Main Menu

બોટાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સિદ્ધિઓ

ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયોજિત બોટાદ જિલ્લાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર થયો સંપ્પન.  ઉલ્લેખનીય રહેશે કે વર્ષ ૨૦૨૦ના પ્રથમ માસમાં ૮ જાન્યુઆરીના રોજ ગોરડકા મુકામે બોટાદ જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાયો હતો. શિક્ષણમાં નવતર પ્રયોગની બળવત્તર રજૂઆત માટે પ્રતિ વર્ષ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર દ્વારા અને ય્ઝ્રઈઇ્‌ના માર્ગદર્શન તળે યોજવામાં આવે છે.  જેમાં વર્ગમાં થયેલ નવતર પ્રયોગની રજૂઆત શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. આ દિવસે બોટાદ જિલ્લાના ૨૨ જેટલાં એજ્યુકેશન ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બોટાદ જિલ્લાના સમાહર્તા જિલ્લા મેજીસ્ટ્રેટ કલેકટર  વિશાલ ગુપ્તા , જિલ્લા વિકાસ અધિકારી  સિંધ સંધુ , બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી ધારાબહેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  એસ.જે. ડુમરાણીયા ડ્ઢૈંઈ્‌ પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ, બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી મોરી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ રાઓલ સાહેબ, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખમહોબતસિંહ તથા તમામ હોદ્દેદારો ઇનોવેટીવ શિક્ષકો તથા બોટાદ જિલ્લાની તમામ શાળામાંથી એક એક શિક્ષક ઉપસ્થિત રહ્યાં હતાં.

આ દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદમાંથી પાંચ શિક્ષકોએ નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. જે સરાહનીય બાબત છે. જેમાં અનિલભાઈ વાઝા, કાનજીભાઈ લાંઘણોદા, નરેન્દ્ર જોષી, નસરુદ્દીન નુરાની સાહેબ અને પારૂલબેન પટેલ દ્વારા વિવિધ શૈક્ષણિક ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી મોરી દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જ્વલંત સિદ્ધિ અન્વયે ગત દિવસોમાં માનનીય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી મોરી સાહેબ તથા ચેરમેન  પીપાવતને સન્માનિત કરવામાં આવેલ. આ તકે ઉલ્લેખનીય રહેશે કે બોટાદની સ્થાનિક ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવેલ. જે નોંધનીય બાબત ગણાવી શકાય.






error: Content is protected !!