Main Menu

ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં રાત્રી ના સમયે કોઈ પણ ડોક્ટર હાજર નહિ

ઘોઘા સી.એચ.સી હોસ્પિટલમાં રાત્રી ના સમયે કોઈ પણ ડોક્ટર હાજર હોતું નથી જેના કારણે ઇમરજન્સી કેસ ના દર્દી ને નાછૂટકે ભાવનગર ખાતે રેફરલ થવું પડે છે, ઘોઘા ના મોરકવાડા વિસ્તાર માં રહેતા સુલ્તાનાબેન અબુબક્કરભાઈ શેખ ને અચાનક છાતી માં દુખાવો થતા તેમને ધોઘા સી.એચ.સી ખાતે લઇ જવામાં આવેલ જ્યાં ફરજ પર હાજર નર્સ યામીનીબેન ને કયા ડોક્ટર ની ડ્‌યુટી છે તેવું પૂછતાં ડોક્ટર મલ્હાર ની ડ્‌યુટી છે અને તપાસ કરતા ડોક્ટર મલ્હાર ફરજ પર હાજર નહોતા,પરિણામે દર્દી ને ૧૦૮ મારફતે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા

દર્દીઓ રોજ રોજ ની આવી તકલીફો થી હેરાન પરેશાન થઇ ગયા છે,દરરોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરો આવે તો છે પણ કોઈ ટાઈમ ટેબલ નક્કી હોતું નથી,મન ફાવે ત્યારે આવવા નું અને મન ફાવે ત્યારે ચાલ્યા જવાનું ટૂંક માં પોતાની મનમાની થી જ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવે છે તેમજ દાંત ના ડોક્ટર પણ ફક્ત સવારે જ હાજર રહે છે અને સાંજ ના સમયે તે પણ હાજર રહેતા નથી  ૨૪ કલાક માટે ઘોઘા ગામ તેમજ આજુબાજુ ના ગામ થી આવતા દર્દીઓ ને સમયસર સારવાર મળી રહે અને ડોક્ટર ફરજ પર નિયમિત હાજર રહે તેવી પ્રબળ માંગ સરપંચ શ્રી અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.






error: Content is protected !!