Main Menu

તળાજા મહુવા ચોકડી નજીક એસ.ટી અને અમુલ દુધ ના  ટેન્કરનો ગંભીર અકસ્માત

તળાજા ની મહુવા ચોકડી પર આજે સવારે સાત વાગ્યે એસ.ટી બસ અને અમુલ દૂધના ટ્રાન્સપોર્ટેશન વાહન સામસામે અથડાયા હતા.જેમાં એસ.ટી ચાલક નેપેટના ભાગે મૂંઢ ઈજાઓ થવા પામેલ.ભાવનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. મહુવાથી અમુલ દૂધ ની ડિલિવરી દઈ ભાવનગર તરફ જતા દુધવાહન જીજે ૦૮ઝેડ  ૧૧૩૪ અને બારડોલી જાફરાબાદ રૂટની એસ.ટી ની લકઝરી બસ જીજે  ૧૮ઝેડ   ૨૨૫૧  સામસામે ધડાકા ભેર સવારે સાતેક વાગ્યે અથડાયા હતા. જેમાં એસ.ટી ના ચાલક ડોડીયા વિક્રમભાઈ સોમાભાઈ રે વિજયનગર ને પેટના ભાગે મૂંઢ ઈજાઓ થતા પ્રાથમિક તળાજા અને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ હતા. પ્રાથમિક તબક્કે હાજર રીક્ષા ચાલકે જણાવ્યું હતુંકે એસ.ટી રોંગ સાઈડ માં દોડી આવતી હતી.






error: Content is protected !!