Main Menu

ભારતીય વિચાર ગતિશીલ, વિવિધતા વાળો છે ઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, નફરત, હિંસા, સંઘર્ષ અને આતંકવાદથી મુÂક્તની રાહ જાઈ રહેલી દુનિયા માટે ભારતીય જીવન શૈલી આશાની કિરણ છે. તેમણે કહ્યું હતું કે, સંઘર્ષોને તાકાતની જગ્યાએ વાતચીતની શÂક્તથી ટાળવાની ભારતીય શૈલી છે. આઈઆઈએમ કોઝીકોડેમાં ગ્લોબલાઇઝિંગ ઇÂન્ડયન થોટ વિષય પર બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે, સદીઓથી ભારતની ધરતીએ દુનિયાનું સ્વાગત કર્યું છે. જ્યાં તમામ સભ્યતાઓ સમૃદ્ધ થઇ શકી નથી જ્યારે આપણી સભ્યતા ફુલી-ફાલી રહી છે કારણ કે, અહીં શાંતિ અને સદ્‌ભાવના દર્શન થાય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ઘૃણા, હિંસા, સંઘર્ષ અને આતંકવાદથી મુÂક્તની રાહ જાઇ રહેલી દુનિયાને ભારતની જીવન શૈલી આશાની કિરણ આપે છે. સંઘર્ષને તાકાતથી નહીં પરંતુ વાતચીતની શÂક્તથી ટાળવાની ભારતીય કળા છે.  આ પહેલા વડાપ્રધાને આઈઆઈએમ કેમ્પસમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતીય વિચાર ગતિશીલ અને વિવિધતાવાળો છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક આદર્શ ભારતીય મૂલ્યોનું કેન્દ્રીય બિંદુ બનેલું છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ મુલ્યોમાં દયા, સદ્‌ભાવ, ન્યાય, સેવા અને નિખાલસતાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, ૨૦મી સદીમાં મહાત્મા ગાંધીએ આજ આદર્શોનું પાલન કર્યું અને જેણે ભારતની આઝાદીમાં ભૂમિકા ભજવી હતી. તેજ સમય આ આદર્શોએ બહારના કરોડો લોકોને તાકાત આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભારતીય વિચારોના વૈશ્વિકરણમાં તેમના યોગદાનને ભુલી શકાય  તેમ નથી.


error: Content is protected !!