Main Menu

ગઢડાના પાટણા ખાતે અધિક સચિવની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ગઢડા તાલુકાના પાટણા ખાતે તાજેતરમાં સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરના અધિક સચિવની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો અધિક સચિવ એન.પી. લવીંગીયા, બોટાદ પ્રાંત અધિકારીશ્રી એમ.આર.વસાવા, ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સ્થાનિક તાલુકા પંચાયત સદસ્યઓ , ગ્રામ પંચાયતના સરપંચશ્રીના હસ્તે દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં કરવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં પ્રેરક ઉદ્દબોધન કરતાં અધિક સચિવશ્રી એન.પી.લવીંગીયાએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ દરેક લાભાર્થીઓને તેમના સુધી પારદર્શક રીતે પહોંચાડવા માટે સેવા સેતુનું આયોજન કરવામાં આવે છે.  તેમણે આ તકે  અરજદારે તાલુકા કે જિલ્લા મથકે ગયા સિવાય લોકોના પ્રશ્નોના સ્થળ ઉપર જ નિકાલ કરવા સરકાર હંમેશા કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે અધિક સચિવશ્રીના હસ્તે વૃધ્ધ પેન્શન યોજનાના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણા ગામના તલાટી, સરપંચ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમમાં સમાવિષ્ઠ વિવિધ વિભાગની વિવિધ યોજનાઓનો લગભગ ૧૫૦૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.

આ સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે  બોટાદ પ્રાંત અધિકારી, ગઢડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા સબંધિત ખાતાના અધિકારી – કર્મચારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી.






error: Content is protected !!