Main Menu

બોટાદની રામાનંદાચાર્ય પ્રા.શાળામાં સ્કૂલ ટિ્‌વનિંગ કાર્યક્રમ યોજાયો

આજ રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાળા નંબર ૧ દ્વારા રામાનંદાચાર્ય પ્રા.શાળા નંબર ૨૩ ની મુલાકાત લેવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત બાળકોને એક સુંદર વિચાર પુષ્પ સાથે પારલે બિસ્કિટ આપી સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ સુંદર પ્રાર્થના કાર્યક્રમ અને આવેલ શિક્ષકો નું ગાંધીજી ના પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું.ત્યારબાદ શાળાના આચાર્ય દર્શનભાઈ દ્વારા પ્રાસંગીક ઉદબોધન અને શાળાની પ્રવૃતિઓ અને સિદ્ધઓ વિશે વાત કરવામાં આવી.વર્ગ ખંડ માં બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ભાષાદીપ અને વર્ગખંડમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી.ત્યારબાદ શાળા પ્રવાસ અને વિજ્ઞાન પ્રયોગ ની સાથે સ્માર્ટ રૂમમાં બાળકોને વિજ્ઞાન વિષયક વીડિયો નું નિદર્શન કરવામાં આવ્યું.જમવામાં બાળકોને દાળબાટી નું ભરપેટ ભોજન બાદ સુંદર મજાની ટાઈ ટાઈ ફિશ..નામની ગેમ બંને શાળાના બાળકો રમ્યા.સાંસ્કૃતિક કાર્યક્રમો માં નાટક,ગીતો રજૂ થયા.

દિવસન અંત ભાગમાં સૌને મજા પડે તેવી લાડવા ખાવ અને બટન શોધ રમત રમી…શિક્ષક બાળકોના પ્રતિભાવ લઈ સૌ એકબીજાને આવજો કહ્યું..બાળકોને યાદગીરી રૂપે પેન અને પાઉચ આપવામાં આવ્યું.છેલ્લે રાજપૂત ચોરા નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર ની મુલાકાત લઈ  સૌ છુટા પડ્‌યા…કાર્યક્રમની સફળતા માટે બંને શાળાના શિક્ષકમિત્રોએ જહેમત ઉઠાવી.






error: Content is protected !!