેલ હોય તેને પકડી પાડવાની સખત સુચના કરેલ જે અન્વયે મહુવા નાયબ પોલીસ અધિક્ષક આર.એચ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ મોટા ખુટવડા પો.સબ.ઇન્સ  કે.એસ.ડાંગર સા. તથા પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી.ટીમ તથા એસ.ઓ.જી. તથા મહુવા ડીવીઝનના સ્ટાફ સાથે અલગ-અલગ ટીમો બનાવી કોમ્બીંગ કરવામાં આવેલ જે દરમ્યાન આજરોજ મોટાખુંટવડા પો.સ્ટે.ના પો.કોન્સ. ભરતભાઇ સાંખટને બાતમી રાહે હકિકત મળતા પો.સ.ઇ. કે.એસ.ડાંગર સા. સાથે પો.સ્ટે.ની ટીમ બનાવી બાતમી વાળી જગ્યાએ કોર્ડન કરતા આરોપી પોલીસને જોઇ કપાસના ખેતરમાંથી ભાગતા તેનો પીછો કરી પકડી પાડી અટક કરેલ છે.






error: Content is protected !!