Main Menu

કાશ્મીર નિયંત્રણ ઃ સપ્તાહમાં આદેશોની સમીક્ષાનો આદેશ

સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રથી બંધારણની કલમ ૩૭૦ની મોટાભાગની જાગવાઈ ખતમ કરી દેવામાં આવ્યા બાદ મુકવામાં આવેલા પ્રતિબંધોની એક સપ્તાહમાં જ સમીક્ષા કરવા માટેનો આદેશ કર્યો છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને અન્ય નેતાઓની અરજી પર સુનાવણી કરતી વેળા દેશની સૌથી મોટી કોર્ટ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર વહીવટીતત્રને બેંકિંગ, હોÂસ્પટલ, શિક્ષણ સંસ્થાઓ સહિત તમામ જરૂરી સેવાઓ આપનાર સંસ્થાઓમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ઇન્ટરનેટને સરકાર અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખી શકે નહીં. કોર્ટે ઇન્ટરનેટના ઉપયોગને અભિવ્યÂક્તના અધિકારના હિસ્સા તરીકે ગણાવીને સ્પષ્ટતા કરી છે. જÂસ્ટસ એનવી રમણ, જÂસ્ટસ આર સુભાષરેડ્ડી અને જÂસ્ટસ બીઆર ગવાઈના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બેંચે કહ્યું છે કે, લોકોને અસહમતિ દર્શાવવાના પૂર્ણ અધિકારો રહેલા છે. સુપ્રીમ કોર્ટે કલમ ૧૪૪નો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, આનો ઉપયોગ ખુબ વિચાર કરીને કરવામાં આવે તે જરૂરી છે. વિરોધી વિચારને કચડી નાંખવાના હથિયાર તરીકે તેનો દુરુપયોગ કરવો જાઇએ નહીં. સુપ્રીમ કોર્ટે કાશ્મીરમાં જરૂરી  સેવાઓના ઉપયોગ માટે ઇન્ટરનેટની સેવા શરૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, ઇન્ટરનેટના ઉપયોગ બંધારણની કલમ ૧૯ હેઠળ આપવામાં આવેલા અધિકાર હેઠળ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કેટલાક મહત્વપૂર્ણ તારણો પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે, અમને સ્વતંત્રતા અને સુરક્ષામાં સંતુલન જાળવી રાખવાની જરૂર દેખાઈ રહી છે. નાગરિકોના અધિકારોની સુરક્ષા પણ જરૂરી છે. ઇન્ટરનેટને જરૂર પડવા પર બંધ કરવામાં આવે તે જરૂરી છે. બંધારણની કલમ ૧૯ હેઠળ ઇન્ટરનેટના ઉપયોગને મૌલિક અધિકારના હિસ્સા તરીકે ગણાવીને સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને ઇન્ટરનેટને બંધ રાખવાના તમામ આદેશોની સમીક્ષા કરવાના આદેશ કર્યા છે. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું છે કે, ઇન્ટરનેટના ઉપયોગ કરવાની બાબત કેટલાક પ્રતિબંધોની સાથે બંધારણની કલમ ૧૯ હેઠળ એક મૌલિક અધિકાર તરીકે છે. જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૨૭મી નવેમ્બરના દિવસે સુનાવણી પૂર્ણ કરી હતી.  કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જા આપનાર કલમ ૩૭૦ની મોટાભાગની જાગવાઈઓને રદ કરી દીધી હતી. ગુલામ નબી આઝાદ ઉપરાંત અન્ય કેટલાક લોકો દ્વારા અરજીઓ દાખલ કરવામાં આવી હતી.






error: Content is protected !!