Main Menu

મલેશિયા માસ્ટર્સઃ પીવી સિંધુ બાદ સાઇના નહેવાલ હારી, ભારતીય પડકારનો અંત

ઓલિÂમ્પક ગોલ્ડ મેડલિસ્ટ કેરોલિના મારિને શુક્રવારે સાઇના નેહવાલને હરાવતા મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે. સાઇના નેહવાલને મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં મારિને સીધી ગેમમાં હરાવી તો તે પહેલા વિશ્વ ચેÂમ્પયન પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો હતો. સિંધુને મહિલા સિંગલ્સમાં અંતિમ-૮ મુકાબલામાં ચીની તાઇપેની તાઇ જુ યિંગે પરાજય આપ્યો હતો.

પાછલા વર્ષે ખરાબ ફોર્મમાં રહેલી સિંધુ પાસે નવા વર્ષે સારા પ્રદર્શનની આશા હતી, પરંતુ યિંગે સિંધુને વર્ષની પ્રથમ ટૂર્નામેન્ટના મહત્વના મુકાબલામાં ૨૧-૧૬, ૨૧-૧૬થી હરાવી નિરાશ કરી દીધી હતી. આ મેચ ૩૬ મિનિટ સુધી ચાલી હતી. આ સિંધુની યિંગ વિરુદ્ધ ૧૨મી હાર છે. સિંધુ માત્ર પાંચ વખત પૂર્વ નંબર-૧ની સામે જીત હાસિલ કરી શકી છે. ઉલ્લેખનીય છે કે સિંધુએ વિશ્વ ચેÂમ્પયનની ક્વાર્ટર ફાઇનલમાં યિંગને હરાવી હતી.

યિંગે દમદાર શરૂઆત કરતા સિંધુ પર લીડ મેળવી લીધી હતી. સિંધુએ ત્યારબાદ વાપસી કરતા સ્કોર ૭-૭ કી લીધો હતો. અહીંથી યિંગે સતત ચાર પોઈન્ટ લઈને ૧૧-૭ના સ્કોરની સાથે બ્રેકમાં ગઈ હતી. બ્રેક બાદ પણ યિંગે પોતાનું ફોર્મ જાળવી રાખ્યું અને પ્રથમ ગેમ ૧૭ મિનિટમાં પોતાના નામે કરી લીધી હતી. બીજી ગેમમાં યિંગે સિંધુ પર સાત પોઈન્ટ લીડ મેળવી લીધી હતી.






error: Content is protected !!