Main Menu

બજારોમાં ૧૦ રૂપિયાનાં સિક્કા બાદ હવે ૫ની નોટ પણ અછૂત બની ગઈ..!!

રાજકોટમાં ચલણી નોટો અને પરચૂરણને લઈને ભાતજાતની સમસ્યા સમયાંતરે ઊભી થતી રહે છે. દસ રૂપિયાના સિક્કા રાજકોટની બજારમાં લાંબા સમયથી કોઈ સ્વીકારતું નથી ત્યાં હવે પાંચ રૂપિયાવાળી નોટ લેવાનો પણ અનેક વેપારીઓ- ફેરિયાઓએ ઇન્કાર કરવા માંડતા શહેરીજનોને નવો પ્રશ્ન થઇ પડ્યો છે કે આ નાની નોટો ક્્યાં વાપરવી, અને તેના વિકલ્પે નાના ચૂકવણાં કઈ રીતે કરવા!અઢી- ત્રણ દાયકા અગાઉ રાજકોટ- સૌરાષ્ટÙમાં રદ્દી ચલણી નોટોનું દૂષણ વ્યાપ્ત બન્યું હતું અને વર્ષો સુધી લોકો પ્લાÂસ્ટક કોથળીમાં પેક કરાયેલી ફાટેલી નોટો પણ સ્વીકારતા રહ્યા હતા. એ વખતે રિઝર્વ બેન્ક ચિલ્લરની પૂરતી સપ્લાય નહીં કરતી હોવાથી બજારોમાં સિક્કાઓની એવી તો અછત હતી કે સો રૂપિયાનું પરચૂરણ એજન્ટો પાસેથી મેળવવા ‘પ્રીમિયમ’ સહીત સવા-સો રૂપિયા ચૂકવવા પડતા હતા. પ્લાસ્ટીક કોથળીવાળી નોટ્‌સ અમદાવાદ સહીત ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં પણ કોઈ હાથમાં લેતું જ નહીં એટલે બહારગામ જતા સૌરાષ્ટÙવાસીઓને વળી નવી તકલીફ થઇ પડતી હતી. માંડ એ સમસ્યામાંથી મુÂક્ત મળી ત્યાં છેલ્લા એકાદ વર્ષથી રાજકોટની બજારોમાં ૧૦ રૂપિયાવાળા સિક્કા અછૂત બની ગયા! ગુજરાત સાઈડ કે રાજ્ય બહાર જાવ અને ત્યાંથી ૧૦-૧૦વાળા સિક્કા આવી પડ્યા હોય તો રાજકોટમાં એ વાપરવા ક્્યાં, તે પ્રશ્ન ઊભો થયો. આટલું ઓછું હોય એમ, છેલ્લા બે મહિનાથી હવે પાંચ રૂપિયાના મૂલ્યની નોટો બંધ થવાની હોવાની વાત ફેલાઈ, અને શાકભાજીના ફેરિયાઓએ એ સ્વીકારવાનું બંધ કર્યું. કેટલાંક ટી- સ્ટોલ પર પણ ‘પાંચની નોટ નહીં ચાલે’ એવા જવાબ મળી જાય છે. આને લીધે નાની આર્થિક લેણદેણમાં મોટો અવરોધ ઊભો થયો છે. એક અને બે રૂપિયાવાળા કેટલાક સિક્કાઓ ગજવામાં રાખવા! અનેક લારી- ગલ્લાઓ પર ફેરિયા- ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થતું રહે છે.


error: Content is protected !!