Main Menu

ભુવનેશ્વર-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી, ૪૦ ઘાયલ

ઓરિસાના કટક વિસ્તારમાં ગુરૂવારે સવારે ગાઢ ધૂમ્મસના પગલે મુંબઇ-ભુવનેશ્વર ટ્રેન આગળ ઊભેલી એક માલગાડી સાથે ટકરાઇ જતાં ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૪૦ ઉતારુને નાનીમોટી ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્તોને નજીકની હાÂસ્પટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. કટક પાસે આવેલા નરગુંડી રેલવે સ્ટેશને મુંબઇ-ભુવનેસ્વર લોકમાન્ય ટિળક ટ્રેને એજ ટ્રેક પર આગળ ઊભેલી એક માલગાડીને જારદાર ટક્કર મારી દીધી હતી.

ટક્કર એટલી જારદાર હતી કે મુંબઇ ભુવનેશ્વર ટ્રેનના સાત ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. સાતમાંના પાંચ ડબ્બા પૂરેપૂરા ટ્રેક પરથી ઊતરી ગયા હતા જ્યારે બીજા બે અર્ધાપર્ધા ઊતરી ગયા હતા.

અકસ્માતને જાવા નવરા લોકોની ભીડ ન થાય અને રાહત કાર્યમાં અડચણ ન પડે એવા હેતુથી રેલવે અધિકારીઓએ આખાય વિસ્તારને ચારે તરફથી બંધ કરી દીધા હતા.

ટ્રેન અકસ્માતને પગલે અન્ય ટ્રેનોને પણ અસર થઈ છે. કેટલીક ટ્રેનોનું શિડ્યુલ ખોરવાયું છે. લોકમાન્ય તિલક એક્સપ્રેસને હાલ પાટા પરથી ઉતારવાનું કામ ચાલી રÌšં છે, જેને પગલે કેટલીક ટ્રેનોનો રુટ ડાયવર્ટ કરાયો છે. જેમાં ૧૨૮૮૦ એક્સપ્રેસ (ભુવનેશ્વર-એલટીટી), ૫૮૧૩૨ (પુરી-રાઉરકેલા) પેસેન્જર ટ્રેન, ૧૮૪૨૬ એક્સપ્રેસ (દુર્ગ-પૂરી), ૧૨૮૩૧ ધનબાદ-ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ, ૬૮૪૧૩ (તાલચેર-પુરી)ને નરજથી ડાયવર્ટ કરીને આગળ મોકલવામાં આવી છે.






error: Content is protected !!