Main Menu

રાજનાથે ૫૧મી કે-૯ વજ્ર-ટી ગનને લીલીઝંડી આપી

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે આજે એલએન્ડટીના આર્મર્ડ સીસ્ટમ કોમ્પ્લેક્સ (એએસસી)માંથી ૫૧મી વજ્ર-ટી ગનને લીલી ઝંડી આપી હતી. કે-૯ વજ્ર-ટી પ્રોગ્રામમાં પ્રથમ ૫૦ ગનની નિયત સમયમર્યાદા અગાઉ ડિલિવરી કરવાનાં ટ્રેક રેકોર્ડને જાળવી રાખીને ૫૧મી ગનને કરારબદ્ધ ડિલિવરી તારીખના મહિનાઓ અગાઉ રવાના કરવામાં આવી હતી, જે એલએન્ડટી ડિફેન્સની ટેકનિકલ ક્ષમતા, કોમ્પ્લેક્સ સિસ્ટમ ઇન્ટિગ્રેશન સ્કિલ્સ, આયોજનની ક્ષમતા અને અમલીકરણમાં કુશળતાનો પુરાવો છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કે-૯ વજ્ર-ટી ગનના લીધે સેનાની શકિત અને શૌર્ય વધુ મજબૂત બનશે અને સેનાના જવાનોની સરાહના કરી હતી. આ સીમાચિહ્નરૂપ સફળતાનાં પ્રસંગે એલએન્ડટીનાં ગ્રૂપ ચેરમેન શ્રી એ એમ નાયકે કહ્યું હતું કે, અમારી ડિફેન્સ ટીમે ગુણવત્તાનાં સચોટ સ્તર ધરાવતી અદ્યતન વેપન સિસ્ટમનું નિર્માણ કરવામાં અને સમયસર ડિલિવરી કરવામાં એક વાર ફરી એલએન્ડટીની એન્જિનીયરિંગ અને અમલીકરણ ક્ષમતાને પ્રદર્શિત કરી છે. હઝિરા ઉત્પાદન સંકુલ વિવિધ આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી અને ઉત્પાદનના માપદંડો ધરાવે છે તથા કે-૯ વજ્ર એમાંથી એક છે. આ પ્રસંગે એલએન્ડટીનાં સીનિયર ઇવીપી (ડિફેન્સ એન્ડ સ્માર્ટ ટેકનોલોજીસ) અને બોર્ડના મેમ્બર શ્રી જે ડી પાટિલે જણાવ્યું હતું કે, કે-૯ વજ્ર જેવા પ્લેટફોર્મ પ્રોગ્રામનું નિર્માણ કરવાથી મોટી બહુસ્તરીય અસર સાથે અર્થતંત્રમાં પ્રદાન થયું છે અને દેશમાં સંરક્ષણ ઉદ્યોગનો આધાર ઊભો કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. અનુભવ, ટ્રેક રેકોર્ડ, ક્ષમતા અને માળખાગત સુવિધાઓ સાથે અમે આર્મર્ડ સીસ્ટમ્સ કોમ્પ્લેક્સ ઊભું કર્યું છે, અમે વિકાસ કરવા સજ્જ છીએ અને ભારતના ભવિષ્યનાં આર્મર્ડ પ્લેટફોર્મ ઊભું કરવા આતુર છીએ. સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ મોડલને આધાર બનાવીને અમે વિવિધ અને અદ્યતન વેપન બનાવવા માટે પ્લેટફોર્મ્સ ઊભું કરવા માટે આતુર છીએ, જેથી સંરક્ષણ ઉદ્યોગની ઇકોસિસ્ટમ મજબૂત થશે અને રાષ્ટ્રીય સુરક્ષામાં સ્વનિર્ભરતામાં વધારો થશે. ૫૧મી વજ્ર હોવિત્ઝરની આજે ડિલિવરી કરવાની સાથે અમે સમયથી અગાઉ ફર્સ્ટ ક્લાસ આર્મર્ડ સિસ્ટમ્સ ડિલિવર કરવા ઉદ્યોગમાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે અને અમે તમામ ૧૦૦ હોવિત્ઝર્સ સમયથી અગાઉ આપવાનાં માર્ગે અગ્રેસર છીએ. એલએન્ડટી ડિફેન્સ અત્યારે કે૯ વજ્ર-ટી ૧૫૫એમએમ-૫૨ કેલિબર ટ્રેક્ડ, સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન્સ પ્રોગ્રામનો અમલ કરીએ છીએ-જે સંરક્ષણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા ભારતીય ખાનગી કંપનીને આપેલો સૌથી મોટો કોન્ટ્રાક્ટ છે. કે-૯ વજ્ર-ટી હોવિત્ઝર પ્રોગ્રામમાં ૪૨ મહિનામાં ૧૦૦ સિસ્ટમની ડિલિવરી સંકળાયેલી છે, જેની સાથે એન્જિનીયરિંગ સપોર્ટ પેકેજ (ઇએસપી) કવરિંગ સ્પેર્સ, હોવિત્ઝર રેજિમેન્ટની સંપૂર્ણ લાઇફ સાયકલને સપોર્ટ કરવા આર્મી બેઝ વર્કશોપને તાલીમ અને મેઇન્ટેનન્સ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી (એમટીઓટી) સાથે સંકળાયેલા ૪૨ મહિનામાં ૧૦૦ સીસ્ટમની ડિલિવરી સંકળાયેલી છે. એલએન્ડટી ગ્લોબલી ટેન્ડર્ડ પ્રોગ્રામની વિજેતા છે, જેણે પ્રોગ્રામને મેક-ઇન-ઇન્ડિયા મોડમાં રૂપાંતરિત કર્યો છે અને ગુજરાતનાં હઝિરામાં નવી ગ્રીન-ફિલ્ડ ઉત્પાદન-સંકલન-પરીક્ષણ કોમ્પ્લેક્સ સ્થાપિત કર્યું છે. કે-૯ વજ્ર-ટી સીસ્ટમ ૫૦ ટકા સ્વદેશી સામગ્રી (મૂલ્યની દ્રષ્ટિએ) સાથે પ્રદાન કરવામાં આવે છે, જેમાં ૭૫ ટકા સ્વદેશી વર્ક પેકેજીસ પ્રોગ્રામ લેવલ પર સામેલ છે અને ૫૦૦ ભારતીય ટિઅર-૧ ઉત્પાદકોની સપ્લાય ચેઇન દ્વારા ગન સિસ્ટમદીઠ ૧૩,૦૦૦થી વધારે સ્થાનિક ઉત્પાદન સંકળાયેલું છે. આ ૫૦૦ ઉત્પાદકોમાંથી ૧૦૦થી વધારે એમએસએમઈ સેગમેન્ટનાં છે.  એલએન્ડટીએ કે-૯ વજ્ર-ટીનું સ્વદેશીકરણ કરવા સતત પ્રયાસો અને ઇનોવેશન કર્યું છે, જે સ્વદેશી ઢબે વિકસાવેલી ૧૪ મહ¥વપૂર્ણ સિસ્ટમના યુઝર મૂલ્યાંકન પરીક્ષણો માટે નિર્મિત પ્રોટોટાઇપથી શરૂ થયું હતું, જેમાં ફાયર કન્ટ્રોલ સીસ્ટમ, ડાયરેક્ટ ફાયર સીસ્ટમ અને એમ્મ્યુનિશન હેન્ડલિંગ સીસ્ટમ સામેલ છે. ગનઓક્ઝિલિઅરી પાવર પેક, એર-કન્ડિશનિંગ સીસ્ટમ, ફાયર ફાઇટિંગ સીસ્ટમ્સ અને એનબીસી પ્રોટેક્શન સીસ્ટમ્સ જેવી ડિઝર્ટ કન્ડિશન્સ માટે ભારતકેન્દ્રિત ચોક્કસ સુધારાવધારા સાથે પણ સજ્જ છે, જેનું સ્વદેશી ઢબે ઉત્પાદન થાય છે.


error: Content is protected !!