Main Menu

સાઈરસ મિસ્ત્રીને ફટકોઃ દ્ગઝ્રન્છ્‌ના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

ટાટા સન્સમાંથી હકાલપટ્ટી કરાયેલ સાયરસ મિસ્ત્રીએ લાંબી કાનૂની લડત બાદ અંતે એનસીએલએટીમાં કેસ જીતીને ફરી ચેરમેન પદે મિસ્ત્રીને આપવા માટે ટાટા સમૂહને આદેશ આપ્યો હતો. જાકે ટાટા સન્સ અને રતન ટાટાની સાથે સમગ્ર ટાટા સમૂહની કંપનીઓમાં જેમાં સાયરસ મિસ્ત્રી પાસે ડાયરેકટર પદ હતું,તે બધી જ કંપનીઓએ સુપ્રિમ કોર્ટમાં એનસીએલએટીના આદેશ વિરૂદ્ધ અરજી કરી હતી અને અંતે આજે સુપ્રિમે ટાટા સન્સને રાહત આપી છે. ટાટા સન્સની તરફેણમાં પ્રારંભિક સુનાવણી કરતા એનસીએલએટીના આદેશને હાલપુરતો સ્થગિત કર્યો છે. ટાટા સન્સની અરજી પર સુપ્રિમે વચગાળાના ચુકાદા તરીકે એનસીએલએટીના આદેશ પર રોક લગાવી છે. સુપ્રિમ કોર્ટે સાયરસ મિસ્ત્રીના વકીલને કÌšં છે કે તેઓ એનસીએલએટીના ચુકાદા પર એપેલેટ ટ્રીબ્યુનલની સત્તા અને તેમના ચુકાદા આપવાના હક્ક સાબિત કરે. જાકે આ મુદ્દે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેએ પાલૂનજી ગૃપના સાયરસ મિસ્ત્રીને એક નોટિસ ઈશ્યુ કરીને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. ટાટા સન્સ તરફથી હરીશ સાલવે અને અભિશેક મનુ સિંઘવી જેવા દિગ્ગજ વકીલોએ પક્ષ રજૂ કરતા દલીલ કરી કે તેમની પાસે બીજા દેશની નાગરિકતા પણ છે. તેમણે ચેરમેન પદનો ઘણી વખત દુરૂપયોગ કર્યો અને અન્ય સંબંધિત ટોચના પક્ષકારોના મંતવ્ય લીધા વગર અનેક નિર્ણૅયો કર્યા છે જેની નુકશાની કંપનીએ ભોગવવી પડી છે. સામે પક્ષે મિસ્ત્રીના વકીલોના સમૂહે દલીલ કરી કે ઇર્ઝ્રએ ટાટા સમૂહની પેરન્ટ કંપની ટાટા સન્સને પÂબ્લકથી પ્રાઈવેટ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી,જે ગેરબંધારણીય છે. આ નિર્ણય માઈનોરિટી શેરહોલ્ડર્સના હક્કની વિરૂદ્ધમાં છે.


error: Content is protected !!