Main Menu

દેવિન્દરની પુછપરછ ઃ ઘણા નવા  ચોંકાવનારા ધડાકા થયા

જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનમાં સક્રિય ખતરનાક ત્રાસવાદી સંગઠન હિઝબુલના ત્રાસવાદીઓને પોતાની કારમાં જમ્મુ લઇ જતી વેળા ઝડપાઇ ગયેલા જમ્મુ કાશ્મીર પોલીસના બરખાસ્ત ડીએસપી દેવિન્દર સિંહની પુછપરછ કરવામાં આવી રહી છે. દેવિન્દરની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. દેવિન્દરે આરોપ કરતા કહ્યુ છે કે પોલીસ દળમાં તૈનાત રહેલા અન્ય એક પોલીસ અધિકારી ત્રાસવાદીઓ માટે કામ કરી રહ્યા છે. દેવિન્દરસિંહે કબુલાત કરી છે કે તેઓએ ત્રાસવાદીઓની મદદ કરીને મોટી ભુલ કરી છે. જમ્મુ કાશ્મીર પોલીસના ઉચ્ચ સુત્રોએ કહ્યુ છે કે દેવિન્દર સિંહે ત્રાસવાદીઓને જમ્મુ લઇ જવા માટે ૧૦ લાખ રૂપિયા લીધા હતા. સિંહે દાવો કર્યો હતો કે અન્ય એક પોલીસ અધિકારી હાલમાં ત્રાસવાદીઓની મદદમાં છે. ગયા વર્ષે સિંહ હિઝબુલના ત્રાસવાદી નવીદ બાબુને જમ્મુ લઇને ગયો હતો. તપાસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ શકે છે. ૧૧મી જાન્યુઆરીના દિવસે કુલગામ જિલ્લામાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે ઉપર એક કારમાં તેમની ધરપકડ કરાઈ હતી. હિઝબુલ કમાન્ડર સઇદ નવીદ, એક બીજા ત્રાસવાદી રફી રૈદર અને હિઝબુલના અન્ય એક શખ્સ સાથે તેમની ધરપકડ કરાઈ હતી. પુલવામા હુમલામાં ત્રાસવાદીઓની મદદ કરવાનો પણ તેમના ઉપર આક્ષેપ કરાયો હતો જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. શ્રીનગરમાં ઇÂન્દરાનગરના તેમના આવાસ ઉપર તપાસ કરવામાં આવ્યા બાદ કેટલીક ચીજવસ્તુઓ મળી આવી છે. તે આતંકવાદીઓના હેન્ડલરો સાથે સંપર્કમાં હતા. વિવાદોના ઘેરામાં આવેલા દેવેન્દરસિંહ એસઆઈ તરીકે ૧૯૯૦ના શરૂઆતના વર્ષોમાં જમ્મુ કાશ્મીર પોલીસમાં જાડાયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસમાં રહ્યા બાદ ૧૯૯૪માં જમ્મુ કાશ્મીર પોલીસની ખુબ જ કુશળ ફોર્સની ટ્રેનિંગ લીધી હતી.  એસઓજીની સ્થાપના બાદ દેવેન્દરને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન શÂક્તના ખોટા ઉપયોગના આક્ષેપ બાદ માર્ચ ૨૦૦૩માં તત્કાલિન મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદે એસઓજીને ખતમ કરવાની જાહેરાત કરી હતી. આ ગાળા દરમિયાન એસઓજીના  ૫૩ અધિકારીઓની સામે માનવ અધિકાર ભંગના ૪૯ કેસ દાખલ કરાયા હતા. આમાથી ૨૫ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એસઓજીનો ભંગ કરવામાં આવ્યા બાદ દેવેન્દરને ટ્રાફિક વિભાગમાં મોકલવામાં આવ્યા હતા. મોડેથી અહીંથી તેમને શ્રીનગર પોલીસ કન્ટ્રોલ રુમ સહિત અનેક પદ પર ટ્રાન્સફર કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર પોલીસની એન્ટી હાઈજેકિંગ ટીમમાં પણ ભૂમિક ભજવી હતી. શ્રીનગર એરપોર્ટ પર દેવેન્દર અને આર્મી, ટોચના અધિકારીઓ, નેતાઓ, સાંસદો વચ્ચે એક કનેક્શન તરીકે તેઓ પુરવાર થયા હતા. દેવિન્દર સિંહ પુલવામા ખાતેના નિવાસી રહેલા છે.






error: Content is protected !!